Career Tips: ઈન્ટરવ્યૂ લેનાર થઈ જશે તમારો ફેન! પૂછજો ફક્ત આ પાંચ પ્રશ્નો, નોકરી સમજો પાક્કી

ઈન્ટરવ્યૂઅરને પૂછજો પાંચ સવાલ થઈ જશે તમારો નોકરી પાક્કી

How to crack Interviews : ઈન્ટરવ્યૂ પેનલ (Interview Panel)માં હાજર લોકોને ઈમ્પ્રેસ કરવા માટે તમારે પણ તેમને કેટલાક પ્રશ્નો (Interview Questions) પૂછવાના રહેશે.

  • Share this:
    Career Tips: ઈન્ટરવ્યૂ સમયે સામેવાળી વ્યક્તિ પર તમારે પોતાનો પ્રભાવ છોડવાનો હોય છે. ઈન્ટરવ્યૂનો સમયગાળો (Interview Process) ભલે કંઈપણ હોય, બસ તમારે એક જ વાત માનીને આગળ વધવાનું છે કે આ જોબ મેળવવા માટે તમારી પાસે ફક્ત આટલો જ સમય છે. એવામાં તમે અગાઉથી કેટલાક સવાલોનું એક લિસ્ટ તૈયાર કરીને રાખો, જે તમારે ઈન્ટરવ્યૂઅરને પૂછવાના છે. જી હાં. ઈન્ટરવ્યૂ પેનલ (Interview Panel)માં હાજર લોકોને ઈમ્પ્રેસ કરવા માટે તમારે પણ તેમને કેટલાક પ્રશ્નો (Interview Questions) પૂછવાના રહેશે.

    ઈન્ટરવ્યૂઅરને પ્રશ્નો પૂછવાથી તમે પૂરી તૈયારી સાથે ઈન્ટરવ્યૂમાં આવ્યા હોવાની વાતનો ખ્યાલ તેમને આવે છે. આ સાથે જ તમને કંપની અને તેની સાથે જોડાયેલી મહત્વની જાણકારી પણ મળી જાય છે. અહી જાણો કેટલાક એવા સવાલ (Interview Tips) જેનાથી તમે ઈન્ટરવ્યૂઅર પર પોતાનો પ્રભાવ જમાવી શકો છે.

    આ કામમાં શું ચેલેન્જીસ હશે?

    આ એવી જાણકારી છે જે કંપની તમને ક્યારેય પણ લખીને નહી આપે અને ના તો કંપનીનું મેનેજમેન્ટ કે મેનેજર આ અંગે તમારી સાથે ચર્ચા કરશે. આ વાત તમારે ખૂબ હોંશિયારી સાથે પૂછવાની રહેશે અને ઈન્ટરવ્યૂઅરની વાતનો અર્થ સમજવો પડશે કે ક્યાંક તેમની વાત ટીમ પોલિટીક્સ તરફ તો ઈશારો નથી કરી રહી? આ વાત તમારે જાતે જ સમજવાની રહેશે.

    આ પણ વાંચો : From Google to PMRF: વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મળે છે દર મહિને 75,000 રૂ.સુધી સહાય, ચેક કરો વિગતો

    તમને અહીં સૌથી વધુ શું ગમે છે?

    તમારો આ પ્રશ્ન ઈન્ટરવ્યૂઅરને હેરાન કરી શકે છે! પણ તે ઈમ્પ્રેસ પણ જરૂરથી થશે. જો તે સમય લઈ અને પોતાનો વર્ક એક્સપિરિયન્સ શેર કરે છે, તો સમજી જવું કે તેને આ કંપનીમાં કામ કરવું ગમે છે. પણ જો તે માત્ર 2 થી 3 મિનીટમાં તેનો જવાબ પૂરો કરી દે તો સમજી જવું કે ભવિષ્યમાં તમારી માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે.

    ટીમમાં દરરોજ કેવા પ્રકારના કામ કરવામાં આવે છે?

    આ સામાન્ય પ્રશ્ન છે. આ પ્રશ્ન તમે ઈન્ટરવ્યૂઅરને તમારા પ્રશ્નોમાં કેટલો રસ છે? એ જાણવા પણ પૂછી શકો છો. આનાથી તમે નવી જગ્યાએ તમારે કેવા પ્રકારના કામ કરવાના છે અને તમારી ટીમ કેવી છે? તે વાતથી પણ પરિચીત થઈ જશો.

    જોબના પ્રથમ 6 મહિનામાં મારાથી શું અપેક્ષા છે?

    આનાથી તમને જાણ થશે કે શરૂઆતના દિવસોમાં તમારે કેટલું કામ કરવાનું રહેશે. તમે અહીં શું નવું શીખી શકો છો અને શું તમારી મદદ કરી શકે તેવું કોઈ અહીં છે? તે વાતથી પણ પરિચીત થઈ જશો. જો તેમનો જવાબ તમારા મરજી મુજબનો ન હોય તો તમારા વિચાર અંગે તમે જણાવી શકો છો.

    આ પણ વાંચો : IIT Recruitment 2021: આસિસ્ટન્ટ પ્રોફેસરની 49 જગ્યા માટે ભરતી, 70,000 રૂ. પગારથી થશે શરૂઆત

    મારા પહેલા આ પોસ્ટ પર કોણ હતું?

    ઈન્ટરવ્યૂના અંતિમ તબક્કામાં તમે આ પ્રશ્ન પૂછી શકો છો. જાણવાનો પ્રયત્ન કરો કે તમારા પહેલા જે વ્યક્તિ તે પોસ્ટ પર હતો તેણે જોબ શા માટે છોડી અને કેટલા સમય સુધી તેણે અહીં કામ કર્યું? જો તે વ્યક્તિએ ઓછા સમય માટે કામ કર્યું હોય તો તમારી માટે પણ અહીં મુશ્કેલી થઈ શકે છે.
    First published: