Home /News /career /CBSE Board Exams 2023: સીબીએસઇ બોર્ડ પરીક્ષા 2023માં થઈ શકે છે આ મોટા ફેરફાર, વાંચો વિગતે
CBSE Board Exams 2023: સીબીએસઇ બોર્ડ પરીક્ષા 2023માં થઈ શકે છે આ મોટા ફેરફાર, વાંચો વિગતે
CBSE બોર્ડ પરીક્ષાના અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
CBSE Board Exams 2023: એવી રિપોર્ટ્સ સામે આવી છે કે CBSE દ્વારા ટર્મ વાઇઝ પરીક્ષા સિસ્ટમને રદ થવાની શક્યતા છે. જો કે ઓછો અભ્યાસક્રમ ચાલુ રહેવાની શક્યતા છે, CBSE બોર્ડ પરીક્ષા આગામી શૈક્ષણિક વર્ષથી માત્ર એક ટર્મ તરીકે લેવામાં આવી શકે છે.
CBSE Board Exams 2023: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ, CBSE તરફથી 'બોર્ડ પરીક્ષા 2023'ની પરીક્ષાઓ 'વર્ષમાં એક વાર'ના પેપરના સ્વરૂપમાં થશે કે bifurcated ટર્મ્સમાં, બોર્ડ દ્વારા હજુ સુધી આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી નથી. CBSEએ કહ્યું છે કે બોર્ડ અને તેના અધિકારીઓએ હજુ સુધી આ અંગે અંતિમ નિર્ણય નથી લીધો કે આગામી શૈક્ષણિક વર્ષ કેવું રહેશે.
આ દરમિયાન રિપોર્ટ્સ સામે આવી છે કે CBSE દ્વારા ટર્મ વાઇઝ પરીક્ષા સિસ્ટમને રદ થવાની શક્યતા છે. જો કે ઓછો અભ્યાસક્રમ ચાલુ રહેવાની શક્યતા છે, CBSE બોર્ડ પરીક્ષા આગામી શૈક્ષણિક વર્ષથી માત્ર એક ટર્મ તરીકે લેવામાં આવી શકે છે.
અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય
2020માં, COVID-19 મહામારીને કારણે CBSE એ વિદ્યાર્થીઓને થોડી રાહત આપવા માટે 10મા 12મા બોર્ડની પરીક્ષાનો અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય લીધો હતો. જ્યારે તે સમયે મુખ્ય પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી, ત્યારે CBSE એ પછીથી મૂલ્યાંકનની વૈકલ્પિક ટર્મ મુજબ સિસ્ટમ રજૂ કરી હતી, જે અન્ય ઘણા રાજ્ય બોર્ડ દ્વારા પણ અપનાવવામાં આવી હતી.
2021માં CBSE શૈક્ષણિક સત્રને બે ટર્મમાં વિભાજિત કરવાની નીતિ લઈને આવ્યું હતું. બોર્ડે બોર્ડની પરીક્ષાઓ યોજવા માટે અલગ-અલગ રીતની જાહેરાત કરી હતી. જો કે, તે બધાને 'એક વખતના સોલ્યુશન' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિ સામાન્ય થવા સાથે, આગામી શૈક્ષણિક વર્ષ માટે CBSE બોર્ડ પરીક્ષા પેટર્ન પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
પરીક્ષા બે ટર્મમાં આયોજિત
એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાઓ બે ટર્મમાં યોજવાનો નિર્ણય મહામારીને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો, જ્યાં 2020-21ના શૈક્ષણિક સત્ર માટે વિદ્યાર્થીઓનું વૈકલ્પિક મૂલ્યાંકન યોજનાનો ઉપયોગ કરીને મૂલ્યાંકન કરવાનું હતું.
CBSE ટર્મ 2 પરીક્ષા 2022 26 એપ્રિલ 2022થી ઓફલાઇન મોડમાં શરૂ થવા જઈ રહી છે. તાજેતરમાં, બોર્ડે જાહેરાત કરી છે કે અંતિમ CBSE પરિણામ 2022 ટર્મ 1 અને ટર્મ 2 માર્કસ પછી જ જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર અપડેટ્સ જોતા રહે. તેમણે CBSE બોર્ડ પરીક્ષા 2023 પરની કોઈપણ પ્રકારની બિનસત્તાવાર માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ કારણ કે હજુ સુધી કંઈ ફાઇનલ કરવામાં આવ્યું નથી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર