Sarkari Naukri: Indian Army, NABARD જેવી મોટી સંસ્થાઓમાં બંપર નોકરી, અહીં વાંચો સંપૂર્ણ વિગતો
Sarkari Naukri: Indian Army, NABARD જેવી મોટી સંસ્થાઓમાં બંપર નોકરી, અહીં વાંચો સંપૂર્ણ વિગતો
સરકારી નોકરીઓ
Sarkari naukri: તમારી લાયકાત પ્રમાણેની પરફેક્ટ જોબ શોધવી એક મુશ્કેલ કામ છે. તમારા માટે આ સરળ બનાવવા અમે પ્રતિષ્ઠિત સંસ્થાઓ (Reputable Organisations)નું લિસ્ટ લઈને આવ્યા છીએ.
Jobs and Career: અત્યારે દરેક ક્ષેત્રમાં સરકારી નોકરીઓ બહાર પડી છે. નોકરીની અસંખ્ય તકો ઉપલબ્ધ છે, જરૂર હોય છે માત્ર તેને શોધતા રહેવાની મક્કમતા. જોકે, તમારી લાયકાત પ્રમાણેની પરફેક્ટ જોબ શોધવી એક મુશ્કેલ કામ છે. તમારા માટે આ સરળ બનાવવા અમે પ્રતિષ્ઠિત સંસ્થાઓ (Reputable Organisations)નું લિસ્ટ લઈને આવ્યા છીએ. જે હાલ મોટી સંખ્યામાં ઉમેદવારોની ભરતી (recruitment) કરી રહ્યા છે. આ લિસ્ટ પર નજર નાખો અને તમારી સ્કિલ્સ સાથે મેળ ખાતી જોબ માટે અરજી કરો.
INDIAN ARMY SSC TECH RECRUITMENT
ભારતીય સેનામાં 60th Men Short Service Commission Technical (SSC Tech) અને 31st Women Short Service Commission Technical (SSC Tech) અધિકારીઓની પોસ્ટ માટે ભરતી ચાલુ છે. કુલ 191 જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની પસંદગી કરવા આ ભરતી હાથ ધરવામાં આવી રહી છે. જેઓ સિલેકટ થશે તેમને દર મહિને રૂ. 56,100થી 2,50,000ની રેન્જમાં પગાર મળશે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 24 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા સુધી છે.
MPSC મેડિકલ ઓફિસર ભરતી - MPSC MEDICAL OFFICER RECRUITMENT
મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC), મેડિકલ ઓફિસરની જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરી રહ્યું છે. ઉમેદવારોની પસંદગી માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુ યોજાશે. જેઓને તેમાં રસ હોય તેમજ યોગ્યતા ધરાવતા હોય તે અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ છે.
TNPSC ગ્રૂપ 1 ભરતી - TNPSC GROUP 1 RECRUITMENT
તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશને (TNPSC) છેલ્લા કેટલાક સમયથી સંયુક્ત સિવિલ સર્વિસ પરીક્ષા-1 (Combined Civil Services Examination-I, Group-I Services) માટે અરજીઓ સ્વીકારવાનું શરુ કર્યું છે. વિવિધ પોસ્ટ માટે કુલ 92 ખાલી જગ્યાઓ ભરવા આ રિક્રુટમેન્ટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. ઉમેદવારોની પસંદગી ત્રણ ક્રમિક તબક્કામાં મેળવેલા કુલ ગુણના આધારે કરવામાં આવશે : પ્રારંભિક પરીક્ષા, મુખ્ય લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ. રસ અને લાયકાત ધરાવતા હોય તેઓ 22 ઓગસ્ટ સુધીમાં પરીક્ષા માટે અરજી કરી શકે છે.
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD), 170 આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ ભરવા માટે લાયક વ્યક્તિઓની શોધમાં છે. રજીસ્ટેશન પ્રક્રિયા 18 જુલાઈથી શરૂ થઈ હતી અને 7 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. સિલેક્ટ થયેલા ઉમેદવારો 55,600 રૂપિયા સુધીનો પગાર મેળવી શકે છે.
CHOS માટે NHM ઉત્તર પ્રદેશ ભરતી - NHM UTTAR PRADESH RECRUITMENT FOR CHOS
ઉત્તર પ્રદેશમાં નેશનલ હેલ્થ મિશન (NHM), કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ (CHO) તરીકે કોન્ટ્રાકટ આધારિત ઉમેદવારોની ભરતી કરી રહ્યું છે. NHM આ રિક્રુટમેન્ટ દ્વારા કુલ 5,505 ખાલી જગ્યાઓ ભરવા માંગે છે. સિલેક્ટેડ ઉમેદવારોને દર મહિને રૂ. 35,500 સુધીનો પગાર ચૂકવવામાં આવશે. રસ અને લાયક ધરાવતા ઉમેદવારોએ 9 ઓગસ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર