CBSEની નવી પહેલઃ DADS પોર્ટલ પર મળશે ડુપ્લિકેટ માર્કશીટ, આવી રીતે કરો અપ્લાય

CBSEની ક્ષેત્રીય ઓફિસના ધક્કા ખાવાથી મળી મુક્તિ, સ્ટુડન્ટ્સ આ પાંચ સ્ટેપથી મેળવી શકશે ડુપ્લિકેટ અકેડેમિક ડોક્યુમેન્ટ્સ

CBSEની ક્ષેત્રીય ઓફિસના ધક્કા ખાવાથી મળી મુક્તિ, સ્ટુડન્ટ્સ આ પાંચ સ્ટેપથી મેળવી શકશે ડુપ્લિકેટ અકેડેમિક ડોક્યુમેન્ટ્સ

  • Share this:
    CBSE launches DADS: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (Central Board of Secondary Education- CBSE)એ ડિજિટલ કાર્યશૈલી અપનાવતાં વધુ એક પહેલ કરી છે. CBSEએ ડુપ્લિકેટ અકેડેમિક ડોક્યુમેન્ટ સિસ્ટમ (Duplicate Academic Document System) નામથી એક પોર્ટલ લૉન્ચ કર્યું છે. આ પોર્ટલના માધ્યમથી સ્ટુડન્ટ્સ પોતાની ડુપ્લિકેટ માર્કશીટ (Duplicate Mark Sheet), માઇગ્રેશન સર્ટિફિકેટ (Migration Certificate) જેવા અકેડેમિક ડોક્યુમેન્ટ્સ (Academic Documents) સ્કૂલ કે CBSEની ક્ષેત્રિય ઓફિસના ધક્કા ખાધા વગર ઘરે બેઠા મેળવી શકશે. જો કોઈ સ્ટુડન્ટ (CBSE Students) ની માર્કશીટ ખોવાઈ ગઈ છે કે ફાટી ગઈ છે તો તે આ પોર્ટલની મદદથી માર્કશીટ અને બીજા અકેડેમિક ડોક્યુમેન્ટ્સની ડુપ્લિકેટ કોપી સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.

    CBSEના સ્ટુડન્ટ્સને આ પહેલા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની ક્ષેત્રિય ઓફિસ જવું પડતું હતું, જ્યાં ફોર્મ ભરીને તથા બેંકમાં ચાર્જ ભર્યા બાદ અરજી કરવાની રહેતી હતી. આ ઉપરાંત વૈકલ્પિક રીતે પોસ્ટના માધ્યમથી ફોર્મ અને બેંક ડ્રાફ્ટ મોકલીને અરજી કરવાની રહેતી હતી. હવે કોરોના કાળમાં સ્ટુડન્ટ્સ પોતાના ઘરે રહીને જ આ બધી સુવિધાઓ ઓનલાઇન પ્રાપ્ત કરી શકશે.

    આ પણ વાંચો, CBSE Board Result 2021: ધો-10, ધો-12ના પરિણામ તૈયાર કરવા સીબીએસઇએ જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

    DADS પોર્ટલ પર અકેડેમિક ડોક્યુમેન્ટ્સ મેળવવા માટે ભરો આ પાંચ સ્ટેપ...

    પહેલું સ્ટેપ-
    સૌથી પહેલા સ્ટુડન્ટ્સને ઓફિશિયલ વેબસાઇટ www.cbse.nic.in પર લોગ ઇન કરવાનું રહેશે.
    બીજું સ્ટેપ- હવે આ https://cbseit.in/cbse/web/dads/home.aspx લિંક પર અરજી કરવાની રહેશે.
    ત્રીજું સ્ટેપ- અરજી કર્યા બાદ ક્ષેત્રીય ઓફિસમાં અરજી પ્રાપ્ત થતાં તેઓ શૈક્ષણિક દસ્તાવેજોને પ્રિન્ટ કરશે અને તેને સ્પીડ પોસ્ટના માધ્યમથી અરજીકર્તાને મોકલશે.
    ચોથું સ્ટેપ- સ્ટુડન્ટ્સને એક ટ્રેકિંગ સિસ્ટમ અરજીના સમયે મોકલવામાં આવેલી વિગતો પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
    પાંચમું સ્ટેપ- આ પોર્ટલ સ્ટુડન્ટ્સને ડિજિટલ કોપીની સાથોસાથ શૈક્ષણિક દસ્તાવેજોની એક પ્રિન્ટ કોપી પસંદ કરવાનો વિકલ્પ આપશે.

    આ પણ વાંચો, Exclusive: GISP: અભ્યાસ કરવા વિદેશ જનારા સ્ટુડન્ટ્સને સરકારની ગિફ્ટ, એક પોર્ટલ પર મળશે તમામ સવાલોના જવાબ

    નોંધનીય છે કે, વર્ષ 2017 કે ત્યારબાદ લેવામાં આવેલી CBSEની પરીક્ષા માટે ડિજિટલ સર્ટિફિકેટ ડિજિલોકર મળી શકે છે. આ એપમાં લોગ-ઇન કરી સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકાય છે. જે સ્ટુડન્ટ્સે 2016 કે તે પહેલા પરીક્ષા આપી છે તેઓ આ પોર્ટલની મદદથી અરજી કરી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: