Home /News /career /CBSE, CISCE Board Exams 2023: આ મહિનામાં જાહેર થઇ શકે છે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખો
CBSE, CISCE Board Exams 2023: આ મહિનામાં જાહેર થઇ શકે છે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખો
CBSE CISCE Board Exams 2023
CBSE, CISCE Board Exams 2023: CBSE બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી લેવામાં આવશે, CISCEએ કહ્યું છે કે તે ફેબ્રુઆરી/માર્ચમાં પરીક્ષાઓનું આયોજન કરી રહ્યાં છે. વિગતવાર ડેટ શીટ નવેમ્બર સુધીમાં બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) અને કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) આ મહિનાના અંત સુધીમાં ધોરણ 10 અને 12 ની 2023 ની બોર્ડ પરીક્ષા (Board Exams 2023) માટે ટાઇમ ટેબલ જાહેર કરે તેવી અપેક્ષા છે.
CBSE બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી લેવામાં આવશે, CISCEએ કહ્યું છે કે તે ફેબ્રુઆરી/માર્ચમાં પરીક્ષાઓનું આયોજન કરી રહ્યાં છે. વિગતવાર ડેટ શીટ નવેમ્બર સુધીમાં બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.
સામાન્ય રીતે, તારીખ પત્રક પરીક્ષાના 45 દિવસ પહેલા બહાર પાડવામાં આવે છે પરંતુ તે આ વખતે વહેલા બહાર પાડવામાં આવી શકે છે. એકવાર જાહેર થયા પછી, CBSE ધોરણ 10- 12ની પરીક્ષાઓ માટે સમયપત્રક બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ્સ cbse.nic.in કે cbse.gov.in પર અને ICSE અને ISC વિદ્યાર્થીઓ માટે cisce.org પર ઉપલબ્ધ થશે. જ્યારે ગયા વર્ષે પરીક્ષા બે ભાગોમાં લેવામાં આવી હતી તેનાથી વિપરીત, બંને કેન્દ્રીય બોર્ડ આ વખતે કોવિડ પહેલાના સમયની જેમ વાર્ષિક ધોરણે પરીક્ષાઓ યોજશે.
ICSE અને ISC પરીક્ષાઓના અભ્યાસક્રમમાં પસંદગીના વિષયોમાં સુધારો કરવામાં આવ્યો છે. જ્યારે CBSEએ પણ અભ્યાસક્રમમાં સુધારો કર્યો છે અને તેને ઘટાડ્યાના લગભગ બે વર્ષ બાદ 100 ટકા અભ્યાસક્રમ સાથે પરીક્ષાઓ યોજી રહી છે. 2023 માટે પરીક્ષાઓને વધુ યોગ્યતા-આધારિત અને ઓછા ક્રેમિંગ-આધારિત બનાવવા માટે ઇન્ટરનલ ચોઈસ પ્રશ્નો વધારવા સાથે CBSE માં પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર થશે.
2023 ની CBSE અને CISCE બોર્ડની પરીક્ષાઓ 80 માર્કસની અને 20 ટકા માર્કસ ઇન્ટરનલ એસેસમેન્ટ અથવા પ્રેક્ટિકલથી લેવામાં આવશે. બંને બોર્ડે સેમ્પલ પેપર્સ પહેલાથી જ બહાર પાડી દીધા છે.
સત્ર 2022-23 માટે CBSE પ્રેક્ટિકલ પરીક્ષાઓ, પ્રોજેક્ટ અથવા આંતરિક મૂલ્યાંકન 1 જાન્યુઆરીથી સુનિશ્ચિત થયેલ છે. શિયાળાની સીઝનને કારણે જાન્યુઆરી મહિનામાં કેટલીક શાળાઓ જે ઠંડા વિસ્તારોમાં આવેલી છે તે બંધ રહેવાની ધારણા છે, તેથી તેમનું પ્રેક્ટિકલ પ્રીપોન કરવામાં આવ્યું છે. તે 15 નવેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાન યોજાશે. ભીડ ટાળવા અને સામાજિક અંતર જાળવવા માટે, શાળાઓ વિદ્યાર્થીઓને 10 વિદ્યાર્થીઓના પેટા જૂથોમાં બોલાવાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર