CBSE 10th, 12th Result Date: સીબીએસઇ બોર્ડ આજે જાહેર કરી શકે છે રિઝલ્ટની તારીખ

CBSE Board 10th, 12th Result 2021: બોર્ડ પરિણામની તારીખની જાહેરાત ઓફિશિયલ નોટિફિકેશનના માધ્યમથી વેબસાઇટ cbseresults.nic.in અને cbse.gov.in પર કરશે

CBSE Board 10th, 12th Result 2021: બોર્ડ પરિણામની તારીખની જાહેરાત ઓફિશિયલ નોટિફિકેશનના માધ્યમથી વેબસાઇટ cbseresults.nic.in અને cbse.gov.in પર કરશે

  • Share this:
    CBSE Board 10th, 12th Result 2021: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન તરફથી ધોરણ-12 અને ધોરણ-10ના પરિણામ જાહેર કરવાની તારીખને લઈ સ્ટુડન્ટ્સમાં ખૂબ ઉત્સુક્તા જોવા મળી રહી છે. બોર્ડ પરિણામની તારીખની જાહેરાત ઓફિશિયલ નોટિફિકેશનના માધ્યમથી વેબસાઇટ cbseresults.nic.in અને cbse.gov.in પર કરશે.

    આ સપ્તાહે પરિણામની જાહેરાત

    મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સીબીએસઇ બોર્ડના સ્ટુડન્ટ્સની ઇંતજારની ઘડીઓ ત્રણ દિવસની અંદર એટલે કે 30 જુલાઈ સુધીમાં સમાપ્ત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ પણ સીબીએસઇ (CBSE)ને પરિણામ જાહેર કરવા માટે 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. એવામાં આશા છે કે સીબીએસઇ આ સપ્તાહ પરિણામની ઘોષણા કરી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો બોર્ડ આજે પરિણામ જાહેર કરવાની તારીખ જાહેર કરી શકે છે.

    આ પણ વાંચો, CBSE New Syllabus: ધોરણ-9થી ધોરણ-12 માટે સંશોધિત સિલેબસ જાહેર, હવે બે ભાગમાં યોજાશે પરીક્ષા

    આ પહેલા CBSE ધોરણ-10 બોર્ડ પરીક્ષાનું પરિણામ 20 જુલાઈ સુધી જાહેર કરવાની શક્યતા હતી. પરંતુ ત્યારે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે, આ અસાધારણ પરિસ્થિતિઓ છે. આ વર્ષે પરિણામમાં વિલંબ થઈ રહ્યો છે કારણે પ્રક્રિયા વિસ્તૃત છે અને સ્કૂલો સહિત તમામ માટે નવી પદ્ધતિ છે.

    CBSE 10th Result 2021: શિક્ષણ મંત્રી કરશે તારીખોની જાહેરાત

    ગત વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષણ મંત્રી ધોરણ-10 અને ધોરણ-12ના પરિણામની તારીખ અને સમયની જાહેરાત કરી શકે છે. આ પહેલા શુક્રવારે CBSE ધોરણ-10ના પરિણામની એક લિંક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જોકે બોર્ડના અધિકારીઓએ સ્પષ્ટ કરી દીધું હતું કે લિંક નકલી હતી.

    આ પણ વાંચો,
    Sarkari Naukri 2021: કોલ ઈન્ડિયા, બેંક સહિત અનેક વિભાગોમાં નોકરીની તક, જાણો અરજી કરવાની પ્રક્રિયા


    CBSE 10th Result 2021: મૂલ્યાંકન પ્રક્રિયા

    કોરોના મહામારીના કારણે CBSEને આ વર્ષની બોર્ડ પરીક્ષાઓ રદ કરવી પડી હતી. તેથી બોર્ડ વૈકલ્પિક મૂલ્યાંકન નીતિના આધાર પર પરિણામ જાહેર કરશે. ધોરણ-10ના સ્ટુડન્ટ્સનું મૂલ્યાંકન સ્કૂલ સ્તર પર આયોજિત વિવિધ પરીક્ષાઓના આધાર પર કરવામાં આવશે. બીજી તરફ, ધોરણ-12નું મૂલ્યાંકન- ધોરણ-10 અને ધોરણ-11માં પ્રાપ્ત માર્ક્સનો પણ આધાર રાખવામાં આવશે.
    Published by:Mrunal Bhojak
    First published: