Home /News /career /career Tips: એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે બેસ્ટ છે આ પાર્ટ ટાઈમ જોબ, આવક સાથે સ્કિલ પણ વધશે
career Tips: એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે બેસ્ટ છે આ પાર્ટ ટાઈમ જોબ, આવક સાથે સ્કિલ પણ વધશે
પ્રતિકાત્મક તસવીર
કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એવી ઘણી પાર્ટ ટાઈમ નોકરીઓ છે, જે વિદ્યાર્થીઓની કારકિર્દી માટે પણ લાભદાયી સાબિત થઈ શકે છે. પાર્ટ ટાઈમ જોબ કરી વિદ્યાર્થીઓ તે ફિલ્ડમાં તેમની સ્કિલ્સ ડેવલપ શકે છે.
Career Tips: એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાર્ટ ટાઈમ જોબ કરીને પોકેટ મની વધારવા સાથે પરિવારની આર્થિક જવાબદારી પણ ઓછી કરી શકે છે. (Part time Job For Students) એવી ઘણી પાર્ટ ટાઈમ નોકરીઓ છે, જે વિદ્યાર્થીઓની કારકિર્દી માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પાર્ટ ટાઈમ જોબ કરતી વખતે વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં તેમનો ઇન્ટરેસ્ટ અને સ્કિલ્સ ડેવલપ શકે છે. જે તેમના કરિયરમાં ઉપયોગી થઈ શકે છે. (engineering skills Job)
ઈવેન્ટ પ્લાનિંગઃ જો તમને ઈવેન્ટ પ્લાનિંગનું સારું નોલેજ હોય તો તમે ઈવેન્ટ પ્લાનર બની કમાણી કરી શકો છો.આની અંદર પાર્ટી માટે ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય અનેક પ્રકારના અન્ય કાર્યક્રમોનું આયોજન પણ કરવું પડશે. લોકોને તેના વિશે જણાવવું પડશે. તમે આ ફિલ્ડમાં પાર્ટ ટાઇમ કરીને સારું કમિશન મેળવી શકો છો.
ટીચિંગ: એન્જિનિયરિંગના વિદ્યાર્થી હોવાને કારણે, જો તમને તમારા વિષયનું સારું જ્ઞાન હોય, તો તમે કોઈપણ જગ્યાએ કોચિંગ કરી શકો છો. આ માટે, તમારી પાસે સારું એજ્યુકેશન નોલેજ હોવું જોઈએ. પાર્ટ ટાઇમ ભણાવીને તમે તમારા અભ્યાસનો ખર્ચ પણ ઉપાડી શકો છો. આ સિવાય તમે ઘરે પણ કોચિંગ ક્લાસ ખોલીને લોકોને ભણાવી શકો છો. તમે નક્કી કરેલા ક્લાસમાં કલાકો મુજબ પગાર મેળવી સારી કમાણી કરી શકો છો.
પેઈડ રિસર્ચ આસિસ્ટન્ટઃ તમે પેઈડ રિસર્ચ આસિસ્ટન્ટ બનીને પણ પાર્ટ ટાઈમ જોબ કરી શકો છો.બાયોલોજી કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્જિનિયરિંગ, સાયકોલોજી, સોશિયોલોજી જેવા ઘણા વિભાગોમાં રિસર્ચ હોય છે અને રિસર્ચ કરનારાઓને હેલ્પરની જરૂર હોય છે. તેથી તમે રિસર્ચ લેબોરેટરીમાં કામ કરી શકો છો. આ એક યોગ્ય પાર્ટ ટાઈમ જોબ છે.જેમાં તમને સારો પગાર મળી શકે છે.
મશીન ઓપરેટર: મશીન ઓપરેટરને લેબ, હોસ્પિટલ, કંપનીમાં મશીનો પર કામ કરવામાં આવે છે. તમે આ ફિલ્ડમાં પાર્ટ ટાઈમ જોબ કરીને સારા પૈસા કમાઈ શકો છો. એન્જિનિયરિંગ અને સાયન્સના વિદ્યાર્થીઓની આ ક્ષેત્રમાં ઘણી માંગ છે. આમાં, તમે કલાક મુજબ કામ કરી શકો છો અને સારો પગાર મેળવી શકો છો.
ડેટા એન્ટ્રી ઓપરેટર: આ નોકરી માટે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ.તેમાં ઈન્ટરનેટ, વર્ડ અને એક્સેલ વગેરે પર કામ કરવું પડે છે. આમાં તમે ઓનલાઈન જોબ કરીને પૈસા કમાઈ શકો છો.જો તમારી ટાઈપીંગ સ્કીલ સારી હોય તો તેનો ફાયદો પણ મળી શકે છે. આજના સમયમાં ડેટા એન્ટ્રીની ઘણી માંગ છે. આમાં તમે ઓછા સમયમાં વધારે ડેટા એન્ટ્રી કરીને વધુ કમાણી કરી શકો છો.
પ્રોડક્ટ રિસેલિંગ: અહીં પ્રોડક્ટને ખરીદવી અને તેને સારી કિંમતે વેચવાનું કામ કરવામાં આવે છે.આ માટે ઈન્ટરનેટ પર ઘણા ઓપશન ઉપલબ્ધ હશે. આ સિવાય પ્રોડક્ટને ડાયરેક્ટ કોન્ટેક્ટ રિસેલિંગ પણ કરવામાં આવે છે. કંપનીઓ એવા લોકોને શોધી રહી છે, જેમાં લોકોને કન્વિન્સ કરી પ્રોડક્ટ્સ સેલ કરવાની સારી આવડત હોય.
ફોટોગ્રાફીઃ જો તમે એન્જીનીયરીંગની સાથે સાથે ફોટોગ્રાફીનો પણ શોખ ધરાવો છો તો આ શોખ કમાણીનો શ્રેષ્ઠ માર્ગ બની શકે છે. તમે કોઈપણ અખબાર અથવા વેબસાઇટ અથવા એજન્સી માટે પાર્ટ ટાઈમ ફોટોગ્રાફી કરીને ઘણું કમાઈ શકો છો. જો તમને બેથી વધુ ભાષાઓનું જ્ઞાન હોય તો તમે ટ્રાન્સલેશનનું કામ પણ કરી શકો છો.આ કામમાં પણ ઘણા પૈસા છે. આ કામ પાર્ટ ટાઈમ છે, જેમાં તમે થોડા કલાકોમાં પૈસા કમાઈ શકો છો.
ફ્રીલાન્સિંગ: તમે ફ્રીલાન્સિંગ વર્ક કરી પોતાનો પોર્ટફોલિયો બનાવી શકો છો. જેનાથી ભવિષ્યમાં નોકરી મેળવવામાં સરળતા રહેશે અને તમે ફ્રેશર નહીં કહેવાશો. ગ્રાફિક ડિઝાઇન, વેબ ડિઝાઇન, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને કોપીરાઇટિંગ જેવી પોસ્ટ પર કામ કરી પૈસા કમાઈ શકો છો. તમને વિવિધ પ્રકારની પ્રોફાઇલ પર કામ કરવાની તક મળશે સાથે સારા પૈસા પણ કમાઈ શકો છો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર