Home /News /career /CBSE Board Exam 2022: સીબીએસઈ બોર્ડ પરીક્ષા આપતાં પહેલા નોટ કરી લો આ નંબર, ફ્રીમાં 24*7 મળશે મદદ
CBSE Board Exam 2022: સીબીએસઈ બોર્ડ પરીક્ષા આપતાં પહેલા નોટ કરી લો આ નંબર, ફ્રીમાં 24*7 મળશે મદદ
વેજલપુરમાં આવેલા પિયરમાં રહેતી 23 વર્ષીય યુવતીના એકાદ વર્ષ પહેલાં ભીમજીપૂરા ખાતે રહેતા અને દુબઇમાં સેટ થયેલા યુવક સાથે લગ્ન થયા હતા
CBSE Board Exam 2022, CBSE Helpline Number, CBSE Term 2 Exam: CBSE બોર્ડે સતત 25મા વર્ષે વિદ્યાર્થીઓની સમસ્યાઓને દૂર કરવા માટે ટોલ ફ્રી નંબર (CBSE Toll Free Number) જારી કર્યો છે. CBSE બોર્ડના 10મા અને 12માના વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ઘણીવાર તણાવનો શિકાર બને છે. આવી સ્થિતિમાં તેમની મદદ માટે CBSE બોર્ડે આ પહેલ શરૂ કરી હતી.
CBSE Board Exam 2022, CBSE Helpline Number, CBSE Term 2 Exam: કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ)ની પરીક્ષાઓ શરુ થઈ ગઈ છે. ધોરણ 10ની બીજી ટર્મની પરીક્ષા 24 મે સુધી અને ધોરણ 12ની એક્ઝામ 15મી જૂન સુધી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખતા CBSE બોર્ડ પરીક્ષા 2022 (CBSE Board Exam 2022) બે ટર્મમાં આયોજિત કરવામાં આવી છે.
આ વખતે છે સબ્જેક્ટિવ એક્ઝામ પેટર્ન
CBSE ટર્મ 1 પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં યોજાઈ હતી અને તેની એક્ઝામ પેટર્ન ઓબ્જેક્ટિવ હતી. જ્યારે બીજી ટર્મની એક્ઝામ પેટર્ન (CBSE Exam Pattern) સબ્જેક્ટિવ રાખવામાં આવી છે અને એટલે જ ઘણાં સ્ટુડન્ટ્સને મુશ્કેલી થઈ રહી છે. બે વર્ષથી ઓનલાઇન સ્ટડીને કારણે વિદ્યાર્થીઓની એક્ઝામ લખવાની આદત પર ઘણી અસર પડી છે અને તેઓ તણાવ અનુભવી રહ્યા છે.
સીબીએસઈ ટર્મ 2 પરીક્ષામાં બેસનારા સ્ટુડન્ટ્સ માટે બોર્ડ દ્વારા ફ્રી હેલ્પલાઇન નંબર (CBSE Helpline Number) જારી કરવામાં આવ્યો છે. સ્ટુડન્ટ્સની મદદ કરવા માટે સીબીએસઈ બોર્ડે આ પગલું સતત 25મી વખત ઉઠાવ્યું છે. આ હેલ્પલાઇન નંબર (CBSE Toll Free Number) પર કોલ કરીને સ્ટુડન્ટ્સ બોર્ડ પરીક્ષાને લઇને પોતાના ડિપ્રેશન સંબંધિત સમસ્યાઓનું સમાધાન મેળવી શકે છે.
24*7 કામ કરશે આ હેલ્પલાઇન નંબર
સીબીએસઈ બોર્ડે 1800118004 ટોલ ફ્રી નંબર જારી કર્યો છે. આના પર આઈવીઆરએસની મફત સુવિધા 24*7 ઉપલબ્ધ છે. ઘણાં સ્ટુડન્ટ્સ બોર્ડ પરીક્ષા દરમિયાન અથવા રિઝલ્ટ જારી થયા પહેલા કે પછી તણાવનો શિકાર થઈ જાય છે. આ જ સમસ્યા દૂર કરવા માટે તેઓ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને મફત મેડિકલ સલાહ લઈ શકે છે.
સીબીએસઈ બોર્ડના આ હેલ્પલાઇન નંબર પર ઘણી વાર બોર્ડ પરીક્ષાનો તણાવ (CBSE Exam related issues) દૂર કરવા, ઇન્ટરનેટની લત છોડાવવા, નશાથી મુક્તિ મેળવવા વગેરે સમસ્યાઓ માટે સોલ્યુશન માંગવામાં આવે છે. સીબીએસઈ બોર્ડની વેબસાઈટ cbse.nic.inપર આ મુદ્દાઓ પર ઓડિયો-વિઝ્યુઅલ કન્ટેન્ટ પણ ઉપલબ્ધ છે. સ્ટુડન્ટ્સ ઇચ્છે તો તેમનાથી પણ ઘણી મદદ લઈ શકે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર