Home /News /career /

Career Tips: શું તમે કરિયરમાં બ્રેક લેવા માંગો છો? સૌથી કોમન આ છે કારણ

Career Tips: શું તમે કરિયરમાં બ્રેક લેવા માંગો છો? સૌથી કોમન આ છે કારણ

પ્રતિકાત્મક તસવીર

Career news: કારકિર્દીની વૃદ્ધિ માટે અને પગારમાં સારો વધારો મેળવવા માટે ઘણી વખત નોકરી બદલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

    લોકો તેમની કારકિર્દીમાં (career) આગળ વધવા માટે સખત મહેનત કરે છે. કોઈ પોતાના પરિવારથી દૂર કોઈ અન્ય શહેરમાં રહે છે. તો કોઈ ઓવરટાઇમ (overtime) કરીને પોતાનો ખર્ચ પૂરો કરવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકો તેમના જુસ્સા અને વ્યવસાયનું (Business) અન્વેષણ કરવા માટે વારંવાર નોકરીઓ (job change) પણ બદલી નાખે છે.

    ઘણી વાર નોકરી બદલવી એ સામાન્ય રીતે સારું માનવામાં આવતું નથી. પરંતુ કારકિર્દીની વૃદ્ધિ માટે અને પગારમાં સારો વધારો મેળવવા માટે ઘણી વખત નોકરી બદલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

    તે જ સમયે કોવિડ (covid-19) પછીના વાતાવરણની વાત કરીએ તો લોકોએ ઓફિસ ખુલતાની સાથે જ ડિઝાઇન કરવાનું શરૂ કરી દીધું છે. જાણો કરિયરમાં બ્રેક લેવા પાછળ લોકો કયા કારણો આપે છે.

    આ પણ વાંચોઃ-PGT Recruitment 2022 : પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર માટે બંપર ભરતી, આજથી જ કરો અરજી

    1- પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમા કોર્સ કરવા માટે બ્રેક જરૂરી છે.

    2- પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, તમારે તમારું મૂળ શહેર શિફ્ટ કરવું પડશે.

    3- કેટલાક લોકો પોતાનું કામ શરૂ કરવા માટે કરિયરમાં બ્રેક પણ લે છે.

    આ પણ વાંચોઃ-CTET 2022: કેન્દ્રીય શિક્ષક બનાવાની ઉત્તમ તક! આ સપ્તાહે રજૂ થઈ શકે છે CTET નોટિફિકેશન

    4- કોરોના વાયરસના ચેપમાંથી સ્વસ્થ થયા પછી પણ ઘણા લોકોમાં અલગ-અલગ લક્ષણો અને સમસ્યાઓ જોવા મળી રહી છે. આ કારણે પણ તેમને બ્રેક લેવાની ફરજ પડી છે.

    5- ઇન્ડસ્ટ્રીની બદલાતી ટેક્નોલોજી અને નવી જરૂરિયાતોને સમજવા માટે નવા કૌશલ્યો શીખવા પડશે. ઘણા કર્મચારીઓ આ કારણે તેમની કારકિર્દીમાં બ્રેક પણ લે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Career tips, Careers, Job and Career

    આગામી સમાચાર