Home /News /career /

CBSE Board Exam 2022: આ રીતે કરો મેથ્સ વિષયની તૈયારી, પરીક્ષામાં ખૂબ કામ લાગશે આ ટિપ્સ

CBSE Board Exam 2022: આ રીતે કરો મેથ્સ વિષયની તૈયારી, પરીક્ષામાં ખૂબ કામ લાગશે આ ટિપ્સ

CBSE Board Exam 2022: નવી પેટર્ન મુજબ કરો મેથ્સ વિષયની તૈયારી

CBSE Board Exam 2022, CBSE Math Exam Tips: સીબીએસઈ ટર્મ 2 પરીક્ષા (CBSE Term 2 Exam) 26 એપ્રિલ 2022થી શરૂ થઈ રહી છે. જો તમે ગણિત વિષય માટે વધુ સારી તૈયારી કરવા માંગતા હો તો આ ટીપ્સ (CBSE Math Exam Tips) તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

વધુ જુઓ ...
    CBSE Board Exam 2022, CBSE Math Exam Tips: CBSE ટર્મ 2ની પરીક્ષા (CBSE Term 2 Exam)ને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં નવી પરીક્ષા પેટર્ન અનુસાર તમારી તૈયારીમાં સુધારો કરવો જરૂરી છે. CBSE બોર્ડ પરીક્ષા 2022 (CBSE Board Exam 2022) નવી શિક્ષણ નીતિ 2020 (New Education Policy 2020) હેઠળ લેવામાં આવી રહી છે. આમાં પરીક્ષાની પેટર્ન સબ્જેક્ટિવ રાખવામાં આવશે. તમારી માહિતી માટે અમે તમને જણાવીએ કે CBSE ટર્મ 1 પરીક્ષાની પેટર્ન ઓબ્જેક્ટિવ હતી. (CBSE Exam Pattern).

    CBSE ટર્મ 2 (CBSE Term 2 Exam) ની પરીક્ષા 26 એપ્રિલ 2022 થી શરૂ થઈ રહી છે ત્યારે સોશિયલ મીડિયા અને આઉટિંગ્સ વગેરેથી કટ ઓફ થઈને તમારા અભ્યાસ પર તમામ ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે. (CBSE Exam Tips). મોટાભાગના વિદ્યાર્થીઓ ગણિત વિષયથી ખૂબ ડરે છે. જો તમે પણ તેમાંના એક હો અને ગણિત વિષય માટે વધુ સારી તૈયારી કરવા માંગતા હો તો આ ટિપ્સ (CBSE Math Exam Tips) તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

    આ પણ વાંચો: CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, જાણો એડમિટ કાર્ડ કઈ રીતે મળશે?

    1- NCERT પુસ્તકો મારફતે CBSE ગણિત પરીક્ષાની તૈયારી કરો. NCERT પુસ્તકો ખૂબ જ સરળ ભાષામાં છે. પુસ્તકમાં આપેલા દરેક પ્રશ્નનું નિરાકરણ કરો.

    2- ગણિત વિષયની તૈયારી કરતી વખતે ટાઇમ મેનેજમેન્ટ (Time Management) ની કળા સમજવી ખૂબ જ જરૂરી છે. આ માટે મોક ટેસ્ટ (CBSE Mock Test) આપો અને પાછલા વર્ષના પેપર સોલ્વ કરો.

    3- ગણિતના તમામ પ્રશ્નો સૂત્ર પર આધારિત છે. તમે તેમની જેટલી વધુ પ્રેક્ટિસ કરશો તેટલા સારા માર્ક્સ તમને પરીક્ષામાં મળશે. (Math Exam Tips).

    4- યાદ રાખવા માટેના તમામ ફોર્મ્યુલાની યાદી બનાવો અને તેને તમારા રૂમની દિવાલ પર ચોંટાડી દો. આમ કરવાથી રૂમમાં આવતા-જતા તેના પર નજર જશે અને તે રીતે મગજમાં યાદ રહી જશે.

    આ પણ વાંચો: CBSE બોર્ડ 10મા ધોરણના મુખ્ય વિષયોના મોડેલ પેપર અને તેના જવાબો

    બોર્ડની પરીક્ષામાં તણાવમુક્ત રહેવા માટે આ ટિપ્સને અનુસરો

    1- કોઈ પણ પ્રકારના માનસિક તણાવ સાથે બોર્ડની પરીક્ષાની તૈયારી ન કરવી જોઈએ.

    2- વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પરીક્ષાના પરિણામ વિશે તેમની વિચારસરણી હકારાત્મક રાખે.

    3- મનને સકારાત્મક અને શાંત રાખવા માટે યોગ કરો. આ માટે ધીમા ઊંડા શ્વાસ લો અને શ્વાસને 1-2 સેકન્ડ સુધી રોકી રાખો. ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો.

    4- બાળકોના માતા-પિતાએ પણ આ સમયે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ.

    5- બોર્ડની પરીક્ષાની તૈયારી કરતી વખતે પૂરતી ઊંઘ લો અને તમારી દિનચર્યા નિયમિત રાખો.

    6- અભ્યાસ, રમતગમત અને મનોરંજન માટે એક નિશ્ચિત ટાઈમ ટેબલ બનાવો.

    7- જે વિષયની તમે સારી રીતે તૈયારી કરી હો તેના કોઈપણ પ્રકરણો રિવાઇઝ કરો. જે વિષયો સહેલાઈથી ન સમજાતા હોય તેના માટે નિષ્ણાતનું માર્ગદર્શન લો.

    8- પૌષ્ટિક અને સંયમિત ભોજનની ટેવ પાડો. પોતાના પર વધારે દબાણ ન કરો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Career and Jobs, CBSE, CBSE 10th, CBSE 12th, Cbse board, CBSE Board Exams, Education News, Exam Fever 2022

    આગામી સમાચાર