CBSE 12th Result 2021 Live Updates: સીબીએસઇ ધોરણ-12નું પરિણામ જાહેર, 99.37 ટકા પાસ

સીબીએસઇ ધોરણ-12નું પરિણામ ઓફશિયલ વેબસાઇટ cbseresults.nic.in, cbse.gov.in અને results.gov.in પરથી જાણી શકાશે

સીબીએસઇ ધોરણ-12નું પરિણામ ઓફશિયલ વેબસાઇટ cbseresults.nic.in, cbse.gov.in અને results.gov.in પરથી જાણી શકાશે

  • Share this:
    CBSE 12th Result 2021 Live Updates: આખરે લાંબો સમય રાહ જોયા બાદ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ-12નું પરિણામ (CBSE 12th Result 2021) જાહેર કરી દીધું છે. સ્ટુડન્ટ્સ ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in, cbse.gov.in પર પોતાનું પરિણામ જોઈ શકે છે. આ વર્ષે સીબીએસઇ ધોરણ-12માં 99.37 ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા છે. કુલ 1304561 સ્ટુડન્ટ્સના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી ક્ષેત્રના અત્યાર સુધી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આ વખતે કુલ 99.84 ટકા નોંધાયું છે. બીજી તરફ, આ વખતે 99.67 ટકા વિદ્યાર્થિનીઓ તથા 99.13 ટકા વિદ્યાર્થી સફળ જાહેર કરવામાં આવ્યા છે.

    સીબીએસઇ ધોરણ-12નું પરિણામ ઓફશિયલ વેબસાઇટ cbseresults.nic.in, cbse.gov.in અને results.gov.in પરથી જાણી શકાશે.

    નોંધનીય છે કે, કોરોનાના કારણે આ વર્ષે ધોરણ-12ની પરીક્ષા નથી યોજાઈ, તેથી એડમિટ કાર્ડ પણ જાહેર નથી કરવામાં આવ્યા. પરિણામ પહેલા રોલ નંબર જોવો પડશે. ત્યારબાદ જ પોતાની ધોરણ-12ની માર્કશીટ જોઈ શકશો. ધોરણ-12ના જે સ્ટુડન્ટ્સે હજુ સુધી પોતાના રોલ નંબર ડાઉનલોડ નથી કર્યા તેઓ અહીં ડાયરેક્ટ ક્લિક કરે.

    CBSE Results 2021 Class 12th: અહીં ચેક કરો ધોરણ-12નું પરિણામ

    સ્ટેપ 1- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર જાઓ.
    સ્ટેપ 2- "CBSE Results 2021 Class 12th" પર ક્લિક કરો.
    સ્ટેપ 3- માંગેલી જાણકારી ભરો.
    સ્ટેપ 4- રિઝલ્ટ આપની સામે હશે.
    સ્ટેપ 5- તેને ડાઉનલોડ કરી દો.
    સ્ટેપ 6- તમે ઈચ્છો તો ભવિષ્ય માટે પ્રિન્ટઆઉટ કાઢી શકો છો.

    CBSE Board 12th Result 2021: આ ફોર્મૂલા હેઠળ જાહેર કરાયું પરિણામ

    સીબીએસઇએ ધોરણ-12ની પરીક્ષા રદ કર્યા બાદ પરિણામ તૈયાર કરવા માટે 30:30:40નો ફોર્મૂલા જાહેર કર્યો હતો. જાહેર ફોર્મૂલા અનુસાર ધોરણ-10ના પરિણામના 30 ટકા, ધોરણ-11ના પરિણામના 30 ટકા અને ધોરણ-12ની ઇન્ટરનલ પરીક્ષાના 40 ટકા વેટેજના આધારે પરિણામ તૈયાર કરાયું છે.

    સતત બીજા વર્ષે સીબીએસઇ ધોરણ-12ના પરિણામમાં કોઈ મેરિટ લિસ્ટ જાહેર નહીં થાય. ગયા વર્ષે પણ બોર્ડ દ્વારા મેરિટ લિસ્ટ જાહેર નહોતું કરાયું. કારણ કે પરિણાક વૈકલ્પિક મૂલ્યાંકનના આધાર પર જ તૈયાર કરવામાં આવ્યું હતું.

    સીબીએસઇ ધોરણ-12 બોર્ડ પરીક્ષા 2021 માટે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેઓ આ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કોરોના મામલાઓના કારણે સીબીએસઇએ ધોરણ-12ની પરીક્ષા રદ કરી દીધી હતી. ત્યારબાદ પરિણામ હવે જાહેર કરવામાં આવશે. બીજી તરફ, CBSE ધોરણ-12નું પરિણામ હજુ જાહેર નથી થયું.

    આ પણ વાંચો, CBSE New Syllabus: ધોરણ-9થી ધોરણ-12 માટે સંશોધિત સિલેબસ જાહેર, હવે બે ભાગમાં યોજાશે પરીક્ષા



    સીબીએસઇએ ધોરણ-10 અને ધોરણ-12ની રદ થયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરતાં પહેલા, બંને ધોરણના સ્ટુડન્ટ્સના રોલ નંબર ઓનલાઇન જાહેર કરી દીધા છે. સ્ટુડન્ટ્સ પોતાના રોલ નંબર ઓનલાઇન ડાઉનલોડ કરી શકે છે. ગયા વર્ષે સીબીએસઇએ 13 જુલાઈ, 2020ના રોજ ધોરણ-12નું પરિણામ અને બે દિવસ બાદ 15 જુલાઈ, 2020ના રોજ ધોરણ-10નું પરિણામ જાહેર કર્યું હતું. બોર્ડ આ વર્ષે પણ ગયા વર્ષનો ટ્રેન્ડ ફોલો કરતાં સીબીએસઇ ધોરણ-12નું પરિણામ, ધોરણ-10 પહેલા જાહેર કરવા જઈ રહ્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published: