Home /News /career /

CBSE 12th Result 2022: CBSEએ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું, આવી રીતે ચેક કરો રિઝલ્ટ

CBSE 12th Result 2022: CBSEએ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું, આવી રીતે ચેક કરો રિઝલ્ટ

સીબીએસઈના (CBSE)12માં ધોરણનું પરિણામ results.cbse.nic.in, cbse.gov.in પર ઓનલાઇન ચેક કરી શકાશે

CBSE 12th Result 2022: સીબીએસઈએ બોર્ડ રિઝલ્ટ જાહેર કરી દીધું છે પણ સ્ટુડન્ટ્સનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહીં. ફક્ત 0.1 ટકા તે વિદ્યાર્થીઓને યોગ્યતા પ્રમાણ પત્ર આપવામાં આવશે

    CBSE Class 12th Result 2022 : કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ, સીબીએસઈએ ધોરણ-12માં ધોરણના પરિણામની (CBSE Class 12th Result 2022) જાહેરાત કરી છે. સીબીએસઈના (CBSE)12માં ધોરણનું પરિણામ results.cbse.nic.in, cbse.gov.in પર ઓનલાઇન ચેક કરી શકાશે. આ સાથે સ્ટુડન્ટ્સ પોતાના પરિણામ ડિજિલોકર ઉપર પણ ચેક કરી શકશે. આ વર્ષ 92.71 ટકા રિઝલ્ટ આવ્યું છે. ગત વર્ષે 99.37 ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા હતા.

    આ વર્ષે સીબીએસઇની 12માં ધોરણની પરીક્ષા 2 ટર્મમાં યોજાઇ હતી. પ્રથમ અને બીજા ટર્મની પરીક્ષામાં લગભગ 16 લાખ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. બીજા ટર્મની પરીક્ષા 26 એપ્રિલ 2022થી 15 જૂન 2022 સુધી ઓફલાઇન મોડમાં યોજાઇ હતી.

    આવી રીતે ચેક કરો પરિણામ

    - CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જાવ
    - હોમેપેજ પર Result લિંક પર ક્લિક કરો.
    - એક નવું પેજ ખુલશે. જ્યાં જરૂરી વિગતો ભરો.
    - તમારું CBSE Class 12th Result 2022 સ્ક્રીન પર જોવા મળશે.

    આ પણ વાંચો - ઑલ ઇન્ડિયા ટોપર અનિકા ગુપ્તા બનવા માંગે છે ડૉક્ટર, જાણો કેવી રીતે બની નંબર-1

    Digi Locker પર આવી રીતે ચેક કરો પરિણામ

    - ઓફિશિયલ વેબસાઇટ digilocker.gov.in પર જાવ
    - આધાર નંબર અને માંગવામાં આવેલી જાણકારી સબમિટ કરી લોગ ઇન કરો.
    - CBSE 12th results 2022 ફાઇલ પર ક્લિક કરો.
    - હવે તમારા સ્ક્રીન પર માર્કશીટ જોવા મળશે. તેને ચેક કરો અને ડાઉનલોડ કરી લો.

    CBSE Result 2022 - આ સાઇટ પર જોવા મળશે રિઝલ્ટ

    cbseresults.nic.in
    results.cbse.nic.in
    results.gov.in
    DigiLocker

    આ પણ વાંચો - DRDOથી લઈને અગ્નિવીર સુધીના રિક્રુટમેન્ટ થયા શરુ, આ અઠવાડિયે આ નોકરીઓ માટે કરી શકો છો અરજી

    કોઇ મેરેટ લિસ્ટ આવશે નહીં

    સીબીએસઈએ બોર્ડ રિઝલ્ટ જાહેર કરી દીધું છે પણ સ્ટુડન્ટ્સનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહીં. ફક્ત 0.1 ટકા તે વિદ્યાર્થીઓને યોગ્યતા પ્રમાણ પત્ર આપવામાં આવશે જેમણે સૌથી વધારે પોઇન્ટ મેળવ્યા છે. આ સિવાય કોઇને પ્રમાણ પત્ર આપવામાં આવશે નહીં.

    આ આધાર પર બન્યું પરિણામ

    સીબીએસઈ બોર્ડ ટર્મ વનની પરીક્ષાના 30 ટકા અને ટર્મ બે ની પરીક્ષાના 70 ટકા ગુણ મિલાવીને ફાઇનલ રિઝલ્ટ બનાવવામાં આવ્યું છે. પ્રેક્ટિકલના નંબરનું મૂલ્ય બન્ને ટર્મમાં બરાબર લેવામાં આવ્યું છે. સ્ટુડન્ટ્સ ઘણા સમયથી વિચારી રહ્યા હતા કે આખરે પરિણામ કયા આધારે બનાવવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: CBSE, Cbse board, CBSE Results

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन