Home /News /career /Voice Over Artist: વોઈસ ઓવર આર્ટિસ્ટ એક નવા યુગની શરૂઆત, તમારો પ્રભાવશાળી અવાજ મદદરૂપ થશે

Voice Over Artist: વોઈસ ઓવર આર્ટિસ્ટ એક નવા યુગની શરૂઆત, તમારો પ્રભાવશાળી અવાજ મદદરૂપ થશે

વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે કારકિર્દી બનાવો

Voice Over Artist: વોઈસ ઓવર આર્ટિસ્ટ બનવા માટે કોઈ ખાસ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. જો તમારો અવાજ સારો અને અસરકારક હોય તો આ ક્ષેત્રમાં રોજગારીની ઘણી તકો છે. વોઈસ ઓવર આર્ટિસ્ટ કઈ રીતે બની શકાય અને કઈ સંસ્થાઓમાં અભ્યાશ કરાવવામાં આવે છે સહિતની તમામ માહિતી જાણો.

વધુ જુઓ ...
    Career Tips, Voice Over Artist: જો તમારો અવાજ પ્રભાવશાળી છે તો તમે વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે તમારી કારકિર્દી બનાવી શકો છો. હાલમાં મનોરંજન, રમતગમતથી લઈને અભ્યાસ ક્ષેત્રે વોઈસ ઓવર આર્ટિસ્ટની જરૂર છે. વોઈસ ઓવર કલાકારો તેમની ભાષાની પકડ પ્રમાણે વાર્તાઓને અવાજ આપે છે. વોઈસ ઓવર એ પ્રોડક્શન ટેકનિક છે. જેમાં અવાજ દ્વારા કંઈપણ રજૂ કરવામાં આવે છે. વોઇસ ઓવર કલાકારો પ્રેક્ષકો સાથે જોડાણ બનાવવા માટે લેખિત શબ્દોને અવાજમાં રૂપાંતરિત કરે છે. જો તમે પણ વોઈસ ઓવર આર્ટિસ્ટ બનવા ઈચ્છો છો, તો અહીં કોર્સ સંબંધિત વિગતો જાણો.

    કઈ રીતે બની શકાય


    વોઈસ ઓવર આર્ટિસ્ટ બનવા માટે વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે જેના દ્વારા વ્યક્તિ આ ક્ષેત્રમાં વધુ જ્ઞાન મેળવી શકે છે. જો તમે ઇચ્છો તો, તમે બેચલર ઓફ આર્ટસ ઇન મ્યુઝિક વોકલના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકો છો. આ એક અંડરગ્રેજ્યુએટ કોર્સ છે. આ કોર્સમાં ધોરણ 12 પછી પ્રવેશ મળી શકે છે. કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓ આ કોર્સ કરી શકે છે. આ સિવાયની કોઈ વિશેષ લાયકાતનો સમાવેશ થતો નથી.

    તમે આ સંસ્થાઓમાંથી BA સંગીતનો અભ્યાસ કરી શકો છો



    • અવિનાશિલિંગમ યુનિવર્સિટી, કોઈમ્બતુર, તમિલનાડુ

    • સરકારી ગર્લ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ, રામપુર

    • જવાહરલાલ નેહરુ પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ, ઉત્તર પ્રદેશ

    • કન્નડ યુનિવર્સિટી


    એક નવા યુગની કારકિર્દી


    વોઈસ ઓવર આર્ટિસ્ટ એ નવા યુગની કારકિર્દી છે. તેમાં ઝડપી વૃદ્ધિનો અવકાશ છે. જો કે કરિયરની શરૂઆતમાં તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ, સમય જતાં, તે પ્રસિદ્ધિ સાથે મોટી કમાણી કરશે. સરકારી સંસ્થાઓ ઉપરાંત ઘણી ખાનગી સંસ્થાઓ આ કોર્સ કરાવી રહી છે.

    વોઈસ ઓવર આર્ટિસ્ટને મળતી તકો


    વૉઇસ ઓવર આર્ટિસ્ટ બનીને, તમે ફિલ્મો ડબ કરી શકો છો, મનોરંજનના અન્ય ક્ષેત્રોમાં વિકલ્પો શોધી શકો છો. તમે સ્પોર્ટ્સ મેચો પર કોમેન્ટ્રી પણ કરી શકો છો. રેડિયો, મીડિયા અને જાહેરાતોમાં વોઈસ ઓવર આર્ટિસ્ટ્સની માંગ વધી રહી છે. વોઈસ ઓવર આર્ટિસ્ટ બનીને તમે સરળતાથી મહિને 20 થી 35 હજાર રૂપિયા કમાઈ શકો છો.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Career Guidelines, Career tips, Music artist, Voice

    विज्ञापन
    विज्ञापन