Home /News /career /Career in Agriculture: ખેતી ક્ષેત્રે રસ ધરાવો છો તો તેમાં પણ એન્જીનિયર બની શકાય છે, જાણો વિગત

Career in Agriculture: ખેતી ક્ષેત્રે રસ ધરાવો છો તો તેમાં પણ એન્જીનિયર બની શકાય છે, જાણો વિગત

ફાઇલ તસવીર

Career in Agriculture: ભારત એક કૃષિપ્રધાન દેશ છે. આજે પણ 50 ટકાથી વધુ વસ્તી ખેતી અને તેને લગતા વ્યવસાય સાથે સંકળાયેલી છે. કૃષિ ઇજનેરોની મુખ્ય ભૂમિકા સારી ઇજનેરી પદ્ધતિઓ, શોધ, ટેકનોલોજી અને સાધનો દ્વારા કૃષિ ઉત્પાદનમાં સુધારો કરવાની છે, જેનાથી પાકનું સારું ઉત્પાદન થાય છે અને ખેતીમાં સારું વળતર મળે છે.

વધુ જુઓ ...
    Career in Agriculture: ભારત એક કૃષિપ્રધાન દેશ છે. આનો અર્થ એ થયો કે દેશના અર્થતંત્રમાં મોટો ફાળો કૃષિ ક્ષેત્રથી આવે છે. આજના યુગમાં કૃષિ ક્ષેત્રે રોજગારના ખૂબ મોટા વિકલ્પ રહેલા છે, ખાસ કરીને એવા યુવાનો માટે કે જેઓ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ જેવા પ્રવાહમાંથી અભ્યાસ કરી રહ્યા છે.

    કૃષિ ઇજનેરી એ ઇજનેરીની શાખા છે જે કૃષિ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો અને મશીનરીના ઉત્પાદન, ડિઝાઇન અને સુધારણા માટે કામ કરે છે. કૃષિ ઇજનેરીમાં નિપુણ વિદ્યાર્થીઓ નવા ફાર્મ સાધનો ડિઝાઇન કરે છે જે વધુ કાર્યક્ષમ રીતે કાર્ય કરે છે.

    કૃષિ ઇજનેરોની મુખ્ય ભૂમિકા સારી ઇજનેરી પદ્ધતિઓ, સંશોધનો, ટેકનોલોજી અને સાધનો દ્વારા કૃષિ ઉત્પાદનમાં સુધારો કરવાની છે, જેનાથી પાકનું સારું ઉત્પાદન થાય અને ખેતીમાં સારું વળતર મળી શકે. પરંપરાગત ખેતી પદ્ધતિઓને આધુનિક ટેક્નોલોજી સાથે સંકલિત કરવાનો શોખ ધરાવતા ઉમેદવારોએ ચોક્કસપણે આ પ્રવાહ પસંદ કરવો જોઈએ. આગામી વર્ષોમાં કૃષિ ઇજનેરોની માંગમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.

    આ પણ વાંચો: સહકર્મચારીઓ સાથેનો તમારો વ્યવહાર નક્કી કરશે તમારી પ્રગતિ, ઓફિસનું વાતાવરણ રાખો આનંદિત

    કારકિર્દી વિકલ્પ શું છે


    કૃષિ ઇજનેરોની સરકારી સંસ્થાઓમાં ઘણી જગ્યાઓ ખાલી છે. હાલમાં, ખાનગી ક્ષેત્ર પણ કૃષિમાં સંશોધન અને વિકાસ માટે મોટી સંખ્યામાં કૃષિ ઇજનેરોને નોકરીઓ આપી રહ્યું છે. કૃષિ ક્ષેત્રના B.Tech અને M.Tech વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર, ફૂડ એન્ડ પ્રોસેસિંગ વિભાગ, સંશોધન વિભાગ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં કૃષિ વિકાસ માટે સર્જાયેલી ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. ભારતમાં કૃષિ ઇજનેરો માટેની ટોચની સંસ્થામાં પણ નોકરીઓમળી શકે છે. આ સિવાય કૃષિ ઇજનેરો શિક્ષણ ક્ષેત્રે જઈ શકે છે.

    તમને કેટલો પગાર મળશે


    આ ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કર્યા પછી, વિદ્યાર્થીઓ પ્રારંભિક તબક્કામાં દર વર્ષે 3 થી 5 લાખ રૂપિયા કમાઈ શકે છે. સમય સાથે, આ ક્ષેત્રમાં અનુભવના આધારે પગાર વધે છે. તે જ રીતે, સરકારી સંસ્થામાં આ નોકરીનો પ્રારંભિક પગાર દર મહિને 50 થી 70 હજાર રૂપિયાથી શરૂ થાય છે. ધ્યાનમાં રાખો કે કોઈપણ નોકરીમાં તમને શરૂઆતમાં થોડો ઓછો પગાર મળે છે, પરંતુ સમય સાથે પગાર વધતો જાય છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Career and Jobs, Career Guidance, Career Guidelines, Course

    विज्ञापन
    विज्ञापन