Home /News /career /CBSE Term 2 Exam: શા માટે ઓફલાઇન બોર્ડ પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે સ્ટુડન્ટ્સ? સામે આવ્યા આ પાંચ કારણો
CBSE Term 2 Exam: શા માટે ઓફલાઇન બોર્ડ પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે સ્ટુડન્ટ્સ? સામે આવ્યા આ પાંચ કારણો
CBSE Term 2 Exam: સોશિયલ મીડિયા પર બોર્ડ પરીક્ષા રદ કરવાની માંગ ઊઠી રહી છે.
CBSE Term 2 Exam, CBSE Board Exam 2022, Covid 19 In Schools: CBSE બોર્ડ પરીક્ષા 2022માં સામેલ થનારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે બોર્ડે હજુ સુધી હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિયેટ પરીક્ષાના એડમિટ કાર્ડ પણ જારી નથી કર્યા.
CBSE Term 2 Exam, CBSE Board Exam 2022, Covid 19 In Schools: સીબીએસઇ બોર્ડ ટર્મ 2ની પરીક્ષા શરૂ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. CBSE બોર્ડ પરીક્ષા 2022 આપનારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને હજુ સુધી હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિયેટ પરીક્ષાના એડમિટ કાર્ડ (CBSE Term 2 Exam Admit Card) પણ જારી નથી કર્યા.
સીબીએસઇ બોર્ડ એક્ઝામ પેટર્ન (CBSE Board Exam Patterm)માં આ વર્ષે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ટર્મ 1 પરીક્ષા ઓબ્જેક્ટિવ પેટર્ન પર લેવામાં આવી હતી, જ્યારે ટર્મ 2ની પરીક્ષા સબ્જેક્ટિવ પેટર્ન પર હશે. એટલું જ નહીં, CBSE બોર્ડ પરીક્ષા 2022નો એક્ઝામ સિલેબસ પણ ઘટાડી દેવામાં આવ્યો છે. દેશમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિને જોતા બોર્ડે પરીક્ષાઓને બે ટર્મમાં લેવાનો નિર્ણય લીધો હતો.
આ કારણોસર બોર્ડ પરીક્ષા 2022 માટે તૈયાર નથી સ્ટુડન્ટ્સ
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર CBSE ટર્મ 2 પરીક્ષા 2022 રદ કરવાની માંગ ઊઠી રહી છે. બોર્ડ પરીક્ષા 2022માં સામેલ થનારા વિદ્યાર્થીઓ કદાચ પરીક્ષા માટે તૈયાર નથી. જાણો તેની પાછળ કયા કારણો હોઈ શકે છે.
1- સ્કૂલોમાં બાળકોના કોવિડ 19 સંક્રમિત થવાના કેસોમાં અચાનક વધારો થયો છે. જેના કારણે બાળકો અને વાલીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
2- બોર્ડ પરીક્ષાની તૈયારી કરવા માટે સમય તો ઘણો મળી ગયો, પરંતુ હજુ પણ બાળકોની તૈયારી યોગ્ય રીતે થઈ શકી નથી.
3- આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઓનલાઈન સ્ટડી દ્વારા મોટાભાગના ક્લાસિસ અટેન્ડ કર્યા હતા. બે વર્ષથી એક્ઝામમાં બેસવાની આદત છૂટી પણ ગઈ છે.
4- બાળકોની રાઇટિંગ પ્રેક્ટિસ હવે પહેલા જેવી નથી રહી. એવામાં સબ્જેક્ટિવ પેટર્નની સરખામણીમાં તેમને ઓબ્જેક્ટિવ પેપર સોલ્વ કરવાનું વધુ સરળ લાગ્યું હતું.
5- CBSE બોર્ડે વિદ્યાર્થીઓને હજુ સુધી એડમિટ કાર્ડ આપ્યા નથી અને ન તો એક્ઝામ સેન્ટર અંગે કોઈ માહિતી આપી છે. વિદ્યાર્થીઓનું મન આ કારણે પણ ભટકી રહ્યું છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર