Home /News /career /Career Tips : ફેશન કોરિયોગ્રાફીમાં બનાવો કરિયર, નામ સાથે પૈસા પણ ખુબ મળશે

Career Tips : ફેશન કોરિયોગ્રાફીમાં બનાવો કરિયર, નામ સાથે પૈસા પણ ખુબ મળશે

ફેશન કોરિયોગ્રાફર્સ

ફેશન કોરિયોગ્રાફર્સ (fashion choreographer) ટ્રેન્ડ મુજબ ફેશન શોમાં ડિઝાઇનર્સ અને સ્ટાઇલિશના પ્રોડક્ટ્સને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં મદદ કરે છે. ફેશન શોનો ટ્રેન્ડ વિદેશથી આવ્યો છે.

    Career In Fashion Choreography: જો તમે પણ બીજા કરતા અલગ વિચારતા હોવ અને ક્રિએટિવ ફિલ્ડમાં તમારી કારકિર્દીને નવી અને ઊંચી ઉડાન આપવા માંગતા હો, તો તમે ફેશન કોરિયોગ્રાફીમાં વિચાર કરી શકો છો. ફેશન કોરિયોગ્રાફર્સ ટ્રેન્ડ મુજબ ફેશન શોમાં ડિઝાઇનર્સ અને સ્ટાઇલિશના પ્રોડક્ટ્સને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં મદદ કરે છે. ફેશન શોનો ટ્રેન્ડ વિદેશથી આવ્યો છે. અગાઉના વેસ્ટર્ન કલ્ચર મુજબ જ્યારે મોડલ્સ રેમ્પ વોક કરતી ત્યારે તેમાં પશ્ચિમી વિચારોની ઝલક જોવા મળતી. હવે બદલાતા સમય સાથે ભારતમાં તેનો વ્યાપ વધ્યો છે, તો હવે રેમ્પ વોકમાં ભારતીય સંસ્કૃતિ પણ જોવા મળે છે.

    કલેક્શનને પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં કોરિયોગ્રાફરો મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે રેમ્પ વોક દરમિયાન લાઇટિંગ કેવી રીતે થશે, કયું ગીત વાગશે અથવા બેકગ્રાઉન્ડની ડિઝાઇન કેવી હશે. આ વસ્તુઓ મોડેલોને વધુ આકર્ષક બનાવે છે અને તે કોઈપણ વસ્તુને પ્રેસન્ટ કરવાની વ્યાવસાયિક રીત છે.

    ફેશન કોરિયોગ્રાફર કેવી રીતે બનવું?


    ફેશન કોરિયોગ્રાફર બનવા માટે, સરકાર માન્ય કોઈ પણ બોર્ડમાંથી 12મું ધોરણ 50% થી વધુ ગુણ મેળવી પાસ કરવું. સારી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરવી પડે છે. ઘણી ખાનગી સંસ્થાઓ પણ 12મા માર્કસના આધારે પ્રવેશ આપે છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે તે જરૂરી છે કે તમે પહેલા તમારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય.

    આ પણ વાંચો: Ahmedabad: આ કોલેજમાં શરૂ થશે ટ્રાવેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટનો નવો કોર્સ; આ રીતે કરો એપ્લાય

    આ ઇન્સ્ટિટ્યુટમાંથી ફેશન કોરિયોગ્રાફીનો કોર્સ કરો


    1. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી, NIFT, નવી દિલ્હી
    2. સ્કૂલ ઓફ ફેશન ટેકનોલોજી, પુણે
    3. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, NID અમદાવાદ
    4. એપીજી યુનિવર્સિટી, શિમલા
    5. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ, ચંદીગઢ
    6. સિમ્બોસિસ સેન્ટર ઑફ ડિઝાઇન, પુણે
    7. પર્લ એકેડમી ઓફ ફેશન, નવી દિલ્હી
    8. નોર્ધન ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, ચંદીગઢ

    ફેશન કોરિયોગ્રાફર સ્કીલ્સ અને પગાર


    ફેશન કોરિયોગ્રાફર બનવા માટે તમારી પાસે સારી સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી, કોમ્યુનિકેશન અને લીડરશીપ સ્કીલ હોવી જરૂરી છે. વસ્તુઓની દેખરેખ રાકહી શકે અને અને ક્લાયન્ટ હેન્ડલિંગ આવડત જરૂરી છે. ફેશન કોરિયોગ્રાફી એ એક હાઈલી પેઈડ અને ગ્લેમરથી ભરેલું પ્રોફેશન છે. નેટવર્કીંગ આ ફિલ્ડમાં આગળ વધવામાં મદદ કરે છે. જો તમે આ ફિલ્ડમાં કામ કરશો તો લિવિંગ સ્ટાન્ડર્ડ વધશે. ભારતમાં એક ફેશન કોરિયોગ્રાફર કરિયરની શરૂઆતમાં વાર્ષિક 3 થી 5 લાખ રૂપિયા કમાય છે.

    આ પણ વાંચો: Career In Stock Market: શેર માર્કેટમાં કારકિર્દી બનાવવા કયો કોર્સ કરવો, જાણો જોબ પ્રોફાઈલ અને પગાર ધોરણ
    Published by:Krunal Rathod
    First published:

    Tags: Career Guidance, Career tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन