Home /News /career /10th Pass sarkari naukari: 10 પાસ યુવાનો માટે સરકારી નોકરી, NCLમાં 405 પોસ્ટ પર નીકળી ભરતી

10th Pass sarkari naukari: 10 પાસ યુવાનો માટે સરકારી નોકરી, NCLમાં 405 પોસ્ટ પર નીકળી ભરતી

NCLમાં 405 પોસ્ટ પર ભરતી

10th Pass Govt Jobs 2022: આ ભરતી Northern Coalfields Limited (NCL)માં નીકળી છે. આ હેઠળ ઉમેદાવારો પાસેથી માઈનિંગ સરદાર અને સર્વેયરની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 405 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

વધુ જુઓ ...
  • News18 Hindi
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની એક સારી તક છે. આ ભરતી જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં બહાર આવી છે.એવામાં જો તમે પણ નોકરીની શોધ કરી રહ્યા છો તો, આ ભરતી સંબંધિત, ખાલી જગ્યા, યોગ્યતા તેમજ પસંદગીની જાણકારી નીચે ચેક કરી શકો છો અને ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકો છો.

NCL Recruitment 2022 Vacancy: આ પોસ્ટ પર ભરતી


આ ભરતી Northern Coalfields Limited (NCL)માં નીકળી છે. આ હેઠળ ઉમેદાવારો પાસેથી માઈનિંગ સરદાર અને સર્વેયરની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 405 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જેમાં માઈનિંગ સરદારની 374 તેમજ સર્વેયરની 31 જગ્યાઓ સામેલ છે.

આ પણ વાંચોઃ ધોરણ 8, 10 અને 12 પાસ માટે સરકારી નોકરી આવી, 80 હજાર સુધીનો મળશે પગાર

NCL Recruitment 2022 Eligibility: કોણ કરી શકે અરજી


માઈનિંગ સરદારની પોસ્ટ માટે 10 પાસની સાથે માઈનિંગ સરદારનું પ્રમાણપત્ર રાખનારા તેમજ સર્વેયરની પોસ્ટ માટે 10 પાસની સાથે સર્વેયર પ્રમાણપત્ર અથવા માઈનિંગમાં ડિગ્રી કે ડિપ્લોમાં કરવા વાળા ઉમેદવારો અરજી કરી શકે છે.

NCL Recruitment 2022 Apply Online: ક્યાં અને કેવી રીતે કરવી અરજી


ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવારો જે આ ભરતી પ્રક્રિયા હેઠલ અરજી કરવા માંગે છે તે સત્તાવાર વેબસાઈટ nclcil.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છએ. અરજી પ્રક્રિયા 1 ડિસેમ્બરથી શરૂ થશે અને 22 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે.

આ પણ વાંચોઃ 25 રાજ્યોમાં આજે આયોજીત થશે એપ્રેન્ટિસશિપ મેળો, યુવાનોને મળશે નોકરીની અઢળક તક

NCL Recruitment 2022: પસંદગીની પ્રક્રિયા તેમજ નોટિફિકેશન


જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર આધારીત પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. પરીક્ષાનો સમય 90 મિનિટનો રહેશે. જેમાં કુલ 90 અંકના સવાલ પૂછવામાં આવશે. આ ઉપરાંત ભરતીની સૂચનાઓ મેળવવા માટે ઉમેદવાર આ લિંક nclcil.in/Content/nclcil.in/Document/359Detailed%20Employment%20Notification%20(English).pdf પર જઈ શકે છે.
First published:

Tags: Career News, Recruitment 2022, Sarkari Naukari

विज्ञापन