નવી દિલ્હી. સીબીએસઇ (CBSE Results 2021) તરફથી ધોરણ-12નું પરિણામ તૈયાર કરવા માટે મૂલ્યાંકન નીતિ જાહેર કરી દીધી છે. હવે પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સ્કૂલોને ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડના પરિણામ તૈયાર કરવામાં કોઈ પ્રકારની સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. સ્કૂલોને પરિણામ તૈયાર કરવા સંબંધી સમસ્યાઓના સમાધાન માટે કેન્રી-uય માધ્યમિક શિક્ષણ બોર્ડે હેલ્પલાઇન નંબરો (CBSE Helpline Numbers) જાહેર કર્યા છે. જેની પર સ્કૂલ ફોન કરી પરિણામ સંબંધી સમસ્યાઓના સમાધાન માટે કોઈ પણ કાર્ય દિવસમાં ફોન કરી શકાય છે.
ઇ-મેલ આઇડી પણ જાહેર કરાયો
CBSEએ ધોરણ-10ના પરિણામ સાથે જોડાયેલી સમાસ્યાઓના સમાધાન માટે class-10-result@cbseshiksha.in અને ધોરણ-12ના પરિણામ સાથે જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે class-12-result@cbseshiksha.in ઇમેલ આઇડી પણ જાહેર કર્યો છે. આ મેલ આઇડી પર સ્કૂલ પોતાનું નામ, સરનામું અને ફોન નંબર લખીને પરિણામ સંબંધી સમાધાન માટે ઇમેલ કરી શકે છે.
આ નંબરો પર સ્કૂલ કરી શકે છે ફોન
CBSE તરફથી 9311226587, 9311226588, 9311226589, 9311226590 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ, ટેકનીકલ સમસ્યાઓના સમાધાન માટે સ્કૂલ 9311226591 નંબર પર ફોન કરી શકે છે. વિવિધ મીડિયા રિપોર્સ્. અનુસાર, CBSE પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજ તરફથી જાહેર નિર્દેશ અનુસાર જો કોઈ પણ સ્કૂલને વિદ્યાર્થીઓના માર્સ્ઓ ગણવાને લઈ કોઈ સમસ્યા આવી રહી છે તો તેઓ ઇમેલ કરીને કે હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકે છે.
CBSE તરફથી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયો આ ફોર્મ્યૂલા
સીબીએસઇએ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ધોરણ-10ના ટોપ 3 વિષયોના આધાર પર 30 ટકા, ધોરણ-11ના આધાર પર 30 ટકા અને ધોરણ-12ના યૂનિટ ટેસ્ટ વગેરેના આધાર પર 40 ટકા માર્ક્સ આપીને ધોરણ-12ના સ્ટુડન્ટ્સને પાસ કરવામાં આવશે. ધોરણ-12ના પરિણામની જાહેરાત 31 જુલાઈ 2021 સુધીમાં કરી દેવામાં આવશે.
ધોરણ-12ના ઇવેન્યૂએશન ક્રાઇટેરિયા રજૂ કરવાની સાથે જ સીબીએસઇએ થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 31 જુલાઈ, 2021 સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે. હવે સીબીએસઇ ધોરણ-12ના લગભગ 12 લાખ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર