Home /News /career /

CBSE 12th Board Exams Model Papers: CBSE બોર્ડના 12મા ધોરણના મુખ્ય વિષયોના મોડેલ પેપર અને તેના જવાબો

CBSE 12th Board Exams Model Papers: CBSE બોર્ડના 12મા ધોરણના મુખ્ય વિષયોના મોડેલ પેપર અને તેના જવાબો

સીબીએસઇ ટર્મ 2 પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરુ થઈ જશે.

CBSE 12th Board Exams Model Papers: અહીં 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે સીબીએસઇ ટર્મ 2 પરીક્ષાના મુખ્ય વિષયના મોડેલ પેપર અને તેની આન્સર કી રજૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે.

    CBSE Board Exams Model Papers: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE Board)ની ટર્મ 2 પરીક્ષાઓ શરુ થવાને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે. એવામાં સીબીએસઇ બોર્ડના 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરવામાં લાગી ગયા છે. સીબીએસઇ ટર્મ 2 પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરુ થઈ જશે. 10માની પરીક્ષા 26 મે 2022 સુધી ચાલશે, જ્યારે 12માની પરીક્ષા 15 જૂન 2022 સુધી ચાલશે. અહીં 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે મહત્વના વિષયના મોડેલ પેપર અને તેની આન્સર કી રજૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે.

    1. જીવવિજ્ઞાન (Biology)

    જીવવિજ્ઞાનનું 35 માર્ક્સનું પેપર છે જેના માટે 2 કલાકનો સમય મળશે. દરેક પ્રશ્ન ફરજિયાત છે. પ્રશ્નપત્રના ત્રણ સેક્શન અને 13 પ્રશ્નો છે. દરેક પ્રશ્ન ફરજિયાત છે. સેક્શન Aમાં 2 માર્કના 6 પ્રશ્નો છે. સેક્શન Bમાં 3 માર્કના 6 પ્રશ્ન છે. સેક્શન Cમાં 5 માર્કના કેસ-બેઝ્ડ પ્રશ્ન છે. અહીં ઓવરઓલ પસંદગીનો કોઈ અવકાશ નથી. જો કે, અમુક પ્રશ્નોમાં ઇન્ટરનલ ચોઈસ કરી શકાય છે. વિદ્યાર્થીઓને આમાંથી એક વિકલ્પ જ એટેમ્ટ કરવાનો હોય છે. જ્યાં જરૂરી હોય ત્યાં સુઘડ અને યોગ્ય રીતે ડાયાગ્રામ દોરવા.



    2. કેમિસ્ટ્રી (Chemistry)

    કેમેસ્ટ્રીનું 35 માર્ક્સનું પેપર છે જેના માટે 2 કલાકનો સમય રહેશે. આ પ્રશ્નપત્રમાં આંતરિક પસંદગી સાથેના 12 પ્રશ્નો છે. સેક્શન Aમાં પ્રશ્ન 1થી 3 ખૂબ જ શોર્ટ આન્સર ક્વેશ્ચન છે, જેના પ્રત્યેકના 2 માર્ક છે. વિભાગ Bના પ્રશ્ન નંબર 4થી 11માં ટૂંકા જવાબના પ્રશ્નો છે જેના પ્રત્યેકના 3 ગુણ છે. વિભાગ Cનો પ્રશ્ન નંબર 12 એ 5 ગુણ ધરાવતો કેસ આધારિત પ્રશ્ન છે. બધા પ્રશ્ન ફરજિયાત છે. લોગ ટેબલ્સ અને કેલક્યુલેટર્સની મંજૂરી નથી.



    3. કમ્પ્યુટર સાયન્સ (Computer Science)

    કોમ્પ્યુટરનું 35 માર્ક્સનું પેપર છે જેના માટે 2 કલાકનો સમય રહેશે. પ્રશ્નપત્ર 3 સેક્શનમાં વહેચાયેલું છે: A, B અને C. સેક્શન Aમાં 7 પ્રશ્નો છે. (પ્રશ્ન 1થી 7) દરેક પ્રશ્નના 2 ગુણ છે. સેક્શન Bમાં 3 પ્રશ્નો છે. (પ્રશ્ન 8થી 10) જેના પ્રત્યેકના 3 ગુણ છે. સેક્શન Cના 3 પ્રશ્નો છે. (પ્રશ્ન 11થી 13) જેના પ્રત્યેકના 4 ગુણ છે. પ્રશ્ન નંબર 7,8 અને 12 ઇન્ટરનલ પસંદગી આપવામાં આવી છે.



    4. ગુજરાતી (Gujarati)

    આ પ્રશ્નપાત્ર કુલ 40 ગુણનું હશે. સમયની ફાળવણી 2 કલાકની હશે. પ્રશ્નપત્રને ત્રણ વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે- સાહિત્ય વિભાગ- ગદ્ય-પદ્ય તેમજ કવિ/લેખક પરિચય સાથે (20 ગુણ) અને લેખનકાર્ય (20 ગુણ). આપેલી સૂચના પ્રમાણે પ્રશ્નોત્તર લખવાના રહેશે.



    5. ગણિત (Maths)

    40 ગુણના પ્રશ્નપત્ર માટે કુલ 2 કલાકનો સમય મળશે. આ પેપરમાં A, B, C એક ત્રણ સેક્શન છે. દરેક ભાગ ફરજીયાત છે. સેક્શન-Aમાં કુલ 6 શોર્ટ આન્સર ટાઈપ (SA1) ક્વેશ્ચન છે જેમાં દરેકના 2 માર્ક્સ છે. સેક્શન-Bમાં કુલ 4 શોર્ટ આન્સર ટાઈપ (SA2) ક્વેશ્ચન છે જેમાં દરેકના 3 માર્ક્સ છે. સેક્શન-Cમાં કુલ 4 લોંગ આન્સર ટાઈપ (LA) ક્વેશ્ચન છે જેમાં દરેકના 4 માર્ક્સ છે. અમુક પ્રશ્નોમાં ઇન્ટરનલ ચોઇસ છે. 14માં પ્રશ્નમાં કેસ-બેઝ્ડ પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે, જેના 2 ભાગ છે અને દરેકના 2 માર્ક્સ છે.



    6. ફિઝીક્સ (Physics)

    ફિઝિક્સનું 35 માર્ક્સનું પેપર છે જેના માટે 2 કલાકનો સમય રહેશે. કુલ 12 પ્રશ્નો છે. બધા પ્રશ્નો ફરજિયાત છે. પેપરમાં A, B અને C એમ કુલ ત્રણ વિભાગ છે. વિભાગ Aમાં બે ગુણના ત્રણ પ્રશ્નો છે. વિભાગ Bમાં આઠ પ્રશ્નો છે. પ્રત્યેકના ત્રણ ગુણ છે. વિભાગ Cમાં પાંચ ગુણનો એક એક સ્ટડી-બેઝ્ડ પ્રશ્ન છે. ઓવરોલ ચોઇસ નથી. જોકે, એક બે માર્ક્સ પ્રશ્નમાં ઇન્ટરનલ ચોઈસ આપવામાં આવી છે.



    ત્રણ માર્ક્સના બે પ્રશ્નમાં આંતરિક પસંદગીની છૂટ આપવામાં આવી છે. તમારા આમાંથી એક પ્રશ્ન એટેમ્ટ કરવાનો રહેશે. જરૂરી હોય તો તમે લોગ ટેબલનો ઉપયોગ કરી શકો છો, પરંતુ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની મંજૂરી નથી.
    Published by:Nirali Dave
    First published:

    Tags: CBSE, CBSE 12th, CBSE Board Exams, CBSE News, Education News, Exam Fever 2022

    આગામી સમાચાર