Home /News /career /CBSEનું મોટું પગલું, ઇસ્લામી સામ્રાજ્યનો ઉદય અને ફૈઝની નઝમો સહિત આ ટોપિક્સ સિલેબસમાંથી હટાવ્યા
CBSEનું મોટું પગલું, ઇસ્લામી સામ્રાજ્યનો ઉદય અને ફૈઝની નઝમો સહિત આ ટોપિક્સ સિલેબસમાંથી હટાવ્યા
ધોરણ 12ના ઇતિહાસ અભ્યાસક્રમમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. (ફાઇલ ફોટો)
CBSE New Syllabus 2022, Faiz Ahmad Faiz, CBSE 10th Syllabus: વિષય તથા પાઠને હટાવવા અંગે પૂછતા અધિકારીઓએ કહ્યું કે, પરિવર્તન અભ્યાસક્રમને તર્કસંગત બનાવવાનો એક ભાગ છે તથા રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન તથા પ્રશિક્ષણ પરિષદ (NCERT)ના સૂચનોને અનુરૂપ છે.
CBSE New Syllabus 2022, Faiz Ahmad Faiz, CBSE 10th Syllabus: કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ધોરણ 11 અને 12નો (CBSE 10th 12th syllabus 2022) ઇતિહાસ (History) તેમજ રાજકીય વિજ્ઞાન (Political Science)નો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. તેમાંથી બિનજોડાણયુક્ત ચળવળ (Non-Aligned Movement), શીતયુદ્ધનો સમય (Cold War era), આફ્રીકી-એશિયાઈ ક્ષેત્રોમાં ઇસ્લામી સામ્રાજ્યનો ઉદય, મુગલ દરબારો (Mughal courts)નો ઇતિહાસ અને ઔધોગિક ક્રાંતિ સાથે સંબંધિત અધ્યાય હટાવી દીધો છે.
એ જ રીતે, ધોરણ 10ના અભ્યાસક્રમમાં 'ખાદ્ય સુરક્ષા' સંબંધિત પ્રકરણમાંથી 'કૃષિ પર વૈશ્વિકરણની અસર' વિષયને હટાવી નાખવામાં આવ્યો છે. આ સાથે 'ધર્મ, સાંપ્રદાયિકતા અને રાજનીતિ-સાંપ્રદાયિકતા ધર્મનિરપેક્ષ રાજ્ય' ખંડમાંથી ફૈઝ અહેમદ ફૈઝની બે ઉર્દૂ કવિતાઓના અનુવાદિત અંશોને પણ આ વર્ષે હટાવી નાખવામાં આવ્યા છે. CBSE એ અભ્યાસક્રમ કન્ટેન્ટમાંથી 'લોકશાહી અને વિવિધતા' પરના પ્રકરણો પણ દૂર કર્યા છે.
વિષય તથા પાઠને હટાવવા અંગે પૂછતા અધિકારીઓએ કહ્યું કે પરિવર્તન અભ્યાસક્રમને તર્કસંગત બનાવવાનો એક ભાગ છે તથા રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન તથા પ્રશિક્ષણ પરિષદ (NCERT)ના સૂચનોને અનુરૂપ છે.
ગયા વર્ષના અભ્યાસક્રમના વિવરણ મુજબ, ધોરણ 11ના ઇતિહાસના અભ્યાસક્રમમાંથી આ વર્ષે હટાવવામાં આવેલ પ્રકરણ 'સેન્ટ્રલ ઇસ્લામિક લેન્ડ્સ' આફ્રિકન-એશિયન પ્રદેશમાં ઇસ્લામિક સામ્રાજ્યના ઉદય અને અર્થતંત્ર તેમજ સમાજ પર તેની અસર વિશે વાત કરે છે.
એ જ રીતે ધોરણ 12ના ઈતિહાસના અભ્યાસક્રમમાં 'ધ મુગલ કોર્ટઃ રિકન્સ્ટ્રક્શન હિસ્ટ્રીઝ થ્રુ ક્રોનિકલ્સ' નામનું પ્રકરણ મુઘલોના સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ઈતિહાસના પુનર્નિર્માણના સંબંધમાં મુઘલ અદાલતોના ઈતિહાસ વિશે વાત કરે છે.
વર્ષ 2022-23 શૈક્ષણિક સત્ર માટે શાળાઓ સાથે શેર કરેલ અભ્યાસક્રમ ગયા વર્ષે લેવામાં આવેલી એક સત્રમાં બે ભાગની પરીક્ષામાંથી એક જ બોર્ડની પરીક્ષામાં પાછા જવાના બોર્ડના નિર્ણયનો સંકેત પણ આપે છે.
જો કે, કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને એક વખતના વિશેષ પગલા તરીકે બે ટર્મમાં પરીક્ષા યોજવાની સિસ્ટમની જાહેરાત કરવામાં આવી હતી. બોર્ડના અધિકારીઓએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સમયસર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘CBSE ધોરણ 9 થી 12 માટે વાર્ષિક અભ્યાસક્રમ પ્રદાન કરે છે જેમાં શૈક્ષણિક સામગ્રી, પરીક્ષા માટેનો અભ્યાસક્રમ, શૈક્ષણિક અભ્યાસ અને મૂલ્યાંકન માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે. હિતધારકો અને અન્ય વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બોર્ડ શૈક્ષણિક સત્ર 2022-23ના અંતમાં મૂલ્યાંકનની વાર્ષિક યોજના હાથ ધરવાની તરફેણમાં છે અને તે મુજબ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.’ જો કે, આ પ્રથમ વખત નથી કે બોર્ડે દાયકાઓથી અભ્યાસક્રમનો વિષય રહેલા પાઠને હટાવ્યા હોય.
અભ્યાસક્રમને તર્કસંગત બનાવવાના પોતાના નિર્ણયના ભાગરૂપે CBSEએ 2020માં જાહેરાત કરી હતી કે વર્ગ 11ના પોલિટિકલ સાયન્સના પાઠયપુસ્તકમાં સંઘવાદ, નાગરિકતા, રાષ્ટ્રવાદ અને બિનસાંપ્રદાયિકતા પરના પ્રકરણોને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે નહીં જેનાથી એક મોટો વિવાદ સર્જાયો હતો. આ વિષયો 2021-22 શૈક્ષણિક સત્રમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા અને અભ્યાસક્રમના ભાગ બન્યા.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર