Home /News /career /

BA Career Option : એવું નથી કે એન્જીનીયર - ડોક્ટર જ બનવું જોઈએ! BA ની ડિગ્રી પણ તમને અપાવી શકે છે સારી નોકરી

BA Career Option : એવું નથી કે એન્જીનીયર - ડોક્ટર જ બનવું જોઈએ! BA ની ડિગ્રી પણ તમને અપાવી શકે છે સારી નોકરી

BAની ડિગ્રી નોકરી અપાવી શકે છે

Courses in BA: BA કોર્સમાં સંગીત, ભાષા, મનોવિજ્ઞાન, ઇતિહાસ, કલા અને માનવતા જેવા ઘણા વિષયોનો સમાવેશ થાય છે. આ 3 વર્ષનો ડિગ્રી કોર્સ છે. BA માં ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના ઘણા રસ્તાઓ ખોલે છે.

    Career in BA:   BA એટલે કે બેચલર ઇન આર્ટસ જેની હાલમાં ખૂબ માંગ છે. આ એક અંડરગ્રેજ્યુએટ કોર્સ છે જેમાં કલાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકાય છે. BA કોર્સમાં સંગીત, ભાષા, મનોવિજ્ઞાન, ઇતિહાસ, કલા અને માનવતા જેવા ઘણા વિષયોનો સમાવેશ થાય છે. આ 3 વર્ષનો ડિગ્રી કોર્સ છે. BA માં ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના ઘણા માર્ગો ખોલે છે.

    BA પછી, વ્યક્તિ ઘણી સરકારી અને બિન-સરકારી સંસ્થાઓમાં નોકરી માટે અરજી કરી શકે છે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે છે. BA કરીને વિદ્યાર્થીઓ કોમ્યુનિકેશન, સર્જનાત્મકતા અને પ્રતિભા જેવા કૌશલ્યો વિકસાવી શકે છે. તેમજ ભારતીય વહીવટી સેવા, બેંક અને જાહેર ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકાય છે.

    BA પછી શું કરવું


    BA પછી વિદ્યાર્થીઓની સામે કારકિર્દીના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, બીએડ (બેચલર ઑફ એજ્યુકેશન), એમએ (માસ્ટર ઑફ આર્ટ), એમબીએ (માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન), એલએલબી (બેચલર ઑફ લૉ), એમએસસી (માસ્ટર ઑફ સાયન્સ) અને એમ.એડ (માસ્ટર ઑફ એજ્યુકેશન) અભ્યાસક્રમો પસંદ કરી શકાય છે. આ સાથે ઘણા પ્રોફેશનલ કોર્સ કરીને ચોક્કસ વિષયમાં સ્પેશિયલાઇઝેશન કરી શકાય છે. BA પછી, વ્યક્તિ શાળા અને કોલેજોમાં શિક્ષક, ગ્રંથપાલ અને ભાષા શિક્ષક તરીકે કામ કરી શકે છે.

    આ પણ વાંચોઃ-Success story: દિલ્હીની બ્યુટી ક્વીન ઐશ્વર્યા શ્યોરાણની સિવિલ સર્વિસમાં IFS બનવાની સફર


    BA પછી કારકિર્દીના વિકલ્પો


    - શિક્ષક

    - બેંક

    - સિવિલ સર્વિસિસ (IPS, IAS, IFS)

    - પોલીસ

    - રેલ્વે

    - આર્મી

    - જાહેર ક્ષેત્ર

    BA પછીના પ્રોફેશનલ કોર્સ


    - જર્નાલિઝમ અને કોમ્યુનિકેશનમાં ડિગ્રી અને ડિપ્લોમા

    - બેચલર ઓફ લાયબ્રેરી સાયન્સ

    - એલએલબી

    - વિદેશી ભાષા

    - ડિજિટલ માર્કેટિંગમાં પીજી ડિપ્લોમા

    - મેનેજમેન્ટ કોર્સ

    - ફેશન ડિઝાઇનિંગ

    - મૂળભૂત શાળા તાલીમ અભ્યાસક્રમ

    - એનિમેશન અને મલ્ટીમીડિયા

    - ઇન્ટિરિયર ડિઝાઇનિંગ

    આ પણ વાંચોઃ-Celeb Education: જાણીતી યુનિ.માં અભ્યાસ કરનાર શેહનાઝ ગિલની શૈક્ષણિક લાયકાત જાણો છો આપ?


    લાયકાત


    - કળામાં રસ

    - પ્રત્યાયન કૌશલ્ય

    - બજાર અને અભ્યાસક્રમનું જ્ઞાન

    - નવીન વિચાર

    - સર્જનાત્મકતા
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Career and Jobs, Career Guidance, Career Guidelines, Education News, Job and Career

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन