Career Tips: ધો.12 બાદ કારકિર્દી બનાવવા આ બાબતો પર આપો ધ્યાન

Career Tips: ઘણા બધા છાત્રો એવા છે જેઓ કારકિર્દી અંગે ગડમથલ અનુભવે છે. જેથી આજે અહીં ધો.12 બાદ વિદ્યાર્થીઓએ કઈ રીતે નિર્ણય લેવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે

Career Tips: ઘણા બધા છાત્રો એવા છે જેઓ કારકિર્દી અંગે ગડમથલ અનુભવે છે. જેથી આજે અહીં ધો.12 બાદ વિદ્યાર્થીઓએ કઈ રીતે નિર્ણય લેવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે

  • Share this:
ધો.12 પછી વિદ્યાર્થીઓ કારકિર્દી (Career)ના પ્લાનિંગ કરવા લાગે છે. કેટલાક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ (Higher Studies) કરવા ઈચ્છે છે, તો કેટલાક શૈક્ષણિક લાયકત (qualifications) મુજબ નોકરી-વ્યવસાય (Job) કરવાનું નક્કી કરે છે. કેટલાક વિદ્યાર્થીઓ નાની ઉંમરથી પોતાનો ધંધો (Business) શરૂ કરવાનું વિચારે છે. પરંતુ ઘણા બધા છાત્રો એવા છે જેઓ કારકિર્દી અંગે ગડમથલ અનુભવે છે. જેથી આજે અહીં ધો.12 બાદ વિદ્યાર્થીઓએ કઈ રીતે નિર્ણય લેવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

1. નિર્ણય લેતા પહેલા વિચારવું જરૂરી

સામાન્ય રીતે તો ધો.12 માટે કરેલી મહેનત અને પરિણામ (Results)થી જ જીવનના લક્ષ્ય અને કારકિર્દીનો માર્ગ નક્કી થઈ જાય છે. ધો.12 પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ ઘણું બધું કરવા માંગે છે. પરંતુ શું પસંદ કરવું તેનો અનુભવ કે સમજ હોતી નથી. જેથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શું અને કઈ રીતે કરવા માંગે છે? તે વિચારવું અને સમજવું જરૂરી છે. તેઓ નિષ્ણાંતો (Experts)ની સલાહ લઈ શકે છે. આવું કરવાથી કારકિર્દી અંગેની ગડમથલ દૂર થશે.

2. મનગમતું ફિલ્ડ પસંદ કરવું

મોટાભાગના વિદ્યાર્થીઓ રસના વિષય મુજબ અભ્યાસ કરતા નથી. તેઓ દેખાદેખી, પરિવારના દબાણ સહિતના કારણોથી ગમતા વિષય (Interests) કરતા અલગ પ્રવાહમાં ચાલ્યા જાય છે. પરિણામે કારકિર્દીમાં પણ અવરોધ આવે છે. જેથી તમારા મનગમતા વિષયને પ્રાધાન્ય આપો. શિક્ષણ માટે કોઈ કોર્સ કરી શકો છો પણ તેમાં સફળતા મળી જ જાય તે જરૂરી નથી. કારકિર્દીમાં તમારી પસંદ અને મનગમતો વિષય જ સફળતા અપાવશે. જેથી અભ્યાસ બાદ પોતાની પસંદને મહત્વ આપો.

આ પણ વાંચો - 6.5 કરોડ નોકરીયાત માટે ખુશખબરી, આ વખતે PF ખાતામાં આવશે વધારે પૈસા, EPFOએ આપી જાણકારી

3. કારકિર્દીની પસંદગી સમયે પોતાની પરિસ્થિતિનું ધ્યાન રાખો

દરેક વિદ્યાર્થીની પરિસ્થિતિ એક સમાન હોતી નથી. કેટલાક વિદ્યાર્થીઓ પૈસાદાર પરિવારમાંથી હોય છે તો કેટલાક ગરિબ પરિવારના હોય છે. જેથી વિદ્યાર્થીઓ પોતાની વર્તમાન સ્થિતિ (Conditions) મુજબ કારકિર્દી પસંદ કરે તે જરૂરી છે. આવું કરવાથી અન્ય વિદ્યાર્થીઓથી સંકોચ નહીં થાય અને નિર્ણય પણ નહીં બદલાવો પડે.

4. નોકરી કે ધંધો? શ્રેષ્ઠ વિકલ્પ કયો?

ઘણા છાત્રો ધો.12 બાદ નોકરી કરવા માંગે છે, તો ઘણા બધા છાત્રો પોતાનો વ્યવસાય કે ધંધો કરવાનું વિચારે છે. જેથી વિદ્યાર્થીઓએ ધો.12માં જ વિચારી લેવું જોઈએ કે તેઓ નોકરી કે ધંધામાંથી કયો વિકલ્પ પસંદ કરશે. કોઈપણ સામાન્ય નોકરી કે ધંધામાં ભણતર કરતા ગણતર (સ્કીલ) વધુ જરૂરી હોય છે. જેથી ધોરણ 12 બાદ તમારે સ્કીલ પર ધ્યાન દેવું જોઈએ. તેનાથી તમને વિકલ્પ પસંદ કરવામાં સરળતા રહેશે.
First published: