Home /News /career /BSNL Recruitment 2022: BSNLમાં કામ કરવાની ઉત્તમ તક, મળશે 75000 સુધીનો પગાર

BSNL Recruitment 2022: BSNLમાં કામ કરવાની ઉત્તમ તક, મળશે 75000 સુધીનો પગાર

BSNLમાં કામ કરવાની ઉત્તમ તક

BSNL Jobs: બીએસએનએલ લીગલ પ્રોફેશનલનાં પદ પર ભરતી માટે આવેદન મંગાવ્યાં છે. ઇચ્છુક અને પાત્ર ઉમેદવાર આ પદ માટે BSNLની અધિકૃત વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે.

Bharat Sanchar Nigam Limited Jobs: ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL દ્વારા જાહેર કરી ઉમેદવાર પાસે આવેદન મંગાવવામાં આવ્યાં છે. આવેદન ભરવાની અંતિમ તારીખ 9 ફેબ્રુઆરી છે. BSNL ઓનલાઇન આવેદનને સમાપ્ત થવામાં હવે પાંચ દિવસની વાર છે.

આપને જણાવી દઇએ કે, BSNLમાં બે પદ માટે વેકન્સી છે. જે ઉમેદવાર આ ભરતી માટે આવેદન કરવાં ઇચ્છે છે તે BSNLની અધિકૃત વેબસાઇટ (Official Site) પર જઇને આવેદન કરી શકે છે. આવાં સમાચાર તેની નકલી વેબસાઇટમાં જાહેર કરવામાં આવ્યાં હતાં. જે માટે ઉમેદવારની ઉંમર સીમા તારીખ સુધીમાં 32 વર્ષથી વધુ ન હોવી જોઇએ. તેની પાસે LLBની સાથે સ્નાતક હોવો જોઇએ અને LLBમાં તેનાં 60ટકાથી વધુ અંક હોવા જોઇએ.



યોગ્યતા સાથે ત્રણ વર્ષનો અનુભવ પણ આવશ્યક છે. જે માટે ઉમેદવારને 75 હજારથી વધુ પગાર મળશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન 10.01.2022થી શરૂ છે
અને 9.02.2022 તેની અંતિમ તારીખ છે. જોકે આ વેબસાઇટ મુજબ જે તે વ્યક્તિએ રજીસ્ટ્રેશન ફી પેટે 500 રૂપિયા ચુકવવાનાં હતાં.

આ પણ વાંચો-Oil India Recruitment 2022: Oil Indiaમાં 63 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી

ઉમેદવાર દ્વારા રજિસ્ટ્રેશન ફોર્મને ઓફિશિયલ વેબસાઇટ www.bsnl.co.in પર જઇને ભરવાનું રહેશે. વધુ સંબંધિત માહિતી માટે ઉમેદવાર અધિકૃત સાઇટની મદદ લઇ શકે છે.

થોડા સમય પહેલાં BSNLની નકલી વેબસાઇટ બનાવી ઉમેદવારને ઠગ્યા
BSNLની ઓફિશિયલ વેબસાઇટ પર નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું જે મુજબ, જૂન 2021માં BSNLનાં ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક છેતરપિંડી કરનાર એજન્સીઓ નકલી સમાચાર ફેલાવી રહી છે BSNL માં ભરતી અંગે "bsnlcareers.com" નામની નકલી વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે. BSNL દ્વારા આવી કોઇ જ ભરતીની જાહેરાત કરવામાં આવી નથી. આવી નકલી વેબસાઇટ્સ અને સમાચાર રસ ધરાવતા લોકોને ગેરમાર્ગે દોરે છે અને છેતરે છે અરજી કરવા માટે, તે અમારી સત્તાવાર અને અધિકૃત સૂચના હોવાનું માનીને તેમન પાસેથી અરજીની રકમ વસુલે છે.



અત્રે ઉલ્લેખનીય છે કે BSNL ઓપન માર્કેટમાંથી નવી ભરતીઓ કરે છે માત્ર તેની સત્તાવાર વેબસાઇટ www.bsnl.co.in પર સૂચના/સૂચના જારી કરીને BSNLના માનક ધોરણોને આધારે ભરતી કરશે. આથી તમામ સંબંધિતોને આવી છેતરપિંડીથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. આવા નકલી એકમો અને BSNLની ધારણા સાથે વ્યવહાર કરવા સામે સામાન્ય રીતે જનતાને સાવધાન કરવામાં આવે છે. તેમને કોઈપણ ફંડ ટ્રાન્સફર અથવા રોકડ ડિપોઝિટ અથવા કોઈપણ અન્ય પરિણામી નુકસાન માટે BSNL જવાબદાર નથી

આ પણ વાંચો- BEML Recruitment 2022: BEMLમાં SC-ST-OBC ઉમેદવારોની ભરતી, 90,000 સુધી મળશે પગાર

આથી આવી કોઇ સરકારી વેબસાઇટમાં જો ભરતીની વેકન્સી આવે તો તેની ખરાઇ કરીને જ ફીની રકમ ભરવી તેવું સરકારી વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવે છે.
First published:

Tags: Bsnl, Bsnl fake recruitment, BSNL Recruitment 2022, Jobs, Naukari, કેરિયર