Home /News /career /CBSE 10th, 12th Final Result 2022: સીબીએસઇ 10મા, 12માના ફાઇનલ રિઝલ્ટમાં ટર્મ-2ને મળી શકે છે વધારે વેઇટેજ
CBSE 10th, 12th Final Result 2022: સીબીએસઇ 10મા, 12માના ફાઇનલ રિઝલ્ટમાં ટર્મ-2ને મળી શકે છે વધારે વેઇટેજ
CBSE Results 2022: ફાઇનલ રિઝલ્ટમાં ટર્મ-2 ને વધુ વેઇટેજ આપવામાં આવશે.
CBSE 10th, 12th Final Result 2022: જણાવી દઇએ કે ફાઇનલ રિઝલ્ટ ટર્મ-1, ટર્મ-2, ઇન્ટરનલ એસેસમેન્ટ અને પ્રેક્ટિકલમાં મેળવેલા ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. અગાઉ CBSEએ કહ્યું હતું કે ટર્મ-1 અને ટર્મ-2ને સરખું વેઇટેજ આપવામાં આવશે.
CBSE 10th, 12th Final Result 2022: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSE 10મા અને 12માની બોર્ડની પરીક્ષાના ફાઇનલ રિઝલ્ટમાં ટર્મ-2ના માર્ક્સને વધુ વેઇટેજ મળી શકે છે. જો કે, બોર્ડે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફાઇનલ રિઝલ્ટમાં ટર્મ-2ને વધુ વેઇટેજ આપવામાં આવશે.
જણાવી દઇએ કે ફાઇનલ રિઝલ્ટ ટર્મ-1, ટર્મ-2, ઇન્ટરનલ એસેસમેન્ટ અને પ્રેક્ટિકલમાં મેળવેલા ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. અગાઉ CBSEએ કહ્યું હતું કે ટર્મ-1 અને ટર્મ-2ને સરખું વેઇટેજ આપવામાં આવશે. જો કે, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વિરોધ બાદ બોર્ડ, રિઝલ્ટમાં ટર્મ-2ને વધુ વેઇટેજ આપી શકે છે.
બીજી તરફ નેશનલ પ્રોગ્રેસિવ સ્કૂલ કોન્ફરન્સના પ્રમુખ વિનીત જોશીએ બોર્ડને પત્ર લખીને સલાહ આપી છે કે ટર્મ-1ની પરીક્ષાનું વેઇટેજ ઘટાડવામાં આવે. તેમણે લખ્યું કે, ‘ટર્મ-1 પરીક્ષાઓ જે હોમ સેન્ટરો પર લેવામાં આવી હતી, તેમાં શાળાઓ દ્વારા અયોગ્ય સાધનોના ઉપયોગ અંગેની માહિતી સામે આવી હતી. જે બાદ આવી શાળાઓના બાળકોએ મોટાભાગના વિષયોમાં ફુલ માર્કસ મેળવ્યા હતા. અમને ખાતરી છે કે બોર્ડની પણ આ અંગે સમાન પ્રતિક્રિયા હશે.’
બંને ટર્મની પરીક્ષાઓને સમાન વેઇટેજ આપવા સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ટર્મ-1ની પરીક્ષાને 10% થી 30% વેઇટેજ આપવાની માંગ પણ કરી હતી. તેમણે કહ્યું કે ઘણી શાળાઓએ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચીટિંગ કરવામાં મદદ કરી છે. આવી સ્થિતિમાં પરીક્ષાને હાઇ વેઇટેજ આપવું એ એવા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે જેમણે નિયમોનું પાલન કરીને પરીક્ષા આપી છે.