નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી દરમિયાન આજે સીબીએસઇ (CBSE)એ ધોરણ-12ના સ્ટુડન્ટ્સ (Class-12 Students)ને પાસ કરવા માટે મૂલ્યાંકન નીતિ (Evaluation Criteria) રજૂ કરી. સીબીએસઇએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું ક , ધોરણ-12ના સ્ટુડન્ટ્સનું પરિણામ કયા આધાર પર તૈયાર કરવામાં આવશે અને પરિણામની જાહેરાત ક્યાં સુધીમાં કરવામાં આવશે. સીબીએસઇ તરફથી રજૂ કરવામાં આવેલા ફોર્મ્યૂલા મુજબ ધોરણ-12ના સ્ટુડન્ટ્સ મળનારા માર્ક્સની ગણતરી જાતે કરી શકે છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ પરિષદ (CBSE)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે અગાઉના વર્ષોની માર્કિંગના આધારને જોઈને નક્કી કરવામાં આવ્યું છે કે ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12ના ઇન્ટરનલ માર્ક્સના આધાર પર ધોરણ-12ના સ્ટુડન્ટ્સનું પરિણામ તૈયાર કરવામાં આવશે. ધોરણ-10ના પરિણામ માટે 5 વિષય લેવામાં આવ્યા છે અને 3 વિષયોના સર્વશ્રેષ્ઠ માર્સ્ટ લેવામાં આવશે. આવી જ રીતે ધોરણ-11ના મંથલી ટેસ્ટ સહિત ફાઇનલ પરીક્ષાઓ માટે 5 વિષયના સરેરાશ માર્ક્સ ગણવામાં આવશે. આ ઉપરાંત ધોરણ-12ના પ્રી-બોર્ડ ટેસ્ટ અને પ્રેક્ટિકલ માર્ક્સના આધાર પર પરિણામ તૈયાર કરવામાં આવશે. સીબીએસઇ તરફથી જણાવેલા ફોર્મ્યૂલાના આધારે ધોરણ-12ના સ્ટુડન્ટ્સ પોતાના માર્ક્સ જાતે જ ગણી શકે છે.
CBSE told the Supreme Court that the Class XII results will be decided on the basis of performance in Class 10 (30% weightage), Class 11 (30% weightage) & Class 12 (40% weightage). https://t.co/EYCaCWZpi4
CBSE તરફથી સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો આ ફોર્મ્યૂલા
સીબીએસઇએ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ધોરણ-10ના ટોપ 3 વિષયોના આધાર પર 30 ટકા, ધોરણ-11ના આધાર પર 30 ટકા અને ધોરણ-12ના યૂનિટ ટેસ્ટ વગેરેના આધાર પર 40 ટકા માર્ક્સ આપીને ધોરણ-12ના સ્ટુડન્ટ્સને પાસ કરવામાં આવશે. ધોરણ-12ના પરિણામની જાહેરાત 31 જુલાઈ 2021 સુધીમાં કરી દેવામાં આવશે. આ પણ વાંચો, આપની પાસે છે 1, 5 અને 10 રૂપિયાની આ નોટ? તો મળી શકે છે પૂરા 1 લાખ, જાણો કેવી રીતે
નોંધનીય છે કે, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની બેન્ચે બોર્ડના પ્રસ્તાવ પર સૈદ્ધાંતિક સહમતિ આપી દીધી છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે CBSE અને ICSEને પોતાની વેબસાઇટો પર મૂલ્યાંકન યોજના અપલોડ કરવાના નિર્દેશ આપ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર