CBSE 12th Result 2021 Updates: સીબીએસઇ ધોરણ-12નું પરિણામ કેવી રીતે ચેક કરશો, જાણો તમામ વિગતો

Check CBSE Result Online: આ વર્ષે સીબીએસઇ ધોરણ-12માં 99.37 ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા છે, આવી રીતે ચેક કરો રિઝલ્ટ

Check CBSE Result Online: આ વર્ષે સીબીએસઇ ધોરણ-12માં 99.37 ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા છે, આવી રીતે ચેક કરો રિઝલ્ટ

  • Share this:
    CBSE 12th Result 2021 Live Updates: સીબીએસઇ ધોરણ-12 બોર્ડનું પરિણામ આજે બપોરે બે વાગે જાહેર થઈ ગયું છે. સીબીએસઇ ધોરણ-12નું પરિણામ 2021 બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in અને અનેક અન્ય ડિજિટલ પ્લેટફોર્મ જેમ કે ડિજિલોકર વેબસાઇટ digilocker.gov.in અને એપ પર ઉપલબ્ધ છે.

    આ વર્ષે સીબીએસઇ ધોરણ-12માં 99.37 ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા છે. કુલ 1304561 સ્ટુડન્ટ્સના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી ક્ષેત્રના અત્યાર સુધી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આ વખતે કુલ 99.84 ટકા નોંધાયું છે. બીજી તરફ, આ વખતે 99.67 ટકા વિદ્યાર્થિનીઓ તથા 99.13 ટકા વિદ્યાર્થી સફળ જાહેર કરવામાં આવ્યા છે.

    CBSE Results 2021 Class 12th: અહીં ચેક કરો ધોરણ-12નું પરિણામ

    સ્ટેપ 1- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર જાઓ.
    સ્ટેપ 2- "CBSE Results 2021 Class 12th" પર ક્લિક કરો.
    સ્ટેપ 3- માંગેલી જાણકારી ભરો.
    સ્ટેપ 4- રિઝલ્ટ આપની સામે હશે.
    સ્ટેપ 5- તેને ડાઉનલોડ કરી દો.
    સ્ટેપ 6- તમે ઈચ્છો તો ભવિષ્ય માટે પ્રિન્ટઆઉટ કાઢી શકો છો.

    આ પણ વાંચો, CBSE 12th Result 2021 Live Updates: સીબીએસઇ ધોરણ-12નું પરિણામ જાહેર, 99.37 ટકા પાસ

    CBSE 12th Result 2021 Live Updates: આ વેબસાઇટ્સ ઉપર પણ જોઈ શકાય છે પરિણામ

    >> results.gov.in
    >> cbseresults.nic.in
    >> Digilocker.gov.in, DigiLocker એપ
    >> ઉમંગ એપ
    >> cbse.gov.in

    આ પણ વાંચો, CBSE New Syllabus: ધોરણ-9થી ધોરણ-12 માટે સંશોધિત સિલેબસ જાહેર, હવે બે ભાગમાં યોજાશે પરીક્ષા

    CBSE Board 12th Result 2021: આ ફોર્મૂલા હેઠળ જાહેર કરાયું પરિણામ

    સીબીએસઇએ ધોરણ-12ની પરીક્ષા રદ કર્યા બાદ પરિણામ તૈયાર કરવા માટે 30:30:40નો ફોર્મૂલા જાહેર કર્યો હતો. જાહેર ફોર્મૂલા અનુસાર ધોરણ-10ના પરિણામના 30 ટકા, ધોરણ-11ના પરિણામના 30 ટકા અને ધોરણ-12ની ઇન્ટરનલ પરીક્ષાના 40 ટકા વેટેજના આધારે પરિણામ તૈયાર કરાયું છે.
    Published by:Mrunal Bhojak
    First published: