Home /News /career /Social Media Marketing: સોશિયલ મીડિયા માર્કેટિંગ ફિલ્ડમાં બનાવો કરિયર, જાણો કોર્સની વિગતો અને સ્કોપ
Social Media Marketing: સોશિયલ મીડિયા માર્કેટિંગ ફિલ્ડમાં બનાવો કરિયર, જાણો કોર્સની વિગતો અને સ્કોપ
સોશિયલ મીડિયા માર્કેટિંગ
હાલ સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર માર્કેટિંગ પણ મોટા પાયે થાય છે. દરેક વ્યક્તિ પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માંગે છે. આવી સ્થિતિમાં આ ફિલ્ડમાં રોજગારીની ઘણી તકો ઉભી થઇ રહી છે.
Social Media Marketing: હાલનો સમય સોશિયલ મીડિયાનો છે. મોટાભાગના લોકો પોતાના રોજિંદા જીવનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ખુબ વધ્યો છે. (Career Guidance) જેની અસર આપણા જીવનની દરેક બાબતોમાં તેની અસર જોઈ શકીએ છીએ. આજકાલ સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર માર્કેટિંગ પણ મોટા પાયે થાય છે. (course on demand) સોશિયલ મીડિયા માર્કેટિંગ કોઈપણ બિઝનેસ અને કંપનીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સોશિયલ મીડિયા માર્કેટિંગ એ ટેક્નિક છે જેની મદદથી સોશિયલ સાઇટ્સ પર બ્રાન્ડ અથવા પ્રોડક્ટને પ્રમોટ કરવામાં આવે છે. (Educational course after 12)
ટેક્સ્ટ, ઇમેજ, વિડિયો, ઑડિયો અને ઇન્ફોગ્રાફિક જેવા વિવિધ મીડીયમનો ઉપયોગ.કરી માર્કેટિંગ કરવામાં આવે છે. કે માર્કેટમાં દરેક વ્યક્તિ પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માંગે છે. (social media marketing) આવી સ્થિતિમાં આ ફિલ્ડમાં રોજગારીની ઘણી તકો ઉભી થઇ રહી છે. ચાલો આજે જાણીએ સોશિયલ મીડિયા માર્કેટિંગ કોર્સ સંબંધિત વિગતો વિશે
સોશિયલ મીડિયા માર્કેટિંગ કોર્સ માટે લાયકાત
સોશિયલ મીડિયા માર્કેટિંગ કોર્સમાં એડમિશન મેળવવા માટે કોઈ હાયર એજ્યુકેશનની જરૂર નથી. જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 કે 12 પાસ કર્યું છે તેઓ આ કોર્સ કરવા માટે પાત્ર છે. દેશમાં ઘણી સરકારી અને ખાનગી સંસ્થાઓ છે જ્યાંથી આ કોર્સ કરી શકાય છે. આ સિવાય પણ ઘણી ઓનલાઈન વેબસાઈટ છે. જેના દ્વારા આ કોર્સ શીખી શકાય છે. સોશિયલ મીડિયા માર્કેટિંગ કોર્સ ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં કરી શકાય છે. આ કોર્સ કરવા માટે 10 થી 90 હજાર રૂપિયા જેટલી ફી હોય શકે છે.
તમે આ ઇન્સ્ટિટ્યુટ્સમાંથી સોશિયલ મીડિયા માર્કેટિંગનો અભ્યાસ કરી શકો છો
1. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ- કાશીપુર, ઉત્તરાખંડ 2. મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજ, ચેન્નાઈ 3. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ- બેંગલોર, કર્ણાટક
સોશિયલ મીડિયા માર્કેટિંગનો કોર્સ લઈને, તમે કન્ટેન્ટ મેનેજર, સોશિયલ મીડિયા મેનેજર, ડિજિટલ માર્કેટિંગ મેનેજર, ઓનલાઈન કોમ્યુનિટી મેનેજર, પબ્લિક રિલેશન્સ મેનેજર, બ્રાન્ડ મેનેજર, ડિજિટલ મીડિયા સુપરવાઈઝર અને સોશિયલ મીડિયા એનાલિસ્ટ આ જોબ પ્રોફાઇલ્સ પર કામ કરી શકો છો -. તમે સોશિયલ મીડિયા માર્કેટિંગનો કોર્સ કરીને દર મહિને 20 થી 30 હજાર રૂપિયા સરળતાથી કમાઈ શકો છો. અનુભવ સાથે આ ફિલ્ડમાં ઝડપથી પ્રમોશન થઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર