Indian Bank Recruitment 2021. ઈન્ડિયન બેંક (Indian Bank)એ ધોરણ-7થી લઈને સ્નાતક થયેલા ઉમેદવારો માટે વિભિન્ન પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પદો માટે ઉમેદવારોએ બેંકની ઓફિશિયલ વેબસાઇટ www.indianbank.in પર જઈને અરજી કરવાની રહેશે.
Indian Bank Recruitment 2021: આ પદો પર થશે ભરતી
>> વોચમેન કમ ગાર્ડનર- 1 પદ
>> ફેકલ્ટી- 2 પદ
>> અટેન્ડન્ટ- 2 પદ
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)- ફેકલ્ટી પદ માટે ઉમેદવારની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી ગ્રેજ્યૂએશનની ડિગ્રી હોવી જોઈએ. સાથોસાથ ઉમેદવારને કોમ્પ્યુટરની પણ જાણકારી હોવી જોઈએ. બીજી તરફ, અટેન્ડન્ટ પદ માટે ઉમેદવારનું ધોરણ-10 પાસ હોવું અનિવાર્ય છે. વોચમેન કમ ગાર્ડનરના પદ માટે મહત્તમ શૈક્ષણિક યોગ્યતા ધોરણ-7 પાસ નક્કી કરવામાં આવી છે.
ઉંમર મર્યાદા- આ વિભિન્ન પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 22 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા- ફેકલ્ટી પદ પર ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. બીજી તરફ અન્ય પદો માટે ઉમેદવારોની પસંદગી માત્ર ઇન્ટરવ્યૂના આધારે જ કરવામાં આવશે. પસદગી પામેલા ઉમેદવારોની નિયુક્તિ ઉત્તર પ્રદેશના સીતાપુર, બહરાઇચ અને શ્રાવસ્તી જિલ્લામાં કરવામાં આવશે. ઉમેદવારોની નિયુક્ત વર્ષ વર્ષ માટે કરવામાં આવશે.
Indian Bank Recruitment 2021: આ સરનામા પર મોકલો અરજી
ઉમેદવારો તેમની અરજી મહાપ્રબંધક, ઈન્ડિયન બેંક, અંચલ કાર્યાલય, સિવિલ લાઇન્સ, સીતાપુર-261001ના સરનામા પર મોકલી શકે છે. ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી પણ અરજી ડાઉનલોડ કરી શકે છે.
Indian Bank Recruitment 2021: ઉમેદવારો આ તારીખોનું રાખો ધ્યાન
એર ઈન્ડિયા લિમિટેડમાં વિવિધ પદો પર નોકરીની તક, 17 ઓગસ્ટ પહેલા કરો અરજી
આ ઉપરાંત, એર ઈન્ડિયા લિમિટેડ (Air India Limited)એ સ્ટેશન મેનેજર સહિત વિભિન્ન પદો પર ભરતી માટે (AIL Recruitment 2021) નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પદો માટે અભ્યર્થી AILની ઓફિશિયલ વેબસાઇટ airindia.in પર અરજી કરી શકે છે. જાહેર નોટિફિકેશન મુજબ 30 ખાલી પદો પર ભરતી કરવામાં આવશે. જાહેર નોટિફિકેશન મુજબ, પસંદગી પામેલા ઉમેદવારોની નિયુક્તિ દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ અને લખનઉ સહિત અનેક શહેરોમાં કરવામાં આવશે. 17 ઓગસ્ટ પહેલા અરજી કરવાની રહેશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર