Home /News /career /Explained : CBSE બોર્ડનો એ વિવાદ જેના કારણે ધો.10નો પ્રશ્ન રદ કરવો પડ્યો, બોર્ડ આપશે પૂરા માર્ક્સ

Explained : CBSE બોર્ડનો એ વિવાદ જેના કારણે ધો.10નો પ્રશ્ન રદ કરવો પડ્યો, બોર્ડ આપશે પૂરા માર્ક્સ

BEd માટે ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, વાણિજ્ય અથવા હ્યુમનિટીસમાં બેચલર અથવા માસ્ટર ડીગ્રી હોવી જોઈએ. સાયન્સ અને મેથમાં સ્પેશિયલાઈઝેશન સાથે એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી કે સમકક્ષ લાયકાત જરૂરી છે. ઉમેદવારો પાસે પ્રાથમિક શિક્ષણમાં ઇન-સર્વિસ શિક્ષકો તરીકેનો અનુભવ હોવો જોઈએ અને તેઓએ ફિઝિકલ મોડ દ્વારા NCTE માન્ય શિક્ષણ પ્રોગ્રામ પૂર્ણ કર્યો હોવો આવશ્યક છે.

CBSE Drops English Passage : જાણો શા માટે CBSE બોર્ડ વિવાદમાં આવ્યું, ક્યો પ્રશ્ન બોર્ડને રદ કરવો પડ્યો, બોર્ડે નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે, ધોરણ 10ના અંગ્રેજી પેપરમાં પેસેજ નંબર 1 બોર્ડની માર્ગદર્શિકાને અનુરૂપ નથી.

CBSE Exnglish Paper Controversy :  ભારે હોબાળા બાદ સીબીએસઈ (CBSE)એ 'એન્ટી-ફીમેલ' અને 'સેક્સિસ્ટ' તરીકે ગણવામાં આવી રહેલા કોમ્પ્રિહેન્શન પેસેજ (પ્રશ્ન)ને પડતો મૂકવાનો નિર્ણય લીધો છે. બોર્ડ (Board)નો આ નિર્ણય પ્રશ્ન અંગે પ્રશ્નો ઉભા થયા પછી આવ્યો છે. સીબીએસઈએ વિવાદિત પ્રશ્નો (CBSE Drops Controversial Question in Std 10th English paper) રદ કર્યા છે અને વિદ્યાર્થીઓને તેના બદલામાં સંપૂર્ણ ગુણ આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ પ્રશ્નો અંગે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને માફી માંગવા જણાવ્યું હતું.

બોર્ડે નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે, ધોરણ 10ના અંગ્રેજી પેપરમાં પેસેજ નંબર 1 બોર્ડની માર્ગદર્શિકાને અનુરૂપ નથી. મળેલા પ્રતિસાદના આધારે બોર્ડે આ બાબતની સમીક્ષા માટે વિષય નિષ્ણાંતોને મોકલી આપી હતી. તેમની ભલામણના આધારે, પેસેજ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના બદલામાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ ગુણ આપવામાં આવશે.

શું હતો વિવાદિત પેસેજમાં?

પ્રશ્નમાં જણાવાયું હતું કે, મહિલાઓને સ્વતંત્રતા મળવી તે વિવિધ સામાજિક અને પારિવારિક સમસ્યાઓનું મુખ્ય કારણ છે. પત્નીઓ તેમના પતિની વાત સાંભળતી નથી, જે બાળકો અને નોકરોને અનુશાસનહીન બનાવે છે. આ ઉપરાંત મહિલાઓ વિશે ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : LIC Recruitment: LICમાં CA-CS અને MBA થયેલા ઉમેદવારોની ભરતી, 20 લાખ રૂ.સુધી મળશે CTC

મામલો લોકસભા સુધી પહોંચ્યો હતો

પ્રશ્નપત્રમાં રહેલી આ પ્રકારની અલગ અલગ બાબતોને કારણે મહિલાઓને પુરુષો કરતાં નીચી બનાવવાનો અને રૂઢિચુસ્ત વિચારસરણીને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવાયો છે. આ બાબતે માતાપિતા અને શિક્ષકો ઉપરાંત, ઘણા રાજકીય નેતાઓએ સીબીએસઈ સામે આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસના વચગાળાના વડા સોનિયા ગાંધીએ લોકસભામાં આ મામલો ઉઠાવ્યો હતો. તેઓએ તેને આઘાતજનક ગણાવ્યું હતું અને પેસેજ પાછો ખેંચવાની અને બોર્ડ પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું હતું

રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું હતું કે, અત્યાર સુધીના મોટા ભાગના #CBSE પેપર્સ ખૂબ મુશ્કેલ હતા અને અંગ્રેજી પેપરમાં કોમ્પ્રિહેન્શન પેસેજ એકદમ ઘૃણાસ્પદ હતો. આ યુવાનોના મનોબળ અને ભવિષ્યને કચડી નાખવાની આરએસએસ-ભાજપની યુક્તિઓ છે. બાળકો, તમારું શ્રેષ્ઠ કરો. સખત મહેનત ફળ આપે છે. કટ્ટરતા નથી આપતી.

પ્રિયંકા ગાંધી પણ આ વિરોધમાં જોડાયા હતા

પ્રિયંકા ગાંધી પણ આ વિરોધમાં જોડાયા હતા અને તેમણે કહ્યું હતું કે, શું આપણે ખરેખર બાળકોને આ બકવાસ શીખવી રહ્યા છીએ, ભાજપ સરકાર મહિલાઓ પરના આ પછાત વિચારોને સમર્થન આપે છે તે સ્પષ્ટ છે.

આ પણ વાંચો : Sarkari Naukri: ECILમાં એન્જિનિયરની બમ્બર ભરતી, રૂ.25,000ના સ્ટાર્ટિંગ પગારથી 300 જગ્યા ભરાશે

ગુજરાત હિંસા પર પ્રશ્ન પૂછવા બદલ માફી માંગી હતી

ઉલ્લેખનીય છે કે, અગાઉ CBSE ધો.12 ની સમાજશાસ્ત્રની પરીક્ષામાં CBSE એ ગુજરાત હિંસા પર પ્રશ્ન પૂછવા બદલ માફી માંગી હતી. પ્રશ્નમાં જણાવાયું હતું કે, 2002માં ગુજરાતમાં મુસ્લિમ વિરોધી હિંસાનો ફેલાવો કઈ સરકારમાં થયો હતો?"

નોંધનીય છે કે, સીબીએસસી બોર્ડ ટર્મ મુજબની પરીક્ષાઓ યોજી રહ્યું હોય તેવું પહેલીવાર બન્યું છે. વર્તમાન પરીક્ષાઓ ટર્મ 1 બોર્ડની પરીક્ષાઓ છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બે બોર્ડ હશે. ટર્મ 1 પરીક્ષાઓ માત્ર MCQ-ની પરીક્ષાઓ છે. જો કે, તે સૌથી મહત્વની છે. કારણ કે બોર્ડે કહ્યું છે કે, જો કોવિડ-19ની પરિસ્થિતિ વધુ બગડશે તો બોર્ડ ટર્મ 2 પરીક્ષાઓ યોજશે નહીં અને અંતિમ પરિણામો માટે ટર્મ 1 પરીક્ષાઓ ધ્યાનમાં લેવામાં આવશે.
First published:

Tags: CBSE, કેરિયર, શિક્ષણ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો