Home /News /career /CBSE Term 2 Exam: હોમ સેન્ટર પર પરીક્ષા હોવાના ફાયદા અને ગેરફાયદા શું છે? જાણો અહીં
CBSE Term 2 Exam: હોમ સેન્ટર પર પરીક્ષા હોવાના ફાયદા અને ગેરફાયદા શું છે? જાણો અહીં
CBSE Term 2 Exam: શું સીબીએસઇ ટર્મ 2ની પરીક્ષા હોમ સેન્ટર પર લેવામાં આવશે?
CBSE Term 2 Exam, CBSE Board Exam 2022, CBSE Exam Centre: સીબીએસઇ બોર્ડ 10મા અને 12મા ધોરણની પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરૂ થઈ રહી છે. 2022 પહેલા સીબીએસઇ બોર્ડની પરીક્ષા વર્ષમાં માત્ર એક જ વખત લેવામાં આવતી હતી. પરંતુ આ વખતે કોવિડ 19 સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાને બે ટર્મમાં આયોજિત કરવામાં આવી રહી છે.
CBSE Term 2 Exam, CBSE Board Exam 2022, CBSE Exam Centre: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ટર્મ 2ની પરીક્ષા શરૂ થવામાં હવે 10 દિવસથી પણ ઓછો સમય બાકી છે. CBSE બોર્ડ 10મા અને 12મા ધોરણની પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરૂ થઈ રહી છે. સીબીએસઇ બોર્ડ 10માની પરીક્ષા 24 મે સુધી ચાલશે, જ્યારે 12મા ધોરણની પરીક્ષા 15 જૂન 2022 સુધી ચાલશે.
2022 પહેલા સીબીએસઇ બોર્ડની પરીક્ષા વર્ષમાં માત્ર એક જ વખત લેવામાં આવતી હતી. પરંતુ આ વખતે દેશભરમાં કોવિડ 19 સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને CBSE બોર્ડ પરીક્ષાને બે ટર્મમાં આયોજિત કરવામાં આવી રહી છે. CBSE ટર્મ 1 ની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં હોમ સેન્ટર પર લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ 2 વર્ષ બાદ લેખિત પરીક્ષા આપી હતી એટલે તેની પેટર્ન (CBSE Exam Pattern) ઓબ્જેક્ટિવ રાખવામાં આવી હતી.
સીબીએસઇ ટર્મ 1ની પરીક્ષા હોમ સેન્ટર (CBSE Exam at Home Centre) પર યોજાઈ હતી. હોમ સેન્ટરનો અર્થ છે, વિદ્યાર્થીઓએ તે જ શાળામાંથી પરીક્ષા આપવાની હોય છે જ્યાંથી તેમનું રજિસ્ટ્રેશન હોય છે. જો કે, CBSE ટર્મ 1 ની પરીક્ષામાં ચીટિંગના ઘણાં મામલા સામે આવ્યા હતા. હોમ સેન્ટર પર પરીક્ષા આપવાથી વિદ્યાર્થીઓ સ્કૂલ અને સ્ટાફના માહોલ સાથે પરિચિત હોય છે. તેમને બોર્ડની પરીક્ષા દરમિયાન ડર ઓછો લાગે છે અને ચીટિંગ કરવી પણ તેમના માટે સરળ બની જાય છે.
આ જ કારણોસર ફાઇનલ રિઝલ્ટને લઈને પણ હજુ અસમંજસ છે. અગાઉ CBSEએ કહ્યું હતું કે રિઝલ્ટમાં ટર્મ-1 અને ટર્મ-2ને સરખું વેઇટેજ આપવામાં આવશે. જો કે, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વિરોધ બાદ બોર્ડ, રિઝલ્ટમાં ટર્મ-2ને વધુ વેઇટેજ આપી શકે છે. ટર્મ-1 પરીક્ષાઓ હોમ સેન્ટરો પર લેવામાં આવી હતી, જેમાં શાળાઓ દ્વારા અયોગ્ય સાધનોના ઉપયોગ અંગેની માહિતી સામે આવી હતી. જે બાદ આવી શાળાઓના બાળકોએ મોટાભાગના વિષયોમાં ફુલ માર્કસ મેળવ્યા હતા.
CBSE ટર્મ 2 ની પરીક્ષા અંગે અત્યાર સુધી કોઈ અપડેટ નથી આવી. હજુ સુધી તે જાણી શકાયું નથી કે પરીક્ષા હોમ સેન્ટર પર લેવામાં આવશે કે અન્ય સેન્ટર પર. પરંતુ કોરોનાના વધી રહેલા કેસને જોતા વિદ્યાર્થીઓ અને વાલીઓ હોમ સેન્ટર (CBSE Exam Centre) પર પરીક્ષા લેવાના પક્ષમાં છે. કારણ કે, હોમ સેન્ટર પર કોરોના સંક્રમણના કેસને કંટ્રોલ કરવા અને વિદ્યાર્થીઓને આઇસોલેટ કરવા સરળ બનશે. સ્ટુડન્ટ્સ પણ હોમ સેન્ટર પર ઘણાં હળવા રહે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર