Home /News /career /

CBSE 10th Result 2021: જાણો ક્યારે જાહેર થશે CBSE બોર્ડ ધોરણ-10નું પરિણામ, કેવી રીતે કરશો ચેક?

CBSE 10th Result 2021: જાણો ક્યારે જાહેર થશે CBSE બોર્ડ ધોરણ-10નું પરિણામ, કેવી રીતે કરશો ચેક?

CBSE Board Results 2021: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ આ સપ્તાહે ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડ પરીક્ષાના પરીણામ જાહેર કરી શકે છે

CBSE Board Results 2021: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ આ સપ્તાહે ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડ પરીક્ષાના પરીણામ જાહેર કરી શકે છે

    CBSE 10th Result 2021: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) આ સપ્તાહે ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડ પરીક્ષાના પરીણામ (CBSE Board Results 2021) જાહેર કરી શકે છે. પરિણામ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર જાહેર કરવામાં આવશે. સ્ટુડન્ટ્સ પોતાની માર્કશીટ ડિજિલોકર (Digilocker) કે ઉમંગ પ્લેટફોર્મ (Umang Platform)ના માધ્યમથી પણ પ્રાપ્ત કરી શકશે.

    આ પહેલા CBSE ધોરણ-10 બોર્ડ પરીક્ષાનું પરિણામ 20 જુલાઈ સુધી જાહેર કરવાની શક્યતા હતી. પરંતુ ત્યારે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે, આ અસાધારણ પરિસ્થિતિઓ છે. આ વર્ષે પરિણામમાં વિલંબ થઈ રહ્યો છે કારણે પ્રક્રિયા વિસ્તૃત છે અને સ્કૂલો સહિત તમામ માટે નવી પદ્ધતિ છે.

    આ પણ વાંચો, CBSE New Syllabus: ધોરણ-9થી ધોરણ-12 માટે સંશોધિત સિલેબસ જાહેર, હવે બે ભાગમાં યોજાશે પરીક્ષા

    CBSE 10th Result 2021: શિક્ષણ મંત્રી કરશે તારીખોની જાહેરાત

    ગત વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષણ મંત્રી ધોરણ-10 અને ધોરણ-12ના પરિણામની તારીખ અને સમયની જાહેરાત કરી શકે છે. આ પહેલા શુક્રવારે CBSE ધોરણ-10ના પરિણામની એક લિંક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જોકે બોર્ડના અધિકારીઓએ સ્પષ્ટ કરી દીધું હતું કે લિંક નકલી હતી.

    આ પણ વાંચો, Steve Jobsની 1973માં હાથથી લખેલી જોબ એપ્લિકેશનની NFT તરીકે થશે હરાજી

    CBSE 10th Result 2021: મૂલ્યાંકન પ્રક્રિયા

    કોરોના મહામારીના કારણે CBSEને આ વર્ષની બોર્ડ પરીક્ષાઓ રદ કરવી પડી હતી. તેથી બોર્ડ વૈકલ્પિક મૂલ્યાંકન નીતિના આધાર પર પરિણામ જાહેર કરશે. ધોરણ-10ના સ્ટુડન્ટ્સનું મૂલ્યાંકન સ્કૂલ સ્તર પર આયોજિત વિવિધ પરીક્ષાઓના આધાર પર કરવામાં આવશે. બીજી તરફ, ધોરણ-12નું મૂલ્યાંકન- ધોરણ-10 અને ધોરણ-11માં પ્રાપ્ત માર્ક્સનો પણ આધાર રાખવામાં આવશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: CBSE Board Exams, CBSE News, CBSE Results 2021, Students, કેરિયર, શિક્ષણ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन