CBSE Class 10 English Exam Analysis 2022, CBSE 10th English Paper, CBSE Board Exam 2022: કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ)ની પરીક્ષાઓ શરુ થઈ ગઈ છે. ધોરણ 10ની બીજી ટર્મની પરીક્ષા 24 મે સુધી અને ધોરણ 12ની 15મી જૂન સુધી લેવામાં આવશે. સીબીએસઇ બોર્ડ ધોરણ 10ની ગઈ કાલે અંગ્રેજીની પરીક્ષા હતી. મોટાભાગના સ્ટુડન્ટ્સે અંગ્રેજીની પરીક્ષાને ઈઝી ટુ મોડરેટ ગણાવી છે. તેમના મુજબ પ્રશ્નપત્ર તેમની અપેક્ષાથી વધારે ઇઝી હતું અને તે સોલ્વ કરવામાં તેમને વધારે મુશ્કેલી ન પડી.
CBSE બોર્ડ ટર્મ 1 એક્ઝામ બાદ દરેક વિષયની આન્સર કી બહાર પાડવામાં આવી હતી. એવામાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે CBSE ટર્મ 2 પરીક્ષાની આન્સર કી (CBSE Term 2 Exam Answer Key) પણ બહાર પાડવામાં આવશે. તેની મદદથી સ્ટુડન્ટ્સ તેમના પરફોર્મન્સનું મૂલ્યાંકન કરી શક્શે અને તેમના માર્ક્સનો અંદાજો લગાવી શક્શે. CBSE બોર્ડના ધોરણ 10માનું પેપર ત્રણ વિભાગમાં વહેંચાયેલું હતું. જે વિદ્યાર્થીઓએ સેમ્પલ પેપરમાંથી પ્રેક્ટિસ કરી હતી તેમના માટે આ પેપર ખૂબ જ સરળ રહ્યું.
આ રીતે ચેક કરો સીબીએસઈ બોર્ડ પેપર આન્સર કી (How to Check CBSE Board Paper Answer Key)
સીબીએસઈ બોર્ડ ધોરણ 10માના અંગ્રેજી પેપરની આન્સર કી (CBSE Class 10 English Paper Answer Key) ઓફિશિયલ વેબસાઇટ cbseacademic.nic.in પર અપલોડ કરવામાં આવશે. બધા સ્ટૂડન્ટ્સ આ સાઇટ પર આન્સર કી ચેક કરી શકે છે.
1. સ્ટૂડન્ટ્સ સીબીએસઈ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ cbseacademic.nic.in પર જાય.
2. હોમપેજ પર દેખાતા પ્રશ્નપત્ર ટેબ પર ક્લિક કરે.
3. ત્યાં CBSE ધોરણ 10 અંગ્રેજી સાહિત્ય અને ભાષા પ્રશ્નપત્રની આન્સર કી સર્ચ કરે.
4. CBSE ક્લાસ 10 અંગ્રેજી સાહિત્ય અને ભાષા પ્રશ્નપત્રની આન્સર કી ટર્મ 2 PDF ફોર્મેટમાં ઉપલબ્ધ હશે.
5. CBSE ક્લાસ 10 અંગ્રેજી સાહિત્ય અને ભાષા પ્રશ્નપત્રની આન્સર કી ટર્મ 2 ડાઉનલોડ કરો.
6.જો તમે ઇચ્છો તો ફ્યૂચર રેફરન્સ માટે તમે તેની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો.