Home /News /career /Canara Bank Recruitment : કેનેરા બેન્કમાં વિવિધ જગ્યાઓની ભરતી, અરજી કરવાની અંતિમ તક

Canara Bank Recruitment : કેનેરા બેન્કમાં વિવિધ જગ્યાઓની ભરતી, અરજી કરવાની અંતિમ તક

canara Bank Recruitment 2022 : કેનેરા બેન્કમાં વિવિધ જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

Canara bank Recruitment 2022 : કેનેરા બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, આ નોકરી માટે ઓનલાઈન અરજી કરી અને અરજી પહોંચાડવાનો એક દિવસ બાકી છે.

Canara Bank Recruitment : દેશની ટોચની સરકારી બેંક, કેનરા બેંકે ટોચના પદો માટે ભરતી બહાર પાડી છે. કેનરા બેંકે ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, જુનિયર ઓફિસર સહિતની વિવિધ જગ્યાઓ માટે આવેદન (Canara Bank Recruitment  Notification)  મંગાવ્યા છે. જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો 20 મે, 2022 સુધીમાં ઓનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે (Canara Bank Recruitment  Online application). આ ભરતી પ્રક્રિયામાં કુલ 12 ખાલી જગ્યાઓ પર રીક્રૂટમેન્ટ કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારો માટે આ ભરતીની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડો અને અન્ય વિગતો અમે રજૂ કરી રહ્યાં છીએ. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ નજીક છે. રસ ધરાવતા ઉમેદવારો અહીયાં આપવામા આવેલી લિંક દ્વારા ઓનલાઈન અપ્લિકેશન કરી શકે છે. નીચે ટેબલમાં ઓનલાઈન એપ્લિકેશનની લિંક અને નોટિફીકેશનની લિંક આપેલી છે.

Canara Bank Recruitment  કેનરા બેંક ભરતી 2022 ખાલી જગ્યાની વિગતો

ડેપ્યુટી મેનેજર - બેકઓફિસ - 2 જગ્યાઓ
આસિસ્ટન્ટ મેનેજર બેકઓફિસ(1), આઈટી નેટવર્ક એડમિનિસ્ટ્રેટર - 2 જગ્યાઓ
આસિસ્ટન્ટ મેનેજર બેકઓફિસ - 1 પોસ્ટ
કોન્ટ્રાક્ટ Kyc/બેકઓફિસ માટે જુનિયર ઓફિસર - 2 પોસ્ટ
ડેપ્યુટી મેનેજર બેકઓફિસ (2)- 2 જગ્યાઓ
કેવાયસી/બેક ઓફિસ માટે કોન્ટ્રાક્ટ પર જુનિયર ઓફિસર - 2 જગ્યાઓ
આસિસ્ટન્ટ મેનેજર - આઈટી નેટવર્ક એડમિનિસ્ટ્રેટર - 1 જગ્યા

Canara Bank Recruitment  કેનેરા બેંક ભરતી 2022 જરૂરી માપદંડો :

શૈક્ષણિક લાયકાત :

ડેપ્યુટી મેનેજર – બેક ઓફિસ –કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અથવા સમકક્ષ લાયકાત માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ સ્ટ્રીમ/વિદ્યાશાખામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથેની ડિગ્રી.

આસિસ્ટન્ટ મેનેજર - આઈટી નેટવર્ક એડમિનિસ્ટ્રેટર - 4 વર્ષના BE/B Tech કોર્સમાં કોમ્પ્યુટર સાયન્સ /ઇન્ફોર્મેશન ટેક્નોલોજી / ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ / ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ન્યૂનતમ 50% માર્ક્સ સાથે ડિગ્રી અથવા સમકક્ષ ગ્રેડ
અથવા MCA અને રેડ હેટ સર્ટિફાઇડ એન્જિનિયર (RHCE) / માઈક્રોસોફ્ટ સર્ટિફાઈડ સોલ્યુશન્સ એસોસિયેટ (MCSA) અથવા સમકક્ષ OS પ્રમાણપત્ર ધરાવતા હોવું જોઈએ

ડેપ્યુટી મેનેજર બેકઓફિસ (2) - માન્ય યુનિવર્સિટી અથવા સમકક્ષમાંથી કોઈપણ પ્રવાહમાં 45% ગુણ સાથે ડિગ્રી.
કેવાયસી/બેકઓફિસ માટે કોન્ટ્રાક્ટ પર જુનિયર ઓફિસર - માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડ્રિગ્રીમાં ન્યૂનતમ 50% ગુણ.

Canara Bank Recruitment  કેનરા બેંક ભરતી 2022 માટેની વય મર્યાદા

ડેપ્યુટી મેનેજર - બેકઓફિસ, આસિસ્ટન્ટ મેનેજર -આઈટી નેટવર્ક એડમિનિસ્ટ્રેટર, આસિસ્ટન્ટ મેનેજર બેકઓફિસ, ડેપ્યુટી મેનેજર બેકઓફિસ (2) - 22-30 વર્ષ
કેવાયસી/બેકઓફિસ માટે કોન્ટ્રાક્ટ પર જુનિયર ઓફિસર - 22થી 28 વર્ષ

Canara Bank Recruitment  કેનેરા બેંક ભરતી 2022 Salary :

• ડેપ્યુટી મેનેજર- બેઝિક પગાર - રૂ. 31,800-1300(5), 37000-1400-(5), 44000 (પે સ્કેલ 31800-44000) + D.A, HRA અને કન્વેન્યન્સ એલાઉન્સ(ટ્રાવેલ/વાહન ભથ્થું). અંદાજિત CTC રૂ. 7.57 + ઈન્સેન્ટીવ, ગ્રેચ્યુઇટી અને રજાનું ભથ્થું
• આસિસ્ટન્ટ મેનેજર - બેઝિક પગાર - રૂ. 21200 – 1200 (5)- 26000-1300 (5) -32500 (પે સ્કેલ 21,200- 32500) + DA, HRA અને કન્વેન્યન્સ એલાઉન્સ(ટ્રાવેલ/વાહન ભથ્થું). આશરે CTC રૂ. 5.06 લાખ + ઈન્સેન્ટીવ, ગ્રેચ્યુટી અને રજાનું ભથ્થું
• કરાર આધારિત જુનિયર ઓફિસર - માસિક પગાર - રૂ. 29,000 (1) – 31000(2) – 34000(3) (અંદાજે CTC રૂ. 3.48 લાખ રજાના ભથ્થા સિવાય)

આ પણ વાંચો : NABI Recruitment: નેશનલ એગ્રી-ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી, 35,000 સુધી મળશે પગાર

Canara Bank Recruitment નોકરીની ટૂંકી વિગતો
જગ્યા12
શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ પર અલગ અલગ
પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
અરજી ફીનિશુલ્ક
અરજી કરવાની અંતિમ તારીખ20-5-2022
ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો
અરજી પહોંચાડવાનું સરનામું જનરલ મેનેજર, એચઆર ડિપાર્ટમેન્ટ, કેનેરા બેંક સિક્યોરિટીઝ લિમિટેડ, 7મો માળ, મેકર ચેમ્બર III નરીમન પોઈન્ટ, મુંબઈ – 400021



Canara Bank Recruitment  કેનેરા બેંક ભરતી 2022 પસંદગીના માપદંડ

ઉપરોક્ત જગ્યાઓ માટે સિલેક્શન શોર્ટ-લિસ્ટિંગ અને ઇન્ટરવ્યુના આધારે થશે.

Canara Bank Recruitment : મહત્વની તારીખો :

• અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ : 20 મે, 2022

આ પણ વાંચો : Gujarat High Court recruitment 2022: હાઈકોર્ટ દ્વારા 15 જગ્યાની ભરતી, અહીંથી સીધા કરો અરજી

Canara Bank Recruitment  કેનેરા બેંક ભરતી 2022 એપ્લિકેશન ફોર્મ

ઉપરોક્ય જરૂરી માપદંડોમાં જો આપની લાયકાય યોગ્ય હોય તો અરજી રજીસ્ટર્ડ પોસ્ટ/સ્પીડ પોસ્ટ દ્વારા “CBSLમાં xxxxxxxxxxxxxxx ની જગ્યા માટે અરજી” લખેલા કવરમાં મોકલવાની રહેશે (જે પોસ્ટ માટે અરજી કરો તેનું નામ). ઈમેલ દ્વારા પ્રાપ્ત થયેલ અરજીઓ માન્ય રહેશે નહીં. અરજીઓ જનરલ મેનેજર, એચઆર ડિપાર્ટમેન્ટ, કેનેરા બેંક સિક્યોરિટીઝ લિમિટેડ, 7મો માળ, મેકર ચેમ્બર III નરીમન પોઈન્ટ, મુંબઈ – 400021ને મોકલવાની રહેશે. સંબંધિત દસ્તાવેજો સાથે અરજી મોકલવાની છેલ્લી તારીખ 20 મે, 2020 છે.

Canara Bank Recruitment : મહત્વની તારીખો :

• અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ : 20 મે, 2022
First published:

Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર