નવી દિલ્હી. સીબીએસઇ (CBSE)એ ધોરણ-12ના પરિણામ (CBSE Class-12 Results) તૈયાર કરવાની મૂલ્યાંકન નીતિ જાહેર કરી દીધી છે. હવે બોર્ડ તરફથી પરિણામ જાહેર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ધોરણ-12નું પરિણામ ધો-10, ધો-11 અને ધો-12ની પ્રી બોર્ડ પરીક્ષા અને પ્રેક્ટિકલમાં મેળવેલા માર્સ્ંના આધારે નક્કી કરવામાં આવશે. સીબીએસઇ તરફથી જાહેર કરવામાં આવનારા પરિણામથી કોઈ સ્ટુડન્સ્k અસંતુષ્ટ હોય તો તેને પરીક્ષા આપવાની તક આપવામાં આવશે. તેના માટે CBSE તરફથી વૈકલ્પિક પરીક્ષા (CBSE Optional Board Examinations)નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમયગાળામાં યોજાશે વૈકલ્પિક પરીક્ષા
CBSEએ એક સોગંધનામું રજૂ કરીને સુપ્રીમ કોર્ટ (Supreme Court)ને જણાવ્યું કે, ધોરણ-12નું પરિણામ (CBSE 12th result) 31 જુલાઈ 2021 સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. બીજી તરફ, જે સ્ટુડન્ટ્સ (Students) પોતાના માર્ક્સથી સંતુષ્ટ નહીં હોય તેમના માટે વૈકલ્પિક પરીક્ષાનું આયોજન 15 ઓગસ્ટ 2021થી 15 સપ્ટેમ્બર 2021ની વચ્ચે કરવામાં આવશે. તેના માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, કોરસપોન્ડન્ટ, કમ્પાર્ટમેન્ટ અને પ્રાઇવેટ સ્ટુડન્ટ્સ માટે પણ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે.
નોંધનીય છે કે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ પરિષદ (CBSE)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અગાઉના વર્ષોની માર્કિંગના આધારને જોઈને નક્કી કરવામાં આવ્યું છે કે ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12ના ઇન્ટરનલ માર્ક્સના આધાર પર ધોરણ-12ના સ્ટુડન્ટ્સનું પરિણામ તૈયાર કરવામાં આવશે. ધોરણ-10ના પરિણામ માટે 5 વિષય લેવામાં આવ્યા છે અને 3 વિષયોના સર્વશ્રેષ્ઠ માર્ક્સ લેવામાં આવશે. આવી જ રીતે ધોરણ-11ના મંથલી ટેસ્ટ સહિત ફાઇનલ પરીક્ષાઓ માટે 5 વિષયના સરેરાશ માર્ક્સ ગણવામાં આવશે. આ ઉપરાંત ધોરણ-12ના પ્રી-બોર્ડ ટેસ્ટ અને પ્રેક્ટિકલ માર્ક્સના આધાર પર પરિણામ તૈયાર કરવામાં આવશે. સીબીએસઇ તરફથી જણાવેલા ફોર્મ્યૂલાના આધારે ધોરણ-12ના સ્ટુડન્ટ્સ પોતાના માર્ક્સ જાતે જ ગણી શકે છે.
CBSE તરફથી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયો આ ફોર્મ્યૂલા
સીબીએસઇએ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ધોરણ-10ના ટોપ 3 વિષયોના આધાર પર 30 ટકા, ધોરણ-11ના આધાર પર 30 ટકા અને ધોરણ-12ના યૂનિટ ટેસ્ટ વગેરેના આધાર પર 40 ટકા માર્ક્સ આપીને ધોરણ-12ના સ્ટુડન્ટ્સને પાસ કરવામાં આવશે. ધોરણ-12ના પરિણામની જાહેરાત 31 જુલાઈ 2021 સુધીમાં કરી દેવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર