CBSE New Syllabus: ધોરણ-9થી ધોરણ-12 માટે સંશોધિત સિલેબસ જાહેર, હવે બે ભાગમાં યોજાશે પરીક્ષા

CBSE Releases Term-Wise Syllabus: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી ધોરણ 12 માટે સંશોધિત ટર્મ વાઇઝ સિલેબસ જાહેર કર્યો, જાણો તમામ વિગતો

CBSE Releases Term-Wise Syllabus: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી ધોરણ 12 માટે સંશોધિત ટર્મ વાઇઝ સિલેબસ જાહેર કર્યો, જાણો તમામ વિગતો

  • Share this:
    CBSE New Syllabus 2021: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ શનિવારે ધોરણ 9થી ધોરણ 12 માટે સંશોધિત ટર્મ વાઇઝ સિલેબસ (CBSE Term Wise Syllebus) જાહેર કર્યો છે. આ શૈક્ષણિક સત્રથી આ સિલેબસ લાગુ થશે .તમામ વિષયોનો વિસ્તૃત પાઠ્યક્રમ CBSEની ઓફિશિયલ વેબસાઇટ cbseacademic.nic.in પર ઉપલબ્ધ છે.

    આ પહેલા CBSEએ શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાઓની એક નવી યોજના બનાવી હતી. જે મુજબ, એક શૈક્ષણિક સત્રને બે ભાગમાં વિભાજીત કરવામાં આવશે. જેમાં, વર્ષના અંતમાં બોર્ડ એક પરીક્ષાને બદલે બે પરીક્ષાઓ યોજશે. નવા ટર્મ-વાઇઝ સિલેબસમાં પાઠ્યક્રમ સામગ્રી ઉપરાંત બે બોર્ડ પરીક્ષા નીતિના આધાર પર સ્ટુડન્ટ્સના મૂલ્યાંકનની પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો, Sarkari Naukri 2021: પ્રોજેક્ટ એન્જિનિયરની નોકરી કરવાની સુવર્ણ તક, 70 હજાર સુધી મળશે સેલરી

    CBSE New Syllabus: સંશોધિત નિયમો બાદ આ પ્રકારે યોજાશે બોર્ડ પરીક્ષા

    પહેલા ટર્મની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં આયોજિત કરવામાં આવશે. તેમાં બહુવિકલ્પીય પ્રશ્ન (MCQ) હશે જે પાઠ્યક્રમના માત્ર પહેલા ભાગને કવર કરશે. આ પરીક્ષાઓ 90 મિનિટની હશે. CBSE સ્કૂલોને પ્રશ્ન પત્ર અને માર્કિંગ સ્કીમ મોકલશે. પરીક્ષા બહારના પરીક્ષકો અને પર્યવેક્ષકોની દેખરેખમાં આયોજિત કરવામાં આવશે અને પરિણામ બોર્ડને મોકલવામાં આવશે.

    આ પણ વાંચો, Sarkari Naukri 2021: ધોરણ-8થી ધોરણ-10 પાસ માટે બમ્પર સરકારી નોકરીઓ, જાણો તમામ ડિટેલ

    બીજા ટર્મની પરીક્ષાઓ માર્ચ-એપ્રિલ 2022માં બોર્ડ દ્વારા નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો પર આયોજિત કરવામાં આવશે. પરીક્ષામાં વિભિન્ન ફોર્મટના પ્રશ્ન પૂછવામાં આવશે. જેના માટે બે કલાકનો સમય રહેશે. પરંતુ જો સ્થિતિ સામાન્ય ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષાઓ માટે અનુકૂળ નથી તો બીજા ટર્મની પરીક્ષા પણ 90 મિનિટની MCQ પેપરના ફોર્મેટમાં જ હશે.
    Published by:Mrunal Bhojak
    First published: