Career tips: શું તમારે ધોરણ 12 પછી ઘરે બેઠા ભણવું છે? : જાણો ઇગ્નુમા ચાલતા ડિસ્ટન્સ લર્નીગ કોર્સ વિશે
Career tips: શું તમારે ધોરણ 12 પછી ઘરે બેઠા ભણવું છે? : જાણો ઇગ્નુમા ચાલતા ડિસ્ટન્સ લર્નીગ કોર્સ વિશે
ધોરણ 12 પછી ઘરે બેઠાં અભ્યાસ
career after 12th: ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ (Distance learning course) દ્વારા વિધાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકે છે અને સાથે નોકરી કે ધંધો કરી અભ્યાસનો ખર્ચ કાઢી શકે કે પછી સાથે સાથે પરિવારનો ખર્ચ પણ ઉપાડી શકે.
Jobs and Career: ધોરણ 12 પછી કારકિર્દી (Career after 12th) બનાવનાર કેટલાક એવા વિધાર્થીઓ (Students) પણ હોય છે જેઓ અભ્યાસની સાથે પરિવારની (Family) જવાબદારી પણ ઉઠાવતા હોય છે. આવા વિધાર્થીઓ માટે છે કેટલાક ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ (Distance learning course). જેના દ્વારા વિધાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકે છે અને સાથે નોકરી કે ધંધો (jobs and business) કરી અભ્યાસનો ખર્ચ કાઢી શકે કે પછી સાથે સાથે પરિવારનો ખર્ચ પણ ઉપાડી શકે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં ચાલતા કેટલાક કોર્સ વિશેની અહીં જાણકારી આપવી જરૂરી છે જેનાથી વિધાર્થીઓ ડિસ્ટન્સ લર્નિંગ કરી શકે.
એસ.જી હાઇવે, છારોડી સ્થિત ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નુ) દ્વારા ઘેર બેઠા અભ્યાસ કરી શકાય તેવા અનેક ગ્રેજ્યુએટ કક્ષાના કોર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા તેમજ સર્ટિફિકેટ કોર્સ અહીં ચલાવવામાં આવે છે. ઇગ્નુમાં ડિપ્લોમા મેનેજમેન્ટ અને એમબી.એ. અભ્યાસક્રમ સારો એવો લોકપ્રિય બન્યો છે. ખાસ કરીને નોકરીની યોગ્ય કારકિર્દી બનાવવા માગતા યુવાઓ માટે આ અભ્યાસક્રમો ઉપયોગી થઈ શકે તેમ છે. જેમા માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમો સાથે બી.એ., બી.કોમ. અંગે ઇગ્નુનો સંપર્ક કરી શકાય છે.
ઇગ્નુના ગ્રેજ્યુએટ કોર્સ :-
બી.એ., બી.કોમ. કરવા માટેના પ્રિપેરેટરી પ્રોગ્રામ ઉપલબ્ધ છે. આ કોર્સ બી.પી.પી. તરીકે ઓળખાય છે . જેની તૈયારીનો કોર્સ કર્યા પછી તમે ગ્રેજ્યુએટની પરીક્ષામાં સીધા બેસવાની લાયકાત મેળવી શકો છો.
ડિપ્લોમા ઇન યુથ ઇન ડેવલપમેન્ટ વર્ક
આ ઉપરાંત પર્યાવરણ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ , માનવ અધિકારો , ગ્રાહક સુરક્ષા , લેબોરેટરી , ટેકનિક જેવાં અનેકવિધ સર્ટિફિકેટ કોર્સ અહીં થઈ શકે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર