Home /News /career /Career Tips: અર્લી કરિયર પ્લેનિંગ કેમ જરૂરી છે, જાણો તેના ફાયદા

Career Tips: અર્લી કરિયર પ્લેનિંગ કેમ જરૂરી છે, જાણો તેના ફાયદા

પ્રતિકાત્મક તસવીર

સમયની સાથે કરિયર નક્કી કરવાનો અર્થ પણ બદલાઈ રહ્યો છે.નાની ઉંમરમાં કરિયર પ્લાનિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારી જાતને સમજવાનો સમય મળે છે.ચાલો જાણીએ અર્લી કરિયર પ્લેનિંગના ફાયદા

    Career Tips: દરેક વ્યક્તિ પોતાના કરિયરને ઉંચાઈ પર લઈ જવા ઈચ્છે છે. (Early Career Planning) આ માટે ઘણા લોકો માત્ર દેશ અને વિદેશમાં પણ મોટી અને સારી કોલેજોમાં અભ્યાસ કરવા જાય છે, તેઓ ઘણા વર્ષો સુધી અભ્યાસ કરે છે અને તે બાદ તેઓ નક્કી કરે છે કે તેમને જીવનમાં નોકરી કરવી છે કે પોતાનો વ્યવસાય કરવો છે. જો કે આ બધું વિચારવા જતા વ્યક્તિની ઉંમર નીકળી જાય છે.  (early career benefits)

    સમયની સાથે કરિયર નક્કી કરવાનો અર્થ પણ બદલાઈ રહ્યો છે. ડિજીટલ યુગમાં બાળકો નાની ઉંમરે જ પોતાના કરિયરનું પ્લેનિંગ કરે છે. આજકાલના બાળકો ભણવા સાથે નોકરી કરે છે અને સાથે નામ અને પ્રસિદ્ધિ પણ મેળવે છે. ચાલો આજે જાણીએ અર્લી કરિયર પ્લેનિંગ શું છે અને તેના ફાયદા શું છે.

    અર્લી કરિયર પ્લેનિંગના ફાયદા


    નાની ઉંમરમાં કરિયર પ્લાનિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારી જાતને સમજવાનો સમય મળે છે. ઉદાહરણ તરીકે, જો તમે 20 વર્ષની ઉંમરે તમારી ફર્સ્ટ જોબ કરો છો, તો પછી તમને સમજવાની તક મળે છે કે તમે જીવનમાં આગળ શું કરવા માંગો છો. 22 થી 24 વર્ષની ઉંમરે, તમે સમજવાનું શરૂ કરો છો કે શું તમે ખરેખર આ નોકરી કરવા માંગો છો કે બદલાવની જરૂર છે. 22 વર્ષની ઉંમરે કરિયરમાં બદલાવ શક્ય છે, પરંતુ 30 પછી કરિયરની ફિલ્ડ બદલવી મુશ્કેલ બની જાય છે.

    આ પણ વાંચો: એક જ સમયે 2 ડિગ્રી કોર્સ કઈ રીતે કરી શકો છો, જાણો UGC ગાઇડલાઇન્સ


    જે બાળકો નાની ઉંમરે પોતાની કારકિર્દી શરૂ કરે છે તેઓ પોતાના માટે ઘણું વધારે પ્લાનિંગ કરી શકતા હોય છે. આમ કરવાથી, તમે જેમ જેમ આગળ વધશો તેમ દરેક વસ્તુને સમજવી તમારા માટે સરળ બનશે, તેથી તમારો સમય બચાવવા માટે અર્લી કરિયર પ્લેનિંગ આવશ્યક માનવામાં આવે છે.

    આ પણ વાંચો: career Tips: એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે બેસ્ટ છે આ પાર્ટ ટાઈમ જોબ, આવક સાથે સ્કિલ પણ વધશે


    નાની ઉંમરે કારકિર્દી શરૂ કરવાથી તમે આગળ જતા, અનુભવના આધારે વધુ સારા નિર્ણય લઇ શકશો. તમને ભવિષ્યમાં આ ગુણની ખુબ જરૂર પડશે. વધુ સારા નિર્ણયો લઈને તમે બિનજરૂરી કામોને ટાળી શકશો અને આત્મવિશ્વાસ સાથે વધુ સારા ઓપશન શોધી શકશો.
    Published by:ankit patel
    First published:

    Tags: Career tips, Careers, Jobs and Career

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन