Home /News /career /CBSE 10th 12th Compartment Exam: CBSE એ કમ્પાર્ટમેન્ટલ પરીક્ષાનું શિડ્યુલ જાહેર કર્યું, અહી જાણો સૂચનો અને નિયમો
CBSE 10th 12th Compartment Exam: CBSE એ કમ્પાર્ટમેન્ટલ પરીક્ષાનું શિડ્યુલ જાહેર કર્યું, અહી જાણો સૂચનો અને નિયમો
સીબીએસઈ અભ્યાસક્રમ
CBSE 10th 12th Compartment Exam 2022: CBSE એ જાહેર કરેલ ટાઈમ ટેબલ અનુસાર 23 ઓગસ્ટથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થશે. આ પરીક્ષા 29 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે અને ધોરણ 12ની પરીક્ષા માત્ર એક દિવસમાં પૂર્ણ થઈ જશે.
CBSE 10th 12th Compartment Schedule: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (Central Board of Secondary Education, CBSE) એ કમ્પાર્ટમેન્ટલ પરીક્ષામાં બેસનાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ધોરણ 10 અને 12ની કમ્પાર્ટમેન્ટલ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ પર જઈને પરીક્ષાની તારીખ જોઈ શકે છે.
CBSE એ જાહેર કરેલ ટાઈમ ટેબલ અનુસાર 23 ઓગસ્ટથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થશે. આ પરીક્ષા 29 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે અને ધોરણ 12ની પરીક્ષા માત્ર એક દિવસમાં પૂર્ણ થઈ જશે. પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારોએ પરીક્ષાની તારીખ ચેક કરી લેવાની રહેશે.
CBSE એ જાહેર કરેલ ડેટશીટમાં પરીક્ષાની તારીખ, સમય અને શિફ્ટ વિશે જણાવવામા આવ્યું છે. આ ડેટશીટ CBSEની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in. પર ઉપલબ્ધ છે. ઉમેદવાર નીચેની લિંકની મદદથી CBSEની ધોરણ 10 અને 12ની કમ્પાર્ટમેન્ટલ પરીક્ષાનું ટાઈમટેબલ જોઈ શકશે.
CBSEની ધોરણ 10ની કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા 23થી 29 ઓગસ્ટ 2022 સુધી લેવામાં આવશે. કેટલીક પરીક્ષા સવારે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી લેવામાં આવશે તો કેટલીક પરીક્ષા સવારે 10:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી લેવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવશે.
CBSE ધોરણ 12 કમ્પાર્ટમેન્ટલ પરીક્ષાનું ટાઈમટેબલ
CBSEની ધોરણ 12ની કમ્પાર્ટમેન્ટલ પરીક્ષા 23 ઓગસ્ટે આયોજિત કરવામાં આવશે. આ પરીક્ષા માત્ર એક દિવસમાં સવારે 10:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી લેવામાં આવશે.
સૂચના
કમ્પાર્ટમેન્ટલ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓએ શિડ્યુલમાં આપવામાં આવેલ તમામ સૂચનાઓ વાંચીને ધ્યાનમાં રાખવાની રહેશે.
પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. CBSEની ધોરણ 10 અને 12ની કમ્પાર્ટમેન્ટલ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ સાથે લઈને આવવાનું રહેશે. વિદ્યાર્થીઓ વધુ વિગતવાર માહિતી CBSEની અધિકૃત વેબસાઈટ પરથી મેળવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર