Home /News /career /Career Tips: જીવનમાં પ્રગતિ માટે વર્ક લાઈફ અને પર્સનલ લાઈફને બેલેન્સ રાખવી અતિ જરૂરી

Career Tips: જીવનમાં પ્રગતિ માટે વર્ક લાઈફ અને પર્સનલ લાઈફને બેલેન્સ રાખવી અતિ જરૂરી

પ્રતિકાત્મક તસવીર

Career Tips: જીવનમાં દરેક વસ્તુનું સંતુલન જાળવવું જરૂરી છે. આના કારણે વ્યક્તિ દરરોજ સક્રિય રહે છે અને સાથે જ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સક્ષમ બને છે. તમારા વ્યવસાયિક અને અંગત જીવનને એકબીજાથી અલગ રાખો.

  Career Tips: સારું જીવન જીવવા માટે તમારા જીવનને સંતુલિત રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા લોકોને સંપૂર્ણ જીવન જીવવું ખૂબ મુશ્કેલ લાગે છે પરંતુ એવું નથી. તમારા પોતાના આરામદાયક જીવન માટે આ સૌથી સરળ વસ્તુઓમાંથી એક છે. આ સિવાય લોકો પોતાના જીવનમાં અનેક બોજ વહન કરે છે. આ બોજ ઘટાડવા માટે, તે વ્યક્તિએ તેના વ્યક્તિગત અને વ્યવસાયિક કર્યો વચ્ચે સંતુલન બનાવવું પડશે. એકવાર કોઈ વ્યક્તિ તેના જીવનમાં સંતુલન બનાવતા શીખે છે તો તેનું જીવન ઘણી હદ સુધી સરળ બની જાય છે. ચાલો વાત કરીએ કે વ્યક્તિ પોતાના જીવનમાં કેવી રીતે સંતુલન બનાવી શકે છે.

  તમારી ક્ષમતા અનુસાર લક્ષ્યો બનાવો


  તમારા જીવનને સરળ બનાવવા માટે સૌથી પહેલી વસ્તુ તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવી છે. આ સાથે દરેક કામ સમય મર્યાદામાં કરો. તમારૂ દરરોજનું શેડ્યૂલ બનાવો જેમાં નક્કી કરો કયા કાર્યોને પ્રાધાન્ય આપવું અને સમયસર પૂર્ણ કરવું. તેમાં બિનજરૂરી વસ્તુઓ ન ઉમેરવી. આ સિવાય તમે તમારા કામમાં જરૂર પડ્યે કોઈની મદદ પણ લઈ શકો છો.

  વિરામ લો


  ક્યારેય પણ કોઈ કામ લાંબા સમય સુધી ન કરો. દરેક કામ વચ્ચે નાનો બ્રેક લેવો ખૂબ જ જરૂરી છે. આના કારણે મગજ સારું રહે છે અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા પણ વધે છે. આનાથી તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લઈ શકશો, પછી તે કામ હોય કે અંગત જીવન.

  ખુશ રહેવાનો પ્રયત્ન કરો


  સુખી લોકોનું કામ હંમેશા સરળતાથી થઈ જાય છે. તેઓ કોઈપણ કામનું ટેન્શન લેતા નથી. તમારી જાતને હંમેશા કામ માટે ખુશ રાખો, પરંતુ તમારા પોતાના સમયની જરૂરિયાતને ઓળખવી પણ જરૂરી છે. તમે તમારા જીવનમાં કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરી શકો છો.

  આ પણ વાંચોઃ-ફરી દેખાયું સાબરમતી નદીમાં કેમિકલ છોડવાનું પાપ, હાઈકોર્ટનું કડક વલણ છતાં નદીમાં પ્રદુષણ યથાવત


  માનસિક રીતે સ્વસ્થ રહો


  પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો મહત્વપૂર્ણ છે. તેનાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. આ સાથે કામમાં ઉત્પાદકતા પણ વધે છે. આખું અઠવાડિયું કામ કરો પરંતુ તમારા પરિવાર અને મિત્રો માટે 1 દિવસ ફાળવવાનું સુનિશ્ચિત કરો. અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવાની આ સૌથી મદદરૂપ રીત છે.

  આ પણ વાંચોઃ-Company Hiring Policy: ઉંમર 50 પાર લોકો માટે નોકરી શોધવી મુશ્કેલ, શું કંપનીઓ પોલિસી બદલાવી રહી છે?


  સક્રિય રહેવાની જરૂર છે


  દરેક રીતે સ્વસ્થ રહેવા માટે સક્રિય રહેવું જરૂરી છે. જેના કારણે નિયમિત કસરત માનસિક સ્વાસ્થ્ય માટે સારી છે. આ સાથે ડિપ્રેશન, ચિંતા અને તણાવ પણ તેનાથી ઓછો થાય છે. ઑફિસમાં લંચ બ્રેક દરમિયાન તમે થોડી વાર વૉક કરી શકો છો. આમ કરવાથી તમારું કાર્ય જીવન સારું રહેશે, આ સિવાય તમારું શરીર અને મન પણ સ્વસ્થ રહેશે.
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Career Guidance, Career Guidelines, Career tips, જીવનધોરણ lifestyle

  विज्ञापन
  विज्ञापन