CBSE Board 10th Result 2021 Live: સીબીએસઈ ધોરણ-10નું પરિણામ જાહેર, ત્રિવેન્દ્રમ સૌથી આગળ

પ્રતીકાત્મક તસવીર.

CBSE Board 10th Result 2021: આખરે આજે સીબીએસઈ ધોરણ-10નું રિઝલ્ટ જાહેર કરશે. તમે આ રીતે ચેક કરી શકો છો.

  • Share this:
    નવી દિલ્હી: CBSE 10th Result 2021: સીબીએસઈ તરફથી ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ધોરણ-10ના 18 લાખથી વધારે વિદ્યાર્થીઓને રાહત થઈ છે. બોર્ડના કહેવા પ્રમાણે મંગળવારે 12 વાગ્યે પરિણામ જાહેર થઈ ગયું છે.  કોરોનાને પગલે સીબીએસઈ (CBSE) તરફથી ધોરણ-10ની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જેનું પરિણામ હવે જાહેર થયું છે. દેશભરમાંથી 18 લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ (Students)એ ધોરણ-10ની પરીક્ષા આપી હતી. તમારું પરિણામ ચેક કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો. સાથે જ રિઝલ્ટમાં કોઈ ભૂલ નથી તેની પણ ખાતરી કરી લો.

    આ વખતે કેન્દ્રીય વિદ્યાલયોનું પરિણામ 100% રહ્યું છે. જ્યારે દિલ્હી ક્ષેત્રમાં 98.19% વિદ્યાર્થી પાસ થયા છે. વિદેશી વિદ્યાર્થીઓનું પરિણામ 99.92% રહ્યું છે. પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 98.89% અને વિદ્યાર્થિનીઓની સંખ્યા 99.29% છે.

    ક્ષેત્ર પ્રમાણે આ વખતે સીબીએસઈ 10ના પરિણામમાં ત્રિવેન્દ્રમ સૌથી આગળ રહ્યું છે. અહીં 99.99% વિદ્યાર્થી પાસ થયા છે. જે બાદમાં બેંગલુરુ, ચેન્નાઈ, પુણે, અજમેર, પટના, ભુવનેશ્વર, ભોપાલ, છત્તીસગઢ, દેહરાદૂન, પ્રયાગરાજ, નોઇડા, દિલ્હી પશ્ચિમ, દિલ્હી પૂર્વ અને ગૌહાટી રહ્યા છે.

    CBSE 10th Board Result 2021: આ રીતે ચેક કરો ધોરણ-10નું પરિણામ

    સ્ટેપ 1- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર જાઓ.
    સ્ટેપ 2- " CBSE 10th Board Result 2021" પર ક્લિક કરો.
    સ્ટેપ 3- માંગેલી જાણકારી ભરો.
    સ્ટેપ 4- રિઝલ્ટ આપની સામે હશે.
    સ્ટેપ 5- તેને ડાઉનલોડ કરી દો.
    સ્ટેપ 6- તમે ઈચ્છો તો ભવિષ્ય માટે પ્રિન્ટઆઉટ કાઢી શકો છો.

    પરિણામમાં કોઈ ભૂલ નથી તે ચકાશો

    બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે વિદ્યાર્થીઓ રિઝલ્ટની અંદર કોઈ ભૂલ નથી તે ચકાશી લે તે જરૂરી છે. વિદ્યાર્થીઓ રિઝલ્ટની અંદર પોતાના નામના સ્પેલિંગ બરાબર છે કે નહીં, માર્ક્સની ગણતરી યોગ્ય રીતે થઈ છે કે નહીં, પાસ તેમજ નપાસનું સ્ટેટસ બરાબર છે કે નહીં તે ચકાશી લે તે જરૂરી છે.

    આ પણ વાંચો: 'સોનાની કિંમત પાંચ વર્ષમાં તમામ રેકોર્ડ તોડશે, 10 ગ્રામનો ભાવ 90,000 રૂપિયા થશે'

    CBSE ધોરણ-10ની બોર્ડ પરીક્ષા 2021 માટે મૂલ્યાંકન માપદંડ 20 માર્કના આંતરિક મૂલ્યાંકન અને સ્કૂલો દ્વારા કરવામાં આવેલા 80 માર્કના બહારના મૂલ્યાંકન પર આધારિત છે. તેનો અર્થ એ છે કે ધોરણ-10નું પરિણામ વર્ષ દરમિયાન સ્કૂલો દ્વારા આયોજિત વિભિન્ન પરીક્ષાઓમાં મળેલા માર્ક્સને આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: Glenmark Life Sciences IPO: શેર લાગ્યા કે નહીં તે આ રીતે ચકાશો







    નોંધનીય છે કે, CBSEએ ધોરણ-12નું પરિણામ શુક્રવારે જાહેર કર્યું હતું. આ વર્ષે સીબીએસઇ ધોરણ-12માં 99.37 ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા છે. કુલ 1304561 સ્ટુડન્ટ્સના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી ક્ષેત્રના અત્યાર સુધી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આ વખતે કુલ 99.84 ટકા નોંધાયું છે. બીજી તરફ, આ વખતે 99.67 ટકા વિદ્યાર્થિનીઓ તથા 99.13 ટકા વિદ્યાર્થી સફળ જાહેર કરવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published: