CBSE Board Exams 2021-22: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (Central Board of Secondary Education- CBSE)એ નવા શૈક્ષણિક સત્ર 2021-2022 માટે પેટર્ન જાહેર કરી દીધી છે. આ વખતે પેટર્નમાં અનેક મહત્ત્વના ફેરફાર પણ કરવામાં આવ્યા છે. CBSE તરફથી જાહેર કરવામાં આવેલી સ્પેશલ અસેસમેન્ટ સ્કીમ (CBSE Special Assessment Scheme) અનુસાર આ શૈક્ષણિક સત્રમાં બે વાર પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. બંને ટર્મની પરીક્ષાના આધાર પર માર્કશીટ (Mark Sheet) તૈયાર કરવામાં આવશે. CBSE આ મહિનાના અંત સુધીમાં સમગ્ર પાઠ્યક્રમનું નોટિફિકેશન બહાર પાડશે.
CBSEના નિદેશક (શિક્ષણ) જોસેફ ઇમૈનુઅલ દ્વારા જાહેર કરવામાં આવેલા સરકારી આદેશ અનુસાર, શૈક્ષણિક સત્ર 2021-22 માટે પાઠ્યક્રમને યુક્તિ સંગત રી તે બે ટર્મમાં વહેંચવામાં આવશે. તેના માટે વિષયોના વિશેષજ્ઞોની સહાયતા લેવામાં આવશે.
CBSEએ એવું પણ કહ્યું છે કે ધોરણ-9 અને ધોરણ-10 માટે ઇન્ટરનલ અસેસમેન્ટમાં ત્રણ પીરિયોડિક ટેક્સ્ટ્સ, પોર્ટફોલિયો અને પ્રેક્ટિકલ વર્ક સામેલ કરવામાં આવશે. જ્યારે ધોરણ-11 અને ધોરણ-12ના ઇન્ટરનલ અસેસમેન્ટમાં યૂનિટ ટેસ્ટ/પ્રેક્ટિકલ ટેસ્ટ/પ્રોજેક્ટ્સ પણ સામેલ કરવામાં આવશે તે નક્કી છે. બોર્ડે સ્કૂલોને સ્ટુડન્ટ્સની પ્રોફાઇલ તૈયાર કરવા માટે કહ્યું છે. સર્ક્યુલર મુજબ, સ્કૂલ સમગ્ર વર્ષ માટે કરવામાં આવનારા તમામ અસેસમેન્ટ માટે સ્ટુડન્ટ્સની પ્રોફાઇલ તૈયાર કરશે અને તેનું ડિજિટલ ફોર્મેટ બનાવશે.
1. પહેલી ટર્મની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં 2021માં લેવાશે જ્યારે બીજા ટર્મની પરીક્ષા માર્ચ-એપ્રિલ 2022માં લેવામાં આવશે. 2. પ્રત્યેક ટર્મમાં લગભગ 50-50 ટકા સિલેબસને કવર કરવામાં આવશે. 3. પરીક્ષાઓમાં બહુવિકલ્પ ધરાવતા પ્રશ્ન (MCQ) હશે, આ MCQ ઘટના આધારિત અને અન્ય પ્રકારના હોઈ શકે છે. 4. પહેલા ટર્મની પરીક્ષાનો સમય 90 મિનિટ અને બીજી ટર્મની પરીક્ષાનો સમય બે કલાક હશે. 5. કોરોનાની સ્થિતિમાં બીજા ટર્મની પરીક્ષા પણ 90 મિનિટની હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર