CBSE Term 2 Exam, CBSE Board Exam 2022, CBSE Exam Centre: સીબીએસઇ બોર્ડ સ્ટુડન્ટ્સને તેમની સ્કૂલમાંથી એડમિટ કાર્ડ મળવાના શરુ થઈ ગયા છે. જે સ્ટુડન્ટ્સને એડમિટ કાર્ડ મળ્યા છે તેમનું કહેવું છે કે એક્ઝામ સેન્ટર તેમની પોતાની સ્કૂલ નથી. જાણો સીબીએસઇ બોર્ડ પરીક્ષાના એડમિટ કાર્ડ (CBSE Board Admit Card) પર લખેલી તમામ ગાઇડલાઇન્સ.
CBSE Term 2 Exam, CBSE Board Exam 2022, CBSE Exam Centre: કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખતા CBSE બોર્ડ પરીક્ષા 2022 (CBSE Board Exam 2022) બે ટર્મમાં આયોજિત કરવામાં આવી છે. CBSE ટર્મ 1 પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં યોજાઈ હતી, જ્યારે CBSE ટર્મ 2ની પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરૂ થઈ રહી છે. CBSE બોર્ડ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તેમના એડમિટ કાર્ડ (CBSE Board Admit Card) મળવાનું શરૂ થઈ ગયું છે.
ટર્મ 2ની પરીક્ષા માટે CBSE બોર્ડે એડમિટ કાર્ડ શાળાઓમાં મોકલ્યા હતા. દિલ્હી-એનસીઆરમાં કોવિડ 19 સંક્રમણના કેસમાં અચાનક વધારો જોવા મળ્યો છે. આ કારણોસર ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ સીબીએસઇ બોર્ડ પરીક્ષા 2022 હોમ સેન્ટર પર યોજાય તેવું ઇચ્છતા હતા. પરંતુ CBSE બોર્ડે આ અંગે કોઈ નિવેદન આપ્યું ન હતું.
CBSE બોર્ડ પરીક્ષા 2022 હોમ સેન્ટર પર નહીં યોજાય. સીબીએસઇ બોર્ડ ટર્મ 1 પરીક્ષા હોમ સેન્ટર પર લેવામાં આવી હતી એટલે કે વિદ્યાર્થીઓએ પોતાની સ્કૂલમાં પરીક્ષા આપી હતી. પરંતુ સીબીએસઇ બોર્ડ ટર્મ 2 પરીક્ષાના એડમિટ કાર્ડ પર હોમ સેન્ટરનો કોઈ ઉલ્લેખ નથી. મતલબ કે વિદ્યાર્થીઓએ અન્ય સેન્ટર પર જઈને એક્ઝામ આપવી પડશે.
CBSE ટર્મ 2 એક્ઝામ ગાઇડલાઇન્સ
CBSE બોર્ડે ટર્મ 2 પરીક્ષા (CBSE Exam Guidelines) માટે કેટલીક ગાઇડલાઇન્સ જારી કરી છે. તેનો ઉલ્લેખ સ્ટુડન્ટ્સના એડમિટ કાર્ડ પર કરવામાં આવ્યો છે.
1- CBSE બોર્ડ 10માનું પહેલું પેપર એટલે કે ઈંગ્લિશ એક્ઝામ 27 એપ્રિલ 2022ના હશે.
2- પરીક્ષા કેન્દ્ર પર તમામ વિદ્યાર્થીઓએ કોવિડ પ્રોટોકોલનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓએ દરેક સમયે ફેસ માસ્ક લગાવીને રાખવું પડશે.
3- પરીક્ષા સવારે 10.30 વાગ્યે શરૂ થઇ જશે. સ્ટુડન્ટ્સને 10 વાગ્યા પછી એક્ઝામ સેન્ટર પર એન્ટ્રી આપવામાં આવશે નહીં.