Home /News /career /CBSE Term 2 Exam: એક ક્લાસમાં 18 વિદ્યાર્થીઓ જ આપી શકશે બોર્ડ પરીક્ષા, જાણો ટર્મ 2 એક્ઝામ માટેની ગાઇડલાઇન્સ
CBSE Term 2 Exam: એક ક્લાસમાં 18 વિદ્યાર્થીઓ જ આપી શકશે બોર્ડ પરીક્ષા, જાણો ટર્મ 2 એક્ઝામ માટેની ગાઇડલાઇન્સ
CBSE એ ટર્મ-2 પરીક્ષાઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે.
CBSE Term 2 Exam, CBSE Board Exam Guidelines: CBSE એ ટર્મ-2 પરીક્ષાઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. તેના હેઠળ સેન્ટરના પ્રવેશ ગેટ પર થર્મલ સ્કેનિંગ બાદ જ એન્ટ્રી મળશે. કોરોના સંક્રમણના વધી રહેલા કેસ જોતાં એક વર્ગમાં 18 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે.
CBSE Term 2 Exam, CBSE Board Exam 2022, CBSE Board Exam Guidelines: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની 10મા અને 12મા ધોરણની ટર્મ- 2 ની પરીક્ષાઓ 26 એપ્રિલ 2022થી શરુ થઈ રહી છે. ધોરણ 10ની પરીક્ષા 24 મે સુધી અને ધોરણ 12ની પરીક્ષા 15 જૂન સુધી ચાલશે. કોરોના સંક્રમણના વધી રહેલા કેસને જોતાં એક વર્ગમાં 18 વિદ્યાર્થીઓ જ બોર્ડ પરીક્ષા આપી શકશે. પહેલા એક વર્ગમાં 24 વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની મંજૂરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને લીધે જ આ વખતે બોર્ડની પરીક્ષા 2 ટર્મમાં આયોજિત કરવામાં આવી છે.
થર્મલ સ્કેનિંગ અને સેનિટાઈઝેશન બાદ મળશે પ્રવેશ
પરીક્ષા કેન્દ્રોના મુખ્ય ગેટ પર થર્મલ સ્કેનિંગ અને સેનિટાઈઝેશન બાદ જ સ્ટુડન્ટ્સને અંદર જવાની પરમિશન મળશે. એક્ઝામ સેન્ટર પર વિદ્યાર્થીઓએ પાણીની બોટલ તેમજ સેનિટાઈઝર લઈને આવવાનું રહેશે. આ ઉપરાંત, સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવું ફરજીયાત છે.
કોરોના મહામારીને લીધે બોર્ડે સેન્ટરોને નિર્દેશ આપ્યા છે કે તેમને કોવિડથી બચાવની દરેક ગાઇડલાઇનનું કડકાઇથી પાલન કરવાનું રહેશે. સ્ટુડન્ટ્સ, સુપરિન્ટેન્ડન્ટ અને અન્ય સ્ટાફને દરેક સમયે માસ્ક લગાવવો અનિવાર્ય કરવામાં આવ્યું છે. બોર્ડે ઓનલાઇન એક્ઝામ સેન્ટર મેનેજમેન્ટ સિસ્ટમની વ્યવસ્થા પણ કરી છે.
તેના હેઠળ સેન્ટર પર પરીક્ષા પૂરી થતાં જ તેના પર દરેક જાણકારી સેન્ટર સુપરિન્ટેન્ડન્ટને અપલોડ કરવાની રહેશે. આ કાર્ય દરરોજ કરવામાં આવશે. આના પર વિદ્યાર્થીઓની હાજરી, નકલની માહિતી, ડાયાબિટીસથી પીડિત વિદ્યાર્થીઓની માહિતી, વિકલાંગ વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમને આપવામાં આવતા વધારાના સમયની માહિતી પણ આપવાની રહેશે. પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવાનું જણાવવામાં આવ્યું છે.
પરીક્ષા માટે સેન્ટર પર પ્રવેશ 9 વાગ્યાથી શરૂ થઇ જશે. સવારે 9.45 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ વર્ગમાં પહોંચી શકશે. 10 વાગ્યા પછી કોઈપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં. પરીક્ષા સવારે 10.30 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષાર્થીઓએ બ્લુ અથવા કાળી શાહી અથવા જેલ પેનથી પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષા પૂરી થયા પછી પરીક્ષાર્થીઓને સ્કૂલ પરિસરમાં રહેવાની મંજૂરી નહીં હોય.
જણાવી દઈએ કે આ વખતે CBSE બોર્ડ પરીક્ષાના એડમિટ કાર્ડ પર QR કોડ હોવાની સંભાવના છે. આ QR કોડ દ્વારા ફેક સ્ટુડન્ટ્સને ઓળખવામાં અને તેમને પરીક્ષા આપવાથી રોકવામાં મદદ કરશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર