CBSE Board English Paper, CBSE Board Exam Tips, CBSE Term 2 Exam: દેશમાં કોરોના વાયરસના સંક્રમણ (Covid-19)ની સ્થિતિને ધ્યાનમાં રાખતા CBSE બોર્ડ 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ (CBSE Board 10th 12th Exam 2022) બે ટર્મમાં આયોજિત કરી રહ્યું છે. CBSE ટર્મ 2ની પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરૂ થશે. આ વર્ષે CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 24 મે સુધી અને ધોરણ 12ની પરીક્ષા 15 જૂન સુધી ચાલશે. CBSE બોર્ડ ઈંગ્લિશ પેપર (CBSE Board English Paper)ને લઈને કોઈપણ વિદ્યાર્થીએ ગભરાવું જોઈએ નહીં.
કેટલાક વિષયો સ્કોરિંગ (Scoring Subjects) માનવામાં આવે છે. જો એ વિષયોના બેઝિક્સ ક્લિયર હોય તો તમે બોર્ડની પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ મેળવી શકો છો. આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓએ ઈંગ્લિશ પેપરની તૈયારી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અહીં જણાવેલી ટિપ્સથી તમે અંગ્રેજી પેપરમાં ખૂબ જ સરળતાથી સારા માર્ક્સ સ્કોર કરી શકો છે.
બોર્ડની પરીક્ષામાં તણાવમુક્ત રહેવા માટે આ ટિપ્સને અનુસરો
1- કોઈ પણ પ્રકારના માનસિક તણાવ સાથે બોર્ડની પરીક્ષાની તૈયારી ન કરવી જોઈએ.
2- વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પરીક્ષાના પરિણામ વિશે તેમની વિચારસરણી હકારાત્મક રાખે.
3- મનને સકારાત્મક અને શાંત રાખવા માટે યોગ કરો. આ માટે ધીમા ઊંડા શ્વાસ લો અને શ્વાસને 1-2 સેકન્ડ સુધી રોકી રાખો. ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો.
4- બાળકોના માતા-પિતાએ પણ આ સમયે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ.
5- બોર્ડની પરીક્ષાની તૈયારી કરતી વખતે પૂરતી ઊંઘ લો અને તમારી દિનચર્યા નિયમિત રાખો.
6- અભ્યાસ, રમતગમત અને મનોરંજન માટે એક નિશ્ચિત ટાઈમ ટેબલ બનાવો.
7- જે વિષયની તમે સારી રીતે તૈયારી કરી હો તેના કોઈપણ પ્રકરણો રિવાઇઝ કરો. જે વિષયો સહેલાઈથી ન સમજાતા હોય તેના માટે નિષ્ણાતનું માર્ગદર્શન લો.
8- પૌષ્ટિક અને સંયમિત ભોજનની ટેવ પાડો. પોતાના પર વધારે દબાણ ન કરો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર