Home /News /career /CBSE 10-12ની 2023 માટેની એક્ઝામ શીટ કાર્યક્રમ જાહેર? જાણો આ અંગે શું કહ્યું અધિકારીઓએ...
CBSE 10-12ની 2023 માટેની એક્ઝામ શીટ કાર્યક્રમ જાહેર? જાણો આ અંગે શું કહ્યું અધિકારીઓએ...
CBSE 10-12ની 2023 માટેની એક્ઝામ શીટ કાર્યક્રમ જાહેર?
2022માં CBSE 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓના પરિણામો પછી તરત જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને 2022ના ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષાઓ યોજવા અને પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત થઈ ત્યારથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો અંતિમ સમયપત્રકની રાહ જોઈ રહ્યા છે.
2022માં CBSE 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓના પરિણામો પછી તરત જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને 2022ના ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષાઓ યોજવા અને પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત થઈ ત્યારથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો અંતિમ સમયપત્રકની રાહ જોઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં CBSE 2023ની પરીક્ષાઓની તારીખ શીટ હોવાનો દાવો કરતી ડેટાશીટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટાપાયે ફરી રહી છે. આ નોટિસમાં પણ 15 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થઈ રહી છે તેથી લોકો તેને સાચી પણ માનતા હતા.
અનેક વિદ્યાર્થીઓ આ જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી છે અને આ સત્તાવાર જાહેરાતહોવાનું માનતા હતા પરંતુ હકીકત એ છે કે, CBSEએ હજુ સુધી કોઈ ડેટશીટ બહાર પાડી જ નથી. CBSEના અધિકારીઓએ અગાઉ માહિતી આપી હતી કે બોર્ડની પરીક્ષાની ડેટ શીટ ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં જારી કરવામાં આવશે. સામાન્ય રીતે તારીખ પત્રકો પરીક્ષાના 45 દિવસ પહેલા જ બહાર પાડવામાં આવે છે.
વધુમાં, વિદ્યાર્થીઓએ એ પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે CBSEની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ સમાન આ પ્રકારની મહત્વપૂર્ણ તમામ સૂચનાઓ શેર કરવામાં આવે જ છે. ઓફિશિયલ વેબસાઇટ્સ જેવી કે cbse.nic.in, cbse.gov.in પર તમામ મહત્વની જાહેરાતો થતી જ હોય છે. આ બે જ CBSEની આધિકારીક વેબસાઈટો છે.
આ વર્ષે CBSE ફરી વાર્ષિક પરીક્ષા સિસ્ટમમાં પરત ફરશે. ગયા વર્ષે બોર્ડે બે પરીક્ષાઓ યોજી હતી અને અભ્યાસક્રમનું વિભાજન કર્યું હતું. વધુમાં 30 ટકાની છૂટ પણ હટાવી લેવામાં આવશે. કારણ કે શાળાઓમાં વ્યક્તિગત વર્ગો શરૂ થયા છે. જોકે બોર્ડે આ વર્ષ માટે અભ્યાસક્રમને તર્કસંગત પણ બનાવ્યો છે.
પરીક્ષાઓ 80 માર્ક્સ માટે લેવામાં આવશે કારણ કે 2019થી આંતરિક મૂલ્યાંકન અથવા પ્રેક્ટિકલ માટે 20 ટકા જેટલા માર્કસ અલગથી આપવામાં આવે છે. આ વર્ષે પણ આ પ્રથા ચાલુ રહેશે. CBSEએ 2020માં જાહેરાત કરી હતી કે તે બોર્ડની પરીક્ષાઓમાં 33 ટકા જેટલી વધુ વૈકલ્પિક ઓફર કરાશે. બોર્ડે અગાઉ કહ્યું હતું કે 2025 સુધીમાં 50 ટકા પરીક્ષાઓ યોગ્યતા-આધારિત પ્રશ્નો પર આધારિત છે. આ વર્ષે ધોરણ 10માં લગભગ 40 ટકા અને ધોરણ 12માં 30 ટકા પ્રશ્નો યોગ્યતાના આધારે હશે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: RRB Group D Answer key 2022: આ વેબસાઈટ પરથી રેલ્વે ગ્રુપ ડી આન્સર કી ડાઉનલોડ કરો, સરળ રીત જુઓ
બોર્ડે ઓફિશિયલ વેબસાઇટ - cbseacademic.nic.in પર Board Exam 2023 માટેના સેમ્પર પેપરો પણ મુક્યાં છે. વિદ્યાર્થીએ તમામ પાંચ વિષયોમાં ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ સાથે પાસ થવું પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર