Home /News /career /Career Tips: અભ્યાસ સમયે એકાગ્રતા નથી રહેતી તો આ રીતે રહો સાવધાન, અતિ મહત્વપૂર્ણ ટિપ્સ

Career Tips: અભ્યાસ સમયે એકાગ્રતા નથી રહેતી તો આ રીતે રહો સાવધાન, અતિ મહત્વપૂર્ણ ટિપ્સ

ભણવાના સમયે એકાગ્ર ન થવાના કારણ

Career Tips: જો તમને પણ ભણતી વખતે ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ થાય છે, તો અમે તમને કેટલાક કારણો જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે આવું થઈ રહ્યું છે. આ બાબતો દર્શાવે છે કે તમે સાચી દિશાથી ભટકી રહ્યા છો. આ વાતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

વધુ જુઓ ...
    Career Tips: કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તમારી મહેનત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે અભ્યાસની વાત આવે છે, ત્યારે સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે. બેઝિક એજ્યુકેશનથી માંડીને 10, 12 અને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ યોગ્ય રીતે કરવામાં ન આવે તો સોનેરી ભવિષ્યની કલ્પના પણ કરવી અસંભવ છે. જો કે, આજના બાળકો અભ્યાસ દરમિયાન આવી ઘણી ભૂલો કરે છે, જેના કારણે તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે.

    જો તમને પણ ભણતી વખતે ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ થાય છે, તો અમે તમને કેટલાક કારણો જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે આવું થઈ રહ્યું છે. આ બાબતો દર્શાવે છે કે તમે સાચી દિશાથી દૂર જઈ રહ્યા છો. અહીં એવી અમુક બાબતો વર્ણવવામાં આવી છે જેને લઈને તમને મુશ્કેલીઓ થઇ રહી છે.

    મોબાઇલ અને ઇન્ટરનેટ


    આજના મોટાભાગના બાળકો હંમેશા મોબાઈલ અને ઈન્ટરનેટમાં વ્યસ્ત રહે છે. સ્માર્ટફોનનો સતત ઉપયોગ કરવાની આદતને કારણે ઘણા લોકો દર 5 મિનિટે નોટિફિકેશન ચેક કરે છે. આવા બાળકો જ્યારે ભણવા બેસે છે ત્યારે તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે.

    વધુ સામાજિક બનવું


    ઘણા લોકો વારંવાર તેમનો સમય મિત્રો, સંબંધીઓ અને પડોશીઓ સાથે વિતાવે છે. હંમેશા લોકો સાથે વાત કરવામાં અને સામાજિક ક્ષેત્રે સમય આપી રહ્યા હોય છે. આવા લોકોને અભ્યાસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે.

    મલ્ટીટાસ્કીંગ


    ઘણા લોકો એકસાથે ઘણી બધી વસ્તુઓ કરવા માંગે છે, આવા લોકોનું ધ્યાન કોઈ એક દિશામાં સ્થિર થઇ શકતું નથી. જે લોકો મલ્ટીટાસ્કિંગ કરે છે તેઓ અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, જેના કારણે તેમને મુશ્કેલી થાય છે. જો સમય જતાં મલ્ટીટાસ્કીંગ બંધ કરવામાં ન આવે, તો તેમની વાંચન કાર્યક્ષમતા સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે.

    આ પણ વાંચો: ઓફિસ મીટિંગમાં આ રીતે રાખો તમારી વાત, ઇમ્પ્રેશન પડશે મજબૂત

    અન્યનો વિચાર કરવો


    અન્ય વ્યક્તિ વિશે વધુ પડતું વિચારવું, કોઈની ઈર્ષ્યા અનુભવવાથી ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. જે લોકો બીજાઓ વિશે વધુ વિચારે છે તેઓ ફક્ત તેમની સફળતા જ જોઈ શકે છે, પરંતુ પોતાના માટે નકારાત્મક વિચારે છે.

    નિયમિત ભોજનમાં ફેરફાર


    મોટાભાગના લોકો લાંબા અભ્યાસ દરમિયાન ખોરાક છોડી દે છે. ખોરાક છોડવાથી આપણા શરીરને યોગ્ય માત્રામાં ગ્લુકોઝ મળતું નથી, જેના કારણે પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. પેટ સંબંધિત સમસ્યાઓના કારણે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Career Guidance, Career Guidelines, Career tips

    विज्ञापन
    विज्ञापन