CBSE Board Exam 2022 : મૂલ્યાંકન બાદ ટર્મ 2 પરીક્ષાનું વેઇટેજ ઘટી શકે છે, જાણો શું છે કારણ?
CBSE Board Exam 2022 : મૂલ્યાંકન બાદ ટર્મ 2 પરીક્ષાનું વેઇટેજ ઘટી શકે છે, જાણો શું છે કારણ?
પ્રતિકાત્મક તસવીર
CBSE Board Exam 2022: ધોરણ 10 અને 12ની ટર્મ-2ની પરીક્ષાના મૂલ્યાંકનમાં સરેરાશ ગુણ ઓછા હશે તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) વેઇટેજમાં ફેરફાર કરી શકે છે.
CBSE Board Exam 2022, CBSE Term 2 Exam, CBSE Board Result 2022 : ધોરણ 10 અને 12ની ટર્મ-2ની પરીક્ષાના મૂલ્યાંકનમાં સરેરાશ ગુણ ઓછા હશે તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) વેઇટેજમાં ફેરફાર કરી શકે છે. જો કે, બોર્ડ ટર્મ -2 નું મૂલ્યાંકન કર્યા પછી જ વેઇટેજમાં ફેરફાર કરવાનો નિર્ણય લેશે. અગાઉ બોર્ડ દ્વારા ટર્મ -2નું વેઇટેજ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ પરીક્ષા માટે મળેલા ફીડબેકના કારણે તેમાં ઘટાડો થઇ શકે છે.
CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા બે ટર્મમાં લેવામાં આવી રહી છે. CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 24 મે 2022ના રોજ પૂરી થઈ હતી, જ્યારે ધો. 12ની પરીક્ષા આગામી 15 જૂન 2022ના રોજ સમાપ્ત થશે. આ પરીક્ષામાં હાજર રહેનારા વિદ્યાર્થીઓ હવે CBSE બોર્ડ તરફથી તેમના પરિણામોને લઈને ખૂબ જ ચિંતિત છે.
CBSE બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓની જવાબવહી (Answer Copy) 10 જૂન, 2022 સુધીમાં ચકાસી લેવામાં આવશે. આ તારીખને આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, CBSE 2022ના બોર્ડ પરિણામ જાહેર કરવામાં વધુ વિલંબ કરશે નહીં. જોકે, CBSE બોર્ડ ટર્મ 1 અને ટર્મ 2ની મુલ્યાંકન પ્રક્રિયા અંગે હજુ પણ કેટલીક શંકાઓ ઉપજી રહી છે. અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર રિઝલ્ટમાં રેશિયો 30:70 રાખવામાં આવ્યો છે, પરંતુ હવે તેમાં ફેરફાર પણ થઈ શકે છે.
ટર્મ 2 ને મળી શકે છે વધુ વેઈટેજ :
CBSE બોર્ડે ટર્મ 1ની પરીક્ષાના પરિણામની સરખામણીએ ટર્મ 2ને વધુ વેઇટેજ આપવાનો નિર્ણય કર્યો છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, CBSE બોર્ડની ટર્મ 1 પરીક્ષા પેટર્ન ઓબ્જેક્ટિવ રાખવામાં આવી હતી.
જ્યારે ટર્મ 2 પરીક્ષા પેટર્નને સબ્જેક્ટિવ રાખવામાં આવી છે. પરંતુ બોર્ડની પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓના ફીડબેક પરથી લાગે છે કે તેઓ ટર્મ 2ની પરીક્ષાની પેટર્નને લઈને થોડા ચિંતિત છે.
લખવામાં પડી રહી છે મુશ્કેલી
કોરોના વાયરસ મહામારીને કારણે શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ છેલ્લા બે વર્ષથી બંધ હતી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કરતા હતા અને તેમની લખવાની આદત ઘણી હદે છૂટી ગઈ છે.
આ સ્થિતિમાં તેઓ વિગતવાર એટલેકે ડિસ્ક્રિપ્ટિવ જવાબ લખવામાં થોડી મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ જ સલાહ-સૂચનોને ધ્યાનમાં રાખીને બોર્ડના પરિણામને સુધારવા માટે ટર્મ 2ની પરીક્ષાનું વેઇટેજ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર