Home /News /career /CBSE 10th Board Exams Model Papers: CBSE બોર્ડ 10મા ધોરણના મુખ્ય વિષયોના મોડેલ પેપર અને તેના જવાબો

CBSE 10th Board Exams Model Papers: CBSE બોર્ડ 10મા ધોરણના મુખ્ય વિષયોના મોડેલ પેપર અને તેના જવાબો

સીબીએસઇ ટર્મ 2 પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરુ થઈ જશે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)

CBSE 10th Board Exams Model Papers: અહીં 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે સીબીએસઇ ટર્મ 2 પરીક્ષાના મુખ્ય વિષયના મોડેલ પેપર અને તેની આન્સર કી રજૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે.

CBSE 10th Board Exams Model Papers: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE Board)ની ટર્મ 2 પરીક્ષાઓ શરુ થવાને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે. એવામાં સીબીએસઇ બોર્ડના 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરવામાં લાગી ગયા છે. સીબીએસઇ ટર્મ 2 પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરુ થઈ જશે. 10માની પરીક્ષા 26 મે 2022 સુધી ચાલશે, જ્યારે 12માની પરીક્ષા 15 જૂન 2022 સુધી ચાલશે. અહીં 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે મહત્વના વિષયના મોડેલ પેપર અને તેની આન્સર કી રજૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે.

1. ગુજરાતી (Gujarati)

આ પ્રશ્નપાત્ર કુલ 40 ગુણનું હશે. સમયની ફાળવણી 2 કલાકની હશે. પ્રશ્નપત્રને ત્રણ વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે- સાહિત્ય વિભાગ- ગદ્ય-પદ્ય તેમજ પૂરકવાચન સાથે (15 ગુણ), વ્યાકરણ (7 ગુણ) અને લેખનકાર્ય (18 ગુણ). આપેલી સૂચના પ્રમાણે પ્રશ્નોત્તર લખવાના રહેશે.



2. ગણિત (Mathematics - Basic)

આ પ્રશ્નપત્ર કુલ 40 ગુણનું છે જેના માટે 2 કલાકનો સમય મળશે. પ્રશ્નપત્રમાં કુલ 14 પ્રશ્નો A, B, C સેક્શનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. દરેક પ્રશ્નો ફરજિયાત છે. સેક્શન Aમાં 6 પ્રશ્નો છે. દરેકના 2 માર્ક છે. બે પ્રશ્નોમાં ઇન્ટરનલ ચોઈસનું ઓપ્શન છે. સેક્શન Bમાં 4 પ્રશ્નો છે અને દરેકના 3 માર્ક છે. એક પ્રશ્નમાં ઇન્ટરનલ ચોઈસનું ઓપ્શન છે. સેક્શન Cમાં કુલ 4 પ્રશ્નો છે. દરેકના 4 માર્ક્સ છે. એક પ્રશ્નમાં ઇન્ટરનલ ચોઈસનું ઓપ્શન છે. આ વિભાગમાં બે કેસ-સ્ટડી બેઝ્ડ પ્રશ્નો છે.



3. ગણિત (Mathematics - Standard)

આ પ્રશ્નપત્ર કુલ 40 ગુણનું છે જેના માટે 2 કલાકનો સમય મળશે. પ્રશ્નપત્રમાં કુલ 14 પ્રશ્નો A, B, C સેક્શનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. સેક્શન Aમાં 6 પ્રશ્નો છે. દરેકના 2 માર્ક છે. બે પ્રશ્નોમાં ઇન્ટરનલ ચોઈસનું ઓપ્શન છે. સેક્શન Bમાં 4 પ્રશ્નો છે અને દરેકના 3 માર્ક છે. એક પ્રશ્નમાં ઇન્ટરનલ ચોઈસનું ઓપ્શન છે. સેક્શન Cમાં કુલ 4 પ્રશ્નો છે. દરેકના 4 માર્ક્સ છે. એક પ્રશ્નમાં ઇન્ટરનલ ચોઈસનું ઓપ્શન છે. આ વિભાગમાં બે કેસ-સ્ટડી બેઝ્ડ પ્રશ્નો છે.



4. વિજ્ઞાન (Science)

વિજ્ઞાનનું પ્રશ્નપત્ર કુલ 40 ગુણનું છે જેના માટે 2 કલાકનો સમય મળશે. દરેક પ્રશ્ન ફરજિયાત છે. ક્વેશ્ચન પેપરમાં ત્રણ વિભાગ અને 15 પ્રશ્નો છે. સેક્શન Aમાં 7 પ્રશ્નો છે. દરેકના 2 માર્ક છે. સેક્શન-Bમાં 6 પ્રશ્ન છે અને દરેકના 3 માર્ક છે; અને સેક્શન- Cમાં 2 કેસ બેસ્ડ પ્રશ્નો આપવામાં આવ્યા છે, દરેકના 4 માર્ક્સ છે. અમુક પ્રશ્નોમાં આંતરિક પસંદગી (Internal Choice)નો વિકલ્પ છે. આવા વિકલ્પોમાં વિદ્યાર્થીએ ફક્ત એક જ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે.



5. સામાજિક વિજ્ઞાન (Social Science)

40 ગુણના આ પ્રશ્નપત્ર માટે 2 કલાકનો સમય મળશે. પ્રશ્નપત્ર A, B, C, D, E એમ 5 વિભાગમાં છે. દરેક પ્રશ્ન ફરજિયાત છે.
- સેક્શન A: પ્રશ્ન 1થી 5 ખૂબ ટૂંકા જવાબ પ્રકારના પ્રશ્નો છે, દરેકના 2 માર્ક છે. દરેક પ્રશ્નનો જવાબ 40 શબ્દોથી વધુ ન હોવો જોઈએ.
- સેક્શન B: પ્રશ્ન ક્રમાંક 6થી 8 ટૂંકા જવાબ પ્રકારના પ્રશ્નો છે, દરેકના 3 માર્ક છે. દરેક પ્રશ્નનો જવાબ 80 શબ્દોથી વધુ ન હોવો જોઈએ.
- સેક્શન C: પ્રશ્ન ક્રમાંક 9 અને 10 લાંબા જવાબ પ્રકારના પ્રશ્નો છે, જેમાં પ્રત્યેકમાં 5 ગુણ છે. દરેક પ્રશ્નનો જવાબ 120 શબ્દોથી વધુ ન હોવો જોઈએ.
- સેક્શન D: પ્રશ્ન નં. 11 અને 12 કેસ બેઝ્ડ પ્રશ્નો છે.
- સેક્શન E: પ્રશ્ન નં. 13 એ મેપ આધારિત છે, જેમાં 3 ગુણના બે ભાગ છે, 13.1 ઈતિહાસ (1 ગુણ) અને 13.2 ભૂગોળ (2 ગુણ).



પ્રશ્નપત્રમાં ઓવરઓલ કોઈ ચોઇસ નથી. જો કે, અમુક પ્રશ્નોમાં ઇન્ટરનલ ચોઇસનું ઓપ્શન છે. જેમાંથી માત્ર એક ઓપ્શનનો જવાબ આપવાનો હોય છે. આ ઉપરાંત, દરેક વિભાગ અને પ્રશ્ન સાથે, જ્યાં પણ જરૂરી હોય ત્યાં અલગ સૂચનાઓ આપવામાં આવી છે.
First published:

Tags: Career and Jobs, CBSE, CBSE 10th, Cbse board, CBSE Board Exams, CBSE Exams, CBSE News, Education News, Exam Fever 2022