Home /News /career /CAT 2021 Results : અમદાવાદના ચિરાગે રીસર્ચ છોડીને આપી CAT, પ્રથમ ટ્રાયલમાં 100 પર્સન્ટાઇલ મેળવ્યા

CAT 2021 Results : અમદાવાદના ચિરાગે રીસર્ચ છોડીને આપી CAT, પ્રથમ ટ્રાયલમાં 100 પર્સન્ટાઇલ મેળવ્યા

CAT 2021 Results : કેટમાં પ્રથમ ટ્રાયલે 100 પર્સન્ટાઇલ મેળવનારા અમદાવાદના વિદ્યાર્થીની સક્સેસ સ્ટોરી

CAT Result 2021 : સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય! સફળતા (Success) મેળવવા નિષ્ફળતાના કડવા ઘૂંટ પણ પીવા પડે છે. આ વાતને ખરા અર્થમાં સાર્થક કરતું કાર્ય અમદાવાદના એક યુવાને કર્યું છે. પોતાના રીસર્ચ વર્ક (Research Work)થી કંટાળીને અમદાવાદના ચિરાગ ગુપ્તા (Chirag Gupta)એ IIM પ્રવેશ પરીક્ષા-CAT 2021 (IIM Admission) આપી અને પ્રથમ પ્રયાસમાં જ 100 ટકા ગુણ મેળવ્યા હતા

વધુ જુઓ ...
સફળતા (Success) મેળવવા નિષ્ફળતાના કડવા ઘૂંટ પણ પીવા પડે છે. આ વાતને ખરા અર્થમાં સાર્થક કરતું કાર્ય અમદાવાદના એક યુવાને કર્યું છે. પોતાના રીસર્ચ વર્ક (Research Work)થી કંટાળીને અમદાવાદના ચિરાગ ગુપ્તા (Chirag Gupta)એ IIM પ્રવેશ પરીક્ષા-CAT 2021 (IIM Admission) આપી અને પ્રથમ પ્રયાસમાં જ 100 ટકા ગુણ મેળવ્યા હતા. હાલ ચિરાગ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (IISER) પૂણે ખાતે BS-MS પ્રોગ્રામનો અભ્યાસ કરી રહ્યો છે. તે આ વર્ષે તેનો માસ્ટર્સ થીસીસ પૂર્ણ કરશે.

શા માટે આપી CAT-2021? તેણે CAT-2021 શા માટે પસંદ કરી અને રીસર્ચમાંથી મેનેજમેન્ટમાં પોતાના કરિયરનો રસ્તો શા માટે બદલ્યો? આ સવાલના જવાબમાં ચિરાગે જણાવ્યું કે, તે હંમેશા કંઇક રોમાંચક કરવા માંગતો હતો. ચિરાગ પહેલા ફિઝીક્સમાં પોતાનું રીસર્ચ કરી રહ્યો હતો, પરંતુ બાદમાં તેણે વોટર પોવર્ટી પસંદ કર્યું.

વર્ષ 2017માં ક્લિયર કરી JEE

ચિરાગે વર્ષ 2017માં JEE એડવાન્સ્ડને 5064માં રેન્ક સાથે ક્લિયર કરી હતી. ત્યારે તેણે IITના બદલે IISER પસંદ કર્યુ હતું, કારણ કે તે સમયે તે વિજ્ઞાનમાં કરિયર બનાવવા ઇચ્છતો હતો. અને રીસર્ચ કરીને પીએચડી અને પ્રોફેસર બનવા માંગતો હતો. જોકે, હવે તેણે પોતાનો પ્લાન બદલ્યો છે અને તે કહે છે કે, “IISERની જગ્યાએ IIT વધુ સારું છે.”

નવી વસ્તુઓ શીખવી રસપ્રદ છે

ચિરાગ જણાવે છે કે, “હું પોતાને એક વિષય પર 7-8 વર્ષ માટે રીસર્ચ કરતો જોઇ નહીં શકું. તેથી મેં નક્કી કર્યુ કે હું મેનેજમેન્ટ પસંદ કરીશ. મને લાગે છે કે જે પણ નવા પ્રોજેક્ટ તમને મળે છે તેમાં દરેક વખતે તમે કંઇક નવીન શીખી શકો છો. કન્સલ્ટિંગમાં તમારે એક જ પ્રોજેક્ટ પર લાંબા સમય સુધી કામ કરવાનું રહેતુ નથી. તમે 5-6 મહિના પછી પ્રોજેક્ટ બદલી શકો છો, જે ખૂબ રસપ્રદ વાત છે. હવે હું નવી વસ્તુઓ શીખી શકીશ.”

ટોપ IIM જોડાવા માંગે છે ચિરાગ

ચિરાગ હવે પોતાના સારા ભવિષ્ય માટે અમદાવાદ, બેંગલોર અથવા કોલકાતાની કોઇ પણ ટોપ આઇઆઇએમમાં જોડાવા માંગે છે. ત્યાર બાદ તે સ્ટ્રેટેજી કન્સલ્ટિંગ પસંદ કરવા માંગે છે અને ત્યાર બાદ ટોપ 3 કન્સલ્ટિંગ ફર્મ્સ – મેકેન્ઝી, બીસીજી અથવા બેઇન એન્ડ કંપનીમાંથી કોઇ એકમાં કામ કરવાની ઇચ્છા ધરાવે છે.

કઇ રીતે કરી CAT-2021ની તૈયારી?

તેણે માર્ચ 2021ની આસપાસ CAT માટેની તૈયારી શરૂ કરી હતી. શરૂઆતમાં તે T.I.M.E અને IMSમાં સપ્તાહમાં એક વખત મોક ટેસ્ટ આપતો હતો અને ત્યાર બાદ રોજ મોક ટેસ્ટ આપવાનું શરૂ કર્યું. ચિરાગ જણાવે છે કે, ”હું દિવસમાં 5 કલાક અભ્યાસ કરતો, જેમાં મોક ટેસ્ટ પણ સામેલ છે. હું સેલ્ફ સ્ટડી કરતો અને તેથી હું ઘણું શીખ્યો.”

આ પણ વાંચો :  CAT 2021 Result: આ વિદ્યાર્થીઓએ કેટમાં મેળવ્યા 99.99 પર્સન્ટાઇલ, જાણો સફળતાની કહાણી

JEE એડવાન્સ્ડ અને CATની તૈયારીઓમાં ઘણો તફાવત છે. ચિરાગ જણાવે છે કે, “JEE માટે તમારે તમામ ફોર્મ્યુલા અને કોન્સેપ્ટ યાદ રાખવાની જરૂર પડે છે અને પરીક્ષા પાસ કરવા ખૂબ વધારે જાણકારીની આવશ્યકતા રહે છે, જ્યારે CAT 2021એ એપ્ટિટ્યૂડ વિશે છે અને તમે આપેલ સમય મર્યાદામાં કેવી રીતે પ્રશ્નો ઉકેલી શકો છો તેના પર આધાર રાખે છે.”

આ પણ વાંચો : Banking Jobs: દેશભરની બેંકોમાં ખાલી છે હજારો પોસ્ટ, અહીંયાથી જાણો કઈ બેંકમાં કેટલી છે જગ્યા

ચિરાગના પિતા SBI લાઇફમાં ડેપ્યુટી જનરલ મેનેજર છે, જ્યારે તેમના માતે અનિતા ગુપ્તા ગૃહિણી છે. તેને બે બહેનો પણ છે – જેમાંથી એક એસબીઆઇમાં કામ કરે છે અને એક માર્કેટ રીસર્ચ ફર્મમાં કામ કરે છે.
First published:

Tags: Cat, Entrance Exams, Exam Fever 2022