Home /News /career /

CAT 2021 Result: આ વિદ્યાર્થીઓએ કેટમાં મેળવ્યા 99.99 પર્સન્ટાઇલ, જાણો સફળતાની કહાણી

CAT 2021 Result: આ વિદ્યાર્થીઓએ કેટમાં મેળવ્યા 99.99 પર્સન્ટાઇલ, જાણો સફળતાની કહાણી

CAT 2021 Toppers : રાજ્યમાં ચાર વિદ્યાર્થીઓએ કેટમાં 99.99 પર્સન્ટાઈલ મેળવી સફળતા પ્રાપ્ત કરી

CAT 2021 Results Gujarat Toppers: કોવિડને હરાવી અમદાવાદના સતકીરતસિંઘ આહુજાએ કરી CAT ક્લિયર, આખો પરિવાર થઈ ગયો હતો કોરોનાગ્રસ્ત છતાં ન ચૂક્યો લક્ષ્ય

CAT Result 2021 Gujarat Toppers:  સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય આ ઉક્તિ સાર્થક કરી છે ગુજરાતના એ તેજસ્વી તરલાઓએ જેમને CAT-2021 માં 99.99 પર્સેન્ટાઈલ (CAT 2021 99.99 Percentile Scroe Gujarat Students) હાંસલ કર્યા છે. દેશની જાણીતી IIM જેવી ટોપની બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ માટે  CAT (Comman Admission Test CAT 2021)  લેવાય છે. જેમાં ગુજરાતના ચાર વિધાર્થીઓએ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે પણ કેટલી મહેનત કરવી પડે છે દેશની ટોપ ની બિઝનેસ સ્કૂલમાં (CAT 2021 Results Toppers) એડમિશન મેળવવા આવો જાણીએ આ વિધાર્થીઓ પાસેથી.

19 વિદ્યાર્થીઓએ 99.99 પર્સેન્ટાઇલ માર્ક મેળવ્યા

આઇઆઇએમ સહીતની મેનેજમેન્ટ સંસ્થાનો પ્રવેશ માટે 28 નવેમ્બરમાં CATની પરીક્ષા લેવાઈ હતી. જેમાં 9 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 પર્સેન્ટાઇલ માર્ક્સ મેળવ્યા છે. જેમાં મહારાષ્ટ્રના ચાર, યુપીના 2 જ્યારે હરિયાણા, પ.બંગાળ અને તેલંગાણાના એક એક વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 પર્સેન્ટાઇલ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે  19 વિદ્યાર્થીઓએ 99.99 પર્સેન્ટાઇલ માર્ક મેળવ્યા છે. જેમાં ગુજરાતના 4 વિદ્યાર્થીઓએ મેળવ્યા 99.99 પર્સેન્ટાઇલ માર્કસ હાંસલ કર્યા છે.

આ પણ વાંચો : Banking Jobs: દેશભરની બેંકોમાં ખાલી છે હજારો પોસ્ટ, અહીંયાથી જાણો કઈ બેંકમાં કેટલી છે જગ્યા

કોરોનાની બીજી લહેરમાં આખો પરિવાર કોરોનાગ્રસ્ત હતો છતાં લક્ષ્ય ન છોડ્યું

કેટમાં 99.99 પર્સેન્ટાઈલ મેળવનાર સતકીરતસિંઘ આહુજા જણાવે છે કે તેણે નિરમાં યુનિવેરસિટી માં એન્જીનીયરીંગ કર્યું છે. સ્કૂલનો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ લોયલામાં થયો છે. સતત 6 મહિનાથી કરેલી મહેનતનું આ પરિણામ છે. કોરોનાની બીજી લહેરમાં આખો પરિવાર કોરોના ગ્રસ્ત થઈ ગયો હતો. તેના પિતાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. છતાં સતકીરતે લક્ષ્ય પર બાજ નજર રાખી હતી અને રિઝલ્ટ મેળવ્યું હતું

IIT ગાંધીનગરથી IIMની સફર ખેડવાનું લક્ષ્ય

જ્યારે 99.90 પર્સેન્ટાઈલ મેળવનાર પૂજન મોદી હાલ IIT ગાંધીનગરમાં મિકેનિકલ એન્જીનીયરીંગમાં બીટેક કરે છે. એન્જીનીયરીંગ પછી મેનેજમેન્ટ કરવાનો વિચાર આવ્યો જેથી કેટની એક્ઝામ આપી હતી. આ પરિણામ આવ્યા પછી આશા છે કે દેશની ટોપ IIM માંથી પ્રવેશ માટે કોલ આવી જશે.  છેલ્લા ત્રણ ચાર મહિનામાં  અઠવાડિયા પ્રમાણે મોક એક્ઝામ આપતો હતો જેથી હું વધારે સારો સ્કોર કરી શકું.

આ પણ વાંચો : RBI Recruitmemt 2022 : RBI SOની ભરતી, જાણો ક્યારથી શરૂ થશે ઓનલાઇન અરજી

ગુજરાતમાંથી અંદાજે 10 હજાર વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી

ગાંધીનગરના બીટેકના વિધાર્થી હર્ષિત કુમારે પણ કેટમાં 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. દરેક પ્રશ્નને સોલ્વ કરવા પાછળ કેટલો સમય ફાળવું છું તેનું પણ એનાલિસિસ હું કરતો હતો. જર લોકો કેટ એક્ઝામ આપવા માંગે છે તેઓ સૌથી વધુ મોક ટેસ્ટ આપે તેવી મારી સલાહ રહેશે. IMS ઇનસ્ટિટ્યૂટના હેડ મનીષ જણાવે છે કે દેશભરમાંથી 2 લાખ વિધાર્થીઓ અને   ગુજરાતમાંથી અંદાજે 10 હજાર વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. કેટની પરીક્ષા ખરેખર ટફ હોય છે. દેશભરમાં 20 IIM સહિત બિઝનેસ સ્કૂલમાં અંદાજે 5 હજારથી વધુ બેઠક માટે આ પરીક્ષા યોજાય છે.
Published by:Jay Mishra
First published:

Tags: Career News, Education News, Entrance Exams, Exam results, IIM-A

આગામી સમાચાર